________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નિશીથના આચાર, અગ્ર, પ્રકલ્પ, ચૂલિકા વિ. પર્યાયવાચી નામ છે* પ્રાયશ્ચિત સત્રને સંબંધ ચરણકરણાગની સાથે છે, તેથી આનું નામ આચાર છે. આચારાંગ સૂત્રના પાંચ અગ્ર છે- ચાર આચારચૂલાઓ અને નિશીથ આ પાંચ અગ્ર છે-તેથી નિશીથનું નામ અગ્ર છે. નિશીથની ૯માં પૂર્વ આચારપ્રાભૃતમાંથી રચના કરવામાં આવી છે, તેથી આનું નામ પ્રક૯પ છે. પ્રક૫ને બીજો અર્થ “છેદન કરનાર એવો પણ કરેલ છે. આગમ સાહિત્યમાં નિશીથનું “આયા૨–૫૫” એવું નામ મળે છે. અહીં અગ્રચૂલા સમાન અર્થવાળા છે. - નિશીથના રચયિતા અર્થની દષ્ટિએ ભગવાન મહાવીર છે, જ્યારે સૂત્રના રચયિતાના સંબંધમાં અનેક માન્યતાઓ છે. આચારાંગ ચૂર્ણિ માં રચયિતાના સંબંધમાં ચર્ચા કરતાં સ્થવિર શબ્દને પ્રવેશ કર્યો છે અને સ્થવિરને અર્થ ગણધર કર્યો છે. આચાર્ય શીલાંકે શ્રતવૃદ્ધ ચતુર્દશ પૂર્વધરને જ સ્થવિર કહેલ છે. પંચક૯૫ ભાષ્યની ચૂર્ણિમાં લખ્યું છે કે આચાર પ્રક૯૫નું નિમણુ ભદ્રબાહુસ્વામીએ કરેલ છે. નિશીથ સૂત્રની કેટલીક પ્રશસ્તિ-ગાથાઓ અનુસાર તેના રચયિતા વિશાખાચાર્ય છે. વેતાંબર પટ્ટાવલિમાં વિશાખા ચાર્યના સંબંધમાં કઈ ઉલેખ પ્રાપ્ત થતો નથી. દિગંબર પટ્ટાવલિમાં ભદ્રબાહુ વિશાખાચાર્યનું નામ આવેલ છે કે જે દશપૂવ હતા. દિગંબર દષ્ટિએ વીરનિર્વાણથી ૧૬ વર્ષ સુધી ભદ્રબાહુ હતા. ત્યાર પછી વિશાખાચાર્યને યુગ પ્રારંભ થાય છે. પ્રશરિતમાં નિશીથને વિશાખાચાર્ય કત કહેવામાં આવ્યું છે. અહીં લિખિત અર્થ નિર્મિત છે કે લિપિકત છે તે વિચારણીય છે. કારણ કે એ કઈ ઉલેખ પ્રાપ્ત નથી કે નિશીથની રચના દશપૂવી દ્વારા કરવામાં આવી હોય. જ્યારે ચતુર્દશવી દ્વારા લખાયાને ઉલ્લેખ છે. એમ પ્રતીત થાય છે કે નિશીથના રચયિતા ચતુર્દશપૂર્વી ભદ્રબાહુ છે.
પંચકપ ચૂર્ણિમાં આચાર પ્રક૯૫ (નિશીથ) દશા, ક૬૫ અને વ્યવહાર. આ ચાર આગમોના નિયૂહક ભદ્રબાહુ સ્વામીને બતાવ્યા છે. વિશાખાચા તે લખ્યું હશે એમ જે કહપના કરીએ તે પ્રસ્તુત કથનની સંગતિ બેસી શકે છે. દિગંબર આચાર્યોએ નિશીથને આરાતીય આચાર્ય કૃત માનેલ છે પરંતુ વર્તમાનમાં નિશીથનું જે રૂપ છે તે દિગંબર પરંપરામાં મળતું નથી. જે દિગંબર પરંપરાના વિશાખાચાર્ય દ્વારા આ લખાયેલ હોત તો દિગંબર પરંપરામાં તેની માન્યતા પ્રાપ્ત થવી જોઈતી હતી. એટલે સંભવ એમ જ લાગે છે કે વિશાખાચાર્યો વેતાંબર પરંપરાના જ આચાર્ય હાવા જોઈએ. વિશાખાચર્યના ગુણકીર્તન પ્રશસ્તિ ગાથાઓમાં મળે છે. તેથી આ સિદ્ધ થાય છે કે આ ગાથાઓ વિશાખાચાર્ય દ્વારા રચિત નથી. આ ગાથાઓની રચના કોણે કરી તે અન્વેષણીય છે.
છેદસૂત્રકાર ભદ્રબાહુ નિકિતકાર ભદ્રબાહુથી જુદા છે. નિર્યુકિતકાર ભદ્રબાહુને અસ્તિત્વકાળ વિકમની ૬ ઠી શતાબ્દિ માનવામાં આવેલ છે. જ્યારે છેદસૂત્રકાર ભદ્રબાહુને અસ્તિત્વકાળ વીરનિર્વાણની બીજી શતાબ્દિ છે.
નિશીથમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિતેનું વર્ણન છે. નિશીથમાં ૨૦ ઉદ્દેશકે છે તેમાં ૧૯ ઉદ્દેશકોમાં પ્રાયશ્ચિતનું વિધાન છે અને ૨૦ મા ઉદેશકમાં પ્રાયશ્ચિત આપવાની પ્રક્રિયા છે. પ્રથમ ઉદ્દેશકમાં ગુરુમાસિક પ્રાયશ્ચિતનું વિધાન છે. બીજા, ત્રીજા,
૧. આયારો અગે ચિય પક૫ તહ ચૂલિકા ખિસીવંતિકા
નિશીથ ભાણ ૩ ૨. નિશીથ ભાણ રમૂત્ર ૫૭ ૩. નિશીથ ચૂણિ પૃષ્ઠ ૩૦ ૪. યાણિ પુણ ડાયાણિ યાર ચેવ નિજજૂઢાણિ એ કણ નિજજૂઢાણિ? થેરેહિ ૨૮૭) થેરા-ગણધરા : . ડાચારાંગ ચૂણિ પૃ. ૩૩૬. ૫. સ્થવિરે : કૃતવૃદ્ધ શતુર્દશ પૂર્વ વિદ્ધિા આચારાંગ નિર્યુકિતે ગા. ૨૮૭ ૬. તેણ ભગવતા આયાર પકમ્પ-દસા-કમ્પ-વહારા થી નવમyવનીસંદભૂતા નિજજૂઢા ! -- પંચકલ્પ ચૂણિ પત્ર ૧, બૃહત્ક૯૫ સૂત્રમ પ્રસ્તાવના પૃ. ૩ ૭. દંસણ ચરિત જુનો, જો ગુત્તીસુ સજજણહિએસી
નામે વિસાહગણી મહારઓ પાણ-મસા || ૧ || કિરી-કંતિપિશબ્દો જસપત્તો પડહા તિસાગર નિરૂદ્ધો પુણરૂત્ત ભમતિ મહિ સચિવ ગગણ ગણું તસ્સ || ૨ | તસ લિહિયં નિસહં ધમ્મ-ધરા ધરણ-૫વર-વત્સ ! આરોગં ધાણિજજ સિક્સ પસિસ્સવ ભેજ ૨ || ૩૫
- નિશીથ સૂત્ર ચેાથો વિભાગ ૫. ૩૯૫, ૮. બૃહત્ક૫ ભા. ૬ પૃ. ૧થી ૨૦
३०४ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only