________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દિગંબર ગ્રન્થોમાં નિસીહની જગ્યાએ નિસહિયા શબ્દને વ્યવહાર કરવામાં આવ્યો છે. ૧ ગમ્મસારમાં પણ આ જ શબ્દ પ્રાપ્ત થાય છે. ૨ ગેમ્પસારની ટીકામાં નિશીહિયાનું સંસ્કૃત રૂપ નિસાધિકા કર્યું છે. આચાર્ય જિનસેને હરિવંશ પુરાણમાં નિશીથ માટે “નિષદ્યક” શબ્દને વ્યવહાર કર્યો છે. તત્ત્વાર્થભાષ્યમાં નિસીહ શબ્દનું સંસ્કૃત રૂપ નિશીથ' માનેલ છે. નિર્યુકિતકારને પણ આજ અર્થ અભિપ્રેત છે. આ પ્રમાણે વેતાંબર સાહિત્યના અભિમતાનુસાર નિસીહનું સંસ્કૃત રૂ૫ નિશીથ અને તેને અર્થ અપ્રકાશ થાય છે. દિગંબર સાહિત્યની દષ્ટિએ નિસહિયાનું સંસ્કૃત રૂપ “નિશીધિકા” છે. તેનો અર્થ પ્રાયશ્ચિત-શાસ્ત્ર અથવા પ્રમાદષનો નિષેધ કરનાર શાસ્ત્ર છે. પશ્ચિમી વિદ્વાન એવરે' નિસીહના “નિષેધ” અર્થને સાચે અને નિશીથ અર્થને ભ્રાન્ત માનેલ છે.'
શાસ્ત્રષ્ટિએ નિસીહ શબ્દ ઉપર ચિન્તન કરવામાં આવે તે નિસીહ શબ્દના સંરકતરૂપ નિશીથ અને નિશીલ બને થઈ શકે છે, કારણકે થે અને ધ બંનેનો પ્રાકૃત ભાષામાં હકાર આદેશ થાય છે. તેથી નિસિહિયા શબ્દના સંસ્કૃત નિષિધિકા અને નિશીથિકા થાય છે. અર્થની દષ્ટિએ વિચારતાં નિષિધ અથવા નિષિધિકાની અપેક્ષાએ નિશીથ અથવા નિશીથિકા શબ્દનો અર્થ અધિક સંગત પ્રતીત થાય છે. કારણકે આ આગમ વિધિ-નિષેધનું પ્રતિપાદન કરનાર નથી પરંતુ પ્રાયશ્ચિતનું પ્રતિપાદન કરનાર છે. આ કથનમાં શ્વેતાંબર અને દિગંબર અને આચાર્ય એકમત છે. ૬
ચૂર્ણિમાં નિશીથને પ્રતિષેધ સૂત્ર અથવા પ્રાયશ્રિત સૂત્રનું પ્રતિપાદક બતાવ્યું છે. નિશીથભાષ્યમાં લખ્યું છે કે આચારચૂલામાં ઉપદિષ્ટ ક્રિયાનું અતિક્રમણ કરવાથી જે પ્રાયશ્ચિત આવે છે તેનું નિશીથમાં વર્ણન છે. નિશીથ સૂત્રમાં અપવાદેનું બાહુલ્ય છે તેથી સભા વિગેરેમાં તેનું વાંચન ન કરવું જોઈએ. અનધિકારી પાસે તે પ્રગટ ન થાય તેથી રાત્રિ અથવા એકાંતમાં પઠનીય હોવાથી નિશીથને અર્થ સંગત થાય છે. નિસિહિયાને જે નિષેધવાચક અર્થ છે તેની સંગતિ પણ આ પ્રમાણે બેસી શકે છે કે જે અનધિકારી છે તેને ભણાવવું નિષેધ છે, તેમજ જનસમુદાયથી વ્યાપ્ત સ્થાનમાં ભણવું પણ નિષિદ્ધ છે. ફકત સ્વાધ્યાય ભૂમિમાં જ આ સૂત્ર પઠનીય છે.
હરિવંશ પુરાણમાં “નિષઘક શબ્દ આવ્યું છે. સંભવ છે કે આ સૂત્ર વિશેષ પ્રકારની નિષદ્યામાં ભણાવવામાં આવતું હશે તેથી આનું નામ નિષઘક રાખવામાં આવ્યું હોય. આલોચના કરતી વખતે આલોચક આચાર્ય માટે નિષદ્યાની વ્યવસ્થા કરતો હતો. સંભવ છે કે પ્રસ્તુત અધ્યયનના સમયે પણ નિષદ્યાની વ્યવસ્થા કરવામાં આવી હશે તેથી નિશીથભાષ્યમાં આનો ઉલ્લેખ મળે છે.૧ ૦
૧. પટખંડાગમ, પ્રથમ ખંડ પૃ. ૯૬ ૨. ગોમ્મદસાર જીવકાંડ ૩૬૭ ૩. , , નિષેધનું પ્રમાદદોષ નિરાકરણ નિષિદ્ધિ: સંજ્ઞાયાં ‘ક’ પ્રત્યયે નિષિદ્ધિકા તરચ પ્રમાદદોષવિશુદ્ધયર્થ બહુપ્રકારે
પ્રાયશ્ચિત વર્ણયતિ | ૪. નિષઘકાખ્યાખ્યાતિ પ્રાયશ્ચિત્તવિધિ પરમ .
- હરિવંશ પુરાણ ૧૦/૧૩૮. 4. This name (
Gls) is explained strangely enough by Nishitha though the character of the contents would lead us to expect Nisheda (Colu)
- ઈંડિયન એન્ટીકરી ભા. ૨૧ પૃ. ૯૭ ૬. (ક) આયાર પમ્પલ્સ ઉ ઇમાઈ ગોષ્ણાઈ રામધિજજાઈ - આયારમાઇયાઈ પાયરિચ્છરોણગહગારો છે.
- નિશીથ ભાષ્ય ગા. ૨ (ખ) ણિસીહિયં બહુવિહ પાયચ્છિત્ત વિહાણ વણણે કુણઈ'
- ષટ ખંડાગમ ભા. ૧ પૃ. ૯૮ ૭. તત્ર પ્રતિધ: ચતુર્થચૂડાત્મકે આચારે યત પ્રતિષિદ્ધનું સેવંતર્સ પછિ ભવતીતિ કાઉ.
- નિશીથ ચૂણિ ભા. ૧. પૃ. ૩ ૮. આયારે ચઉસુય, યુલિયાસુ ઉવએસ વિતહકારિસ્સા પરિછત્ત મિહજઝમણે ભણિયે અસુ ય પદેસુ મા.
– નિશીથ ભાષ્ય સૂત્ર ૭૧ ૯. નિશીથ ભાષ્ય સૂત્ર ૬૩૮૯ ૧૦. સુત્તન્થ તદુભાયાણં ગહ બહુમાણ વિણયમચ્છરા ઉકકુડણિસેજેજ-અંજલિ-ગહિતાહિયમ્મિ ય પણામે !
- સૂત્ર ૬૬૭૩
આગમસા૨ દાહન Jain Education International
૩૦૩ www.jainelibrary.org
For Private & Personal Use Only