________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુર્બલિકા પુષ્યમિત્રની નિયુકિત કરી. થોડા દિવસો પછી દુર્બલિકા પુષ્યમિત્રે આચાર્યને નિવેદન કર્યું કે વાચના આપવામાં સમય ઘણે વીતી જતો હોવાથી હું પતિ જ્ઞાનનું પુનરાવર્તન કરી શકતા નથી તેથી બધું વિસ્મરણ થઈ રહ્યું છે. આચાર્યને આશ્ચર્ય થયું કે જ્યારે આટલા મેધાવી શિષ્યની આ સ્થિતિ છે ત્યારે બીજાની શી વાત કરવી? તેથી તેમણે પ્રત્યેક સત્રના અનુગ પૃથક પૃથક કરી દીધા. અપરિણામી અને અતિપરિણામી શિષ્ય નથષ્ટિના મૂળ ભાવને સમજ્યા વગર કયાંક એકાન્તજ્ઞાન, એકાન્ત કિયા, એકાન્ત નિશ્ચય અથવા એકાન્ત વ્યવહારને જ ઉપાદેય માની ન લે અને સક્ષમ વિષયમાં મિથ્યાભાવને ગ્રહણ કરી ન લે તેથી નગેનો વિભાગ કર્યો નથી.'
અનુયોગ દ્વારનો રચનાકાળ વીર નિર્વાણુ સં. ૮૨૭થી પહેલા માનવામાં આવ્યું છે. જો કે કેટલાક વિદ્વાનો તેને બીજી શતાબ્દીની રચના માને છે. આગમપ્રભાવક મુનિશ્રી પુણ્યવિજ્યજી મ. વિ. નું મન્તવ્ય એવું છે કે અનુગનું પૃથક્કરણ તે આચાર્ય આર્યરક્ષિતે કર્યું પરંતુ અનુગદ્વારસૂત્રની રચના તેમણે જ કરી એમ નિશ્ચિતરૂપથી કહી શકાય નહિ.
૧– નિશીથ સૂત્ર છે. સુત્રોમાં નિશીથનું પ્રમુખસ્થાન છે. નિશીથને અર્થ અપ્રકાશ કરેલ છે. આ સુત્ર અપવાદ બહુલ છે. તેથી ગમે તેને વંચાવા કે ભણાવતે નહતો. પાઠકે વાંચણી લેનાર ત્રણ પ્રકારના હોય છે.
(૧) અપરિણામક – જેમની બુદ્ધિ અપરિપકવ હોય છે. (૨) પરિણામક – જેમની બુદ્ધિ પરિપકવ હોય છે. (૩) અતિપરિણામક – જેમની બુદ્ધિ તર્ક પૂર્ણ હોય છે.
અપરિણમક અને અતિપરિણામક અને પ્રકારના પાઠક નિશીથ ભણવાને અગ્ય છે. જે આજીવન રહસ્યને ધારણ કરી શકતો હોય તે જ તેને ભણવાનો અધિકારી છે. અહીં જે રહસ્ય શબ્દ છે તે આ ગોપનીયતાને પ્રગટ કરે છે. નિશીથનું અધ્યયન તેજ સાધુ કરી શકે છે કે જે ત્રણ વર્ષનો દીક્ષિત હોય અને ગાંભીર્ય આદિ ગુણોથી યુકત હાય. પ્રૌઢતાની દ્રષ્ટિએ બગલમાં ઉત્પન્ન કેશવાળો ૧૬ વર્ષનો સાધુજ નિશીથને વાચક બની શકે છે.' નિશીથના જ્ઞાતા થયા વિના કોઈ પણ શ્રમણ પિતાના સંબંધીઓને ત્યાં ભિક્ષા માટે જઈ શકતો નથી. તેમજ તે ઉપાધ્યાય વગેરે પદવીને યોગ્ય પણ માનવામાં આવતો નથી. શ્રમણમંડળીને આગેવાન નેતા બનવામાં તેમજ સ્વતંત્ર વિહાર કરવામાં પણ નિશીથનું જ્ઞાન આવશ્યક છે. ૧ કારણ કે નિશીથના જાણપણું વિના કેઈ સાધુ પ્રાયશ્ચિત આપવાને અધિકારી થઈ શકતું નથી. તેથી જ વ્યવહારસૂત્રમાં નિશીથને એક માનદંડના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે.
૧. આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૯
(ખ) પ્રભાવક ચરિત્ર ૨૪૦-૨૪૩ પૃ. ૧૭ (ગ) ઋષિમંડળ સ્તોત્ર ૨૧૦ ૨. જે હતિ અપ્પગાસં તુ ભણસીહ તિ લોગ સંસિદ્ધા જે અપ્પગાન્સ ધમ્મ આણે પિતયે નિસીધ તિ |
- નિશીથભાષ્ય શ્લોક ૬૯ ૩. પુરિસ તિવિહો પરિણામો, અપરિણામો અતિ પરિણામો, તે એન્થ અપરિણામગ- અપરિણામગાણ પડિલેહો
- નિશીથ ચૂણિ પૃ. ૧૬૫ ૪. નિશીથ ભાણ ૬૭૦૨-૩ ૫. નિશીથ ચૂણિ ગા. ૬૨૬૫ (ખ) વ્યવહાર ભાષ્ય ઉદ્દેશક ૭ ગા. ૨૦૨-૩ (ગ) વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ૧૦ ગા. ૨૦-૨૧ ૬. વ્યવહારસૂત્ર ઉદેશક ૬ સૂત્ર ૨-૩ ૭. વ્યવહાર સૂત્ર ઉદેશક ૩ સૂત્ર ૩. ૮. , ઉ. ૩ સૂ. ૧
૩૦૨ Jain Education International
તત્ત્વદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org