________________
પષ્ય ગુરુદેવ કવિવય નાનસન્યજી મહારાજ જન્મશતાબ તિJa,
પયJદવ વિવટ પ. નાનયજી મહારાજ જતાં
સૂત્રસ્પર્શિક નિર્યુકિતને અર્થ છે – અખલિત, અમિલિત એવા અન્ય સૂત્રોના પાઠોથી અસંયુક્ત, પ્રતિપૂર્ણ, ઘેષયુકત કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત તથા ગુરુમુખે ગ્રહણ કરેલા ઉચ્ચારણથી યુક્ત સૂત્રના પદોને સ્વસિદ્ધાન્ત અનુરૂપ વિવેચન કરવું.
અનુગદ્વારનું ચોથું દ્વાર “નય છે, આમાં નૈગમ, સંગ્રહ આદિ સાત મૂળ નોનું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. નય એ જૈનદર્શનની આધારશિલા છે. નયદ્વારના વિવેચનની સાથે જ ચારે પ્રકારના અનુગદ્વારનું વર્ણન પૂરું થાય છે.
આ પ્રમાણે અનુગદ્વાર સૂત્રમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ જેન પારિભાષિક શબ્દ - સિદ્ધાન્તોનું વિવેચન છે. ઉપક્રમ નિક્ષેપ શેલીની પ્રધાનતા હોવાથી અને સાથે ભેદ– પ્રભેદોની પ્રચુરતા હોવાથી આ આગમ અન્ય આગમથી કિલષ્ટ છે તથાપિ જેનદર્શનના રહસ્યને સમજવા માટે આ અતીવ ઉપયોગી ગ્રન્થ છે. જેના આગમની પ્રાચીન ગ્રૂણી ટીકાઓના પ્રારંભના ભાગને જોતાં જ્ઞાન થાય છે કે સમગ્ર નિરૂપણમાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે કે જે અનુયાગદ્વારમાં છે. આ માત્ર શ્વેતાંબરમાન્ય નાગમની ટીકાને જ લાગુ થાય છે એમ નથી પરંતુ દિગંબરોએ પણ આ પદ્ધતિ અપનાવી છે આનું પ્રમાણ દિગંબર માન્ય ષટખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાથી પ્રાપ્ત થાય છે. આથી આની પ્રાચીનતાનું સહેજે અનુમાન લગાડી શકાય છે. અનુગદ્વારમાં સાંસ્કૃતિક સામગ્રી પણ પ્રચુર માત્રામાં છે. સંગીતના સાત સ્વર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવરસ, સામુદ્રિક લક્ષ, ૧૦૮ આગળના માપવાળા, શંખાદિ ચિહ્નવાળા, મસ, તલ વિ. વ્યંજનવાળા ઉત્તમ પુરુષે વિ. નું વિવિધ વર્ણન છે. નિમિત્તના સંબંધમાં પણ પ્રકાશ પાડયો છે, જેમ કે આકાશદર્શન અને નક્ષત્રાદિના પ્રશસ્ત યોગ થવા પર સુવૃષ્ટિ અને અપ્રશસ્ત યોગ થવા પર દુર્મિક્ષ વિ. થાય છે. આ પ્રમાણે સાંસ્કૃતિક તથા સામાજિક વર્ણનનું નિરૂપણ કર્યું છે.'
અનુગ દ્વારના રચયિતા અથવા સંકલનકર્તા આર્યરક્ષિત માનવામાં આવે છે. આર્ય રક્ષિતથી પહેલાં એવી પદ્ધતિ હતી કે આચાર્ય પિતાના મેધાવી શિષ્યોને નાના મોટા બધા સૂત્રોની વાચના આપતી વખતે ચારે અનુગોનો બેધ તેમને કરાવી દેતા હતા. તે વાચનાનું શું રૂપ હતું તે આજે અમારી સમક્ષ નથી તથાપિ એટલું કહી શકાય છે કે તેઓ વાચના આપતી વખતે પ્રત્યેક સૂત્ર પર આચાર ધર્મ, તેના પાલનકર્તા, તેમની સાધનક્ષેત્રનો વિસ્તાર, નિયમ ગ્રહણ કરવાની કેટિ અને ભંગ વિનું વર્ણન કરી બધા અનુયોગોને એકી સાથે બંધ કરાવી દેતા હતા. આ જ વાચનને અપૃથકત્વાનુગ કહેલ છે. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે ચરણ કરણનુયોગ આદિ ચારે અનુગોને પ્રત્યેક સૂત્ર પર વિચાર કરવામાં આવે છે તેને અપૃથકત્વાનુયોગ કહે છે. અમૃથકવાનુગમાં વિભિન્ન નયદષ્ટિઓનું અવતરણ કરવામાં આવે છે અને તેમાં પ્રત્યેક સૂત્ર પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. જે
આર્ય વજસ્વામી સુધી કાલિક આગના અનુગ (વાચના) માં અનુગોનું અપૃથકત્વરૂપ રહ્યું. ત્યાર પછી આર્ય રક્ષિતથી કાલિકશ્રત અને દષ્ટિવાદના પૃથક અનુયોગની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આર્ય રક્ષિતન ધર્મશાસનમાં જ્ઞાની, ધ્યાન, તપસ્વી અને વાદી બધા પ્રકારના સંતો હતા. તે શિખ્યામાં પુષ્યમિત્ર નામના ૩ વિશિષ્ટ મહામેધાવી શિષ્યો હતા. તેમાંથી એકને દુર્બલિકા પુષ્યમિત્ર, બીજાને ધૃતપુષ્યમિત્ર અને ત્રીજાને વસ્ત્રપુષ્યમિત્ર કહેતા હતા. ધૃતપુષ્યમિત્ર અને વસ્ત્રપુષ્ય મિત્રની લબ્ધિને એવો પ્રભાવ હતો કે જેને લીધે પ્રત્યેક ગૃડને ત્યાંથી શ્રમણને ધૃત અને વસ્ત્ર સહેજે સહર્ષ ઉપલબ્ધ થતા હતા. દુર્બલિક પુષ્યમિત્ર નિરંતર સ્વાધ્યાયમાં તલ્લીન રહેતા હતા. આર્ય રક્ષિતના અન્ય મુનિવૃન્દમાં ફલ્યુરક્ષિત, ઘોષ્ઠામાહિલ વિ. પ્રતિભાસંપન શિષ્યો હતા. જેમને જેટલું સૂત્રપાઠ આચર્યથી પ્રાપ્ત થતા તેથી તેમને સનતેષ થતે નહિ તેથી તેમણે એક પૃથક વાચનાચાર્યની વ્યવસ્થા માટે પ્રાથના કરી. અડચ આ માટે
૧. નંદસુત્ત ૨:યોગદારાઇની પ્રસ્તાવના પૃ. ૫ થી ૭૦. ૨. એyહત્તમેશભા સુરો રો સુવિથઈ જત્થા
ભનંતણુઓના ચરણ ધમ્મ સખાણદવાણું ૩. જાવતિ એજજવઇરા અપુહુરં કાલિયાશુગે યા
તેગાણ પુરાં કાલિયસુય દિઠ્ઠિવાયે યા
- આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૮૩)
આગમસાર દોહન Jain Education International
For Private & Personal Use Only
૩૦૧ www.jainelibrary.org