________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવ સમવતાર આમ ૬ ભેદ છે. દ્રવ્યનું સ્વગુણની અપેક્ષાએ આત્મભાવમાં અવતીર્ણ થવું-વ્યવહારનયની અપેક્ષાએ પરરૂપમાં અવતીર્ણ થવું- તેને દ્રવ્ય સમવતાર કહે છે. ક્ષેત્રનું પણ સ્વરૂપ, પરરૂપ અને ઉભયરૂપથી સમવતાર થાય છે. કાળ સમવતાર શ્વાસોચ્છુવાસથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનન્તકાળ સુધીને થાય છે. ભાવ સમવતારના બે ભેદ છે–આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર. ભાવનું પોતાના જ સ્વરૂપમાં સમવતી થવું તે આત્મભાવ સમવતાર કહેવાય છે, જેમ કે-કે ધનુ કે ધ રૂપે સમવતીર્ણ થવું. ભાવનું સ્વરૂપ અને પર૩૫ બનેમાં સમવતાર થવે તે તદુભય ભાવ સમવતાર કહેવાય છે. જેમ કે-કેપનું કેધરૂપે સમવતાર થવાની સાથે જ માનરૂપે સમાવતાર થવું તે તદુભયભાવ-સમવતાર છે. - અનુગદ્વાર સૂત્રમાં મોટો ભાગ ઉપક્રમની ચર્ચાએ રોકી રાખે છે. શેષ ત્રણ નિક્ષેપમાં સક્ષેપમાં છે. પ્રસ્તુત ગ્રંથની રચના એવી છે કે જ્ઞાતવ્ય વિષયનું પ્રતિપાદન ઉપક્રમમાં જ કરી દીધું છે જેથી પછીના વિષયને સમજવા અતિ સુગમ અને સરળ બની જાય છે.
નિક્ષેપ-આ અનુગદ્વારનું બીજું દ્વાર છે. ઉપક્રમ પછી નિક્ષેપ ઉપર ચિન્તન કરવું સરળ થઈ જાય છે. તેથી નિક્ષેપ ઉપર ચિન્તન કરતાં એ ઘનિષ્પન્ન નિક્ષેપ, નામ નિષ્પન્ન નિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ આમ ત્રણ ભેદ કર્યા છે. એ ઘનિષ્પન નિક્ષેપ, અધ્યયન, અક્ષીણ, અય અને ક્ષપણુના રૂપમાં છે પ્રકારનું છે. અધ્યયનના નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન અને ભાવાધ્યયન એમ ઈ ભેદ છે. અક્ષીણુના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદ છે. આમાં ભાવાક્ષીણતાના આગમથી ભા વાક્ષીણતા અને આગમથી ભાવાક્ષીણતા એમ બે ભેદ છે. અક્ષીણ શબ્દના અર્થને ઉપગપૂર્વક જાણ તે આગમથી ભાવાક્ષીણતા કહેવાય છે. વ્યય કરવા છતાં જે કિંચિત્માત્ર પણ ક્ષણ ન થાય તે ને આગમથી ભાવાક્ષીણતા કહેવાય છે. જેમ કે તિવાળા એક દીપકથી શતાધિક દીપક પ્રગટાવી શકાય છે પરંતુ તેમ છતાં તે દીપકની જ્યોતિ જરાપણુ ક્ષીણ થતી નથી તેવી જ રીતે આચાર્ય શ્રતનું જ્ઞાન આપે છે. તેઓ સ્વયં પણ શ્રુતજ્ઞાનથી દીપ્ત રહે છે અને બીજાને પણ પ્રદીપ્ત કરે છે. સારાંશ એ છે કે શ્રુતનું કોઈ પ્રકારે ક્ષીણ ન થવું તે ભાવાક્ષીણતા કહેવાય છે.
આયના નામ, સ્થાપનાદિ ક ભેદ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ તે પ્રશસ્ત આય છે. કેધ, માન, માયા, લોભ, વિ. ની પ્રાપ્તિ તે અપ્રશસ્ત આય છે. આ ક્ષપણાના નામ-સ્થાપનાદિ ૪ પ્રકાર છે. ક્ષપણાનો અર્થ નિર્જરા, ક્ષય થાય છે. ક્રોધાદિનું ક્ષય થવું તે પ્રશસ્ત ક્ષપણુ છે. જ્ઞાનાદિનું નષ્ટ થવું તે અપ્રશસ્ત ક્ષપણ છે.
ઘનિષ્પન્ન નિક્ષેપના વિવેચન પછી નામ નિષ્પન્નનિક્ષેપનું વિવેચન કરતાં કહ્યું કે-જે વસ્તુનું નામનિક્ષેપ નિષ્પન્ન થઈ ચૂકયું છે તેને નામનિષ્પન્ન નિક્ષેપ કહે છે જેમ-કે સામાયિક આના પણ નામાદિ પ્રકાર છે. ભાવ સામયિકનું વિવેચન અહીં વિસ્તારથી કર્યું છે. ભાવ સામાયિક કરનાર શ્રમણને આદર્શ પ્રસ્તુત કરતાં બતાવ્યું છે કે જેનો આત્મા સર્વ વ્યાપારથી નિવૃત્ત થઈને મૂલગુણરૂપ સંયમ, ઉત્તરગુરૂપ નિયમ તથા તપાદિમાં લીન છે તેને જ ભાવ સામાયિકનો અનુપમ લાભ પ્રાપ્ત થાય છે. જે ત્રસ અને સ્થાવર બધા પ્રાણીઓને આત્મવત્ જુએ છે, તેમના પ્રત્યે સમભાવ રાખે તે જ સામયિકને સાચે અધિકારી છે. જેવી રીતે મને દુઃખ પ્રિય નથી તેવીજ રીતે અન્ય પ્રાણીઓને પણ દુઃખ પ્રિય નથી એમ જાણીને જે ન કોઈ પ્રાણીને હણે છે અને ન બીજા પાસે ઘાત કરાવે છે તે જ શ્રમણ છે.
- સૂવાલાપક નિક્ષેપ તેને કહેવાય છે કે જેમાં કરેમિ ભંતે સામાઈયે” આદિ પદેના નામાદિ ભેદપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવે છે. આમાં સૂત્રનું ઉચ્ચારણ શુદ્ધ અને સ્પષ્ટ રૂપથી કરવાની ભલામણ કરી છે.
અનુગદ્વારનું ત્રીજું દ્વાર “અનુગમ છે. તેના સૂત્રાનુગમ અને નિર્યુકિત અનુગમ એમ બે ભેદ છે. નિર્યુકિયનગમના ત્રણ ભેદ છે –નિક્ષેપ નિયુકત્યનુગમ, ઉદૂવાત નિયુકત્યનુગમ, અને સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ. આમાં નિક્ષેપ નિયુકિતનું વિવેચન કરી ગયા છીએ. ઉપઘાત નિર્યુકિતના ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ આદિ ૨૬ ભેદ બતાવ્યા છે. ૩૦૦
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org