________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આગમના ત્રણ પ્રકાર છે–સૂત્રાગમ, અર્થાગમ અને તદ્રુભયાગમ અથવા આત્માગમ, અનંતરાગમ અને પરપરાગમ આ પ્રમાણે ૩ ભેદ પણ થાય છે. તીર્થંકર દ્વારા કથિત અર્થ તેમના માટે આત્માગમ છે. ગણધર રચિત સૂત્ર ગણધર માટે આત્માગમ છે. અને અર્થ તેમના માટે પરપરાગમ છે. ત્યાર પછીના આત્માએ માટે સૂત્ર અને અર્થ અને પરપરાગમ છે. આ પ્રમાણે જ્ઞાનગુણ પ્રમાણુનુ વિસ્તારથી વર્ણન કરેલ છે.
દર્શનગુણુ પ્રમાણુના ચાર પ્રકાર છે-ચક્ષુન, અચક્ષુન, અવધિન અને કેવળદર્શન ગુણપ્રમાણ.
ચારિત્ર ગુણ પ્રમાણુના પાંચ ભેદ છે—સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સુક્ષ્મસ પરાય અને ચયાખ્યાત ચારિત્ર ગુણપ્રમાણુ,
સામાયિક ચારિત્ર ઇત્વરિક અને યાવથિત રૂપથી એ પ્રકારનુ છે. છેદેપસ્થાપનીય ચારિત્ર પણ સાતિચાર અને નિરતિચાર (સક્રેષ અને નિર્દોષ) એમ એ પ્રકારનુ છે. એ જ પ્રમાણે પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત ચારિત્ર પણ અનુક્રમે નિવિશ્યમાન અને નિવિષ્ટકાયિક, પ્રતિપાતી અને અપ્રતિપાતી, છાવસ્થિક અને કૈવલિક આ પ્રમાણે અમ્બે પ્રકારનાં છે. ચારિત્ર ગુણ પ્રમાણુના અવાન્તર બે-પ્રભેદો ઉપર પ્રસ્તુત આગમમાં વિવેચન કરેલ નથી. અજીવ શુષુપ્રમાણુના પાંચ પ્રકાર છે. વર્ણશુપ્રમાણુ,ગધગુણપ્રમાણ, રસગુણપ્રમાણ, સ્પગુણપ્રમાણ અને સંસ્થાનગુણુપ્રમાણુ. આ પ્રમાણે અનુક્રમે ૫, ૨, ૫, ૮ અને ૫ ભે પ્રતિપાદિત કર્યા છે. આમ વિસ્તારથી ગુણપ્રમાણુનું વન આપેલ છે.
ભાવ પ્રમાણને ખીજો ભેદ નયપ્રમાણ છે. નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત; આમ સાત પ્રકાર છે. પ્રસ્થક, વસતિ અને પ્રદેશના દૃષ્ટાન્તથી આ નર્યાના સ્વરૂપને સમજાવ્યુ છે.
ભાવપ્રમાણને ત્રીજો બે સંખ્યા પ્રમાણ છે. તે નામસ ંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રબ્યસ ંખ્યા, ઉપમાનસંખ્યા, પરિમાણુસ ંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણનાસંખ્યા અને ભાવસંખ્યા એમ ૮ પ્રકારના છે. આમાં ગણનાસ ંખ્યા વિશેષ મહત્ત્વપૂર્ણ ઢાવાથી તેના ઉપર વિસ્તારથી વિવેચન કર્યું છે. જેની દ્વારા ગણના કરવામાં આવે તે ગણનાસંખ્યા કહેવાય છે. એકને એક ગણવામાં આવતા નથી તેથી મેથી ગણુનાની સંખ્યાના પ્રારંભ થાય છે. સ ંખ્યાના સભ્યેયક, અસભ્યેયક અને અનંતક એમ ૩ ભેદ છે. સભ્યેયકના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩ ભેદ છે. અસભ્યેયકના પરીતા સંખ્યેયક, યુકતા સંધ્યેયક અને અસંખ્યેયા સભ્યેયક એ ત્રણેના જધન્ય; મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩-૩ ભેદ છે. આ પ્રમાણે અસંખ્યેયકના ૯ ભેદ થાય છે. અનંતકના પરીતા અન ંતક, મુકતા અનંતક અને અનન્તાનન્તક એમ ૩ પ્રકાર છે. આમાંથી પરીતા અનંતક અને ચુકતાનન્તકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩-૩ ભેદ્દ છે અને અનન્તાન્તકના જધન્ય અને મધ્યમ માત્ર બે ભેદ થાય છે. આ રીતે અનતકના કુલ ૮ ભેદ થાય છે. આમ સંખ્યેયકના ૩, અસ ંખ્યેયકના ૯ અને અનન્તકના ૮ મળી ૨૦ ભે થયા. ભાવપ્રમાણુનું વર્ણન પૂરું થયું.
અગાઉ પૂર્વ પૃષ્ઠોમાં સામાયિકના ચાર અનુયાગેામાંથી પ્રથમ અનુયે ગદ્વાર-ઉપક્રમના આનુપૂર્વી, નામ, પ્રમાણુ વકતવ્યતા, અર્થાધિકાર અને સમવતાર આ છ ભેદ કર્યા હતા. તેમાંથી આનુપૂર્વી, નામ અને પ્રમાણ ઉપર અહીં ચિન્તન કર્યું. હવે ખાકીના ત્રણ ઉપર ચિન્તન કરવાનું છે.
વકતવ્યતાના સ્વસમય વકતવ્યતા, પરસમય વક્તવ્યતા અને ઉભયસમય વકતવ્યતા, આમ ૩ પ્રકાર છે. ધર્માસ્તિકાચ, અધર્માસ્તિકાય વિ. સ્વસિદ્ધાન્તાનું વર્ણન કરવું તે સ્વસમય વકતવ્યતા છે. અન્ય મતાના સિદ્ધાન્તાની વ્યાખ્યા કરવી તે પરસમય વકતવ્યતા છે. સ્વ-પર ઉભય મતાની વ્યાખ્યા કરવી તે ઉભયસમય વક્તવ્યતા છે.
જે અધ્યયનના જે અં-અર્થાત્ વિષય છે તે જ તે અધ્યયનના અર્થાધિકાર છે. જેમ-કે આવશ્યક સૂત્રના ૬ અધ્યયનાના સાવધયાગથી નિવૃત્તિ એ તેને વિષયાધિકાર છે તે જ અર્થાધિકાર કહેવાય છે.
સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી વિ. જે દ્વારા છે તેમાં તે તે વિષયાને સમવતાર કરવા. અર્થાત્ સામાયિક વિ. અધ્યયનાની આનુપૂર્વી વિ. પાંચ વાતેથી વિચારણા કરી, ચેાજના કરવી. સમવતાર નામના નામ,
આગમસાર દાહન
Jain Education International
For Private Personal Use Only
૨૯૯ www.jainelibrary.org