________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમયની એક આવલિકા, સંખ્યાત આવલિકાને એક ઉચ્છવાસ–નિશ્વાસ થાય છે. પ્રસન્નચિત્તા અને પૂર્ણ સ્વસ્થ વ્યકિતના એક શ્વાસોચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણેને એક સ્તક, સાત સ્તોકોને એક લવ-એમ વધતાં શીર્ષ પહેલિકા સુધી સંખ્યા તથા પલ્યોપમ સાગરોપમને અસંખ્યાતે કાળ-આ બધાનું વિસ્તારથી વર્ણન કરેલ છે. જેનો અમે અન્ય આગમોના વિવેચનમાં ઉલ્લેખ કરી ગયા છીએ. આ કાળપ્રમાણથી ચારે ગતિના જીના આ યુષ્ય ઉપર વિચાર કરવામાં આ છે.
ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. ગુણપ્રમાણુ બે પ્રકારના છે-અવગુણ પ્રમાણ અને અછવગુણ પ્રમાણ. જીવગુણુ પ્રમાણુના ૩ ભેદ-જ્ઞાન ગુણપ્રમાણ, દર્શન ગુણપ્રમાણુ અને ચારિત્ર ગુણુપ્રમાણ. આમાંથી જ્ઞાનગુણ પ્રમાણુના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રકાર છે. પ્રત્યક્ષના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને અને ઈન્દ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદ છે. ઈન્દ્રિય પ્રત્યક્ષના ક્ષેત્રેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય સુધી પાંચ પ્રકાર છે. ઈન્દ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ત્રણ ભેદ છે. પ્રત્યક્ષ પ્રમાણુનું વિસ્તૃત વિવરણ નદીસૂત્રના વિવેચનમાં આપી ગયા છીએ,
અનુમાન-પૂર્વવત્, શેષવત્ અને દષ્ટ સાધમ્યવતુ એમ ૩ પ્રકારનું છે. પૂર્વવત્ અનુમાનને સમજાવવા માટે રૂપક આપ્યું છે. જેમકે-કઈ માતાનો પુત્ર લઘુવયમાં પરદેશ ગયો અને યુવક થઈને પાછે પિતાના વતનમાં આવ્યો. તેને જોઈને તેની માતા પૂર્વ લક્ષણથી અનુમાન કરે છે કે આ પુત્ર મારો જ છે. આને પૂર્વવત્ અનુમાન કહે છે.
શેષવત અનુમાન કાર્યથી, કારણથી, ગુણથી, અવયવથી અને આશ્રયથી એમ પાંચ પ્રકારનું છે. કાર્યથી કારણનું જ્ઞાન થવાને કાર્યતઃ (કાર્યથી) અનુમાન કહેવાય છે. જેમકે-શંખ, ભેરી વિ.ના શબ્દોથી તેમના કારણભૂત પદાર્થોનું જ્ઞાન થવું-આ એક પ્રકારનું અનુમાન છે. કારણથી કાર્યનું જ્ઞાન થવાને કારણતઃ અનુમાન કહેવાય છે જેમકે સૂતરના તાંતણુઓથી વસ્ત્ર બને છે, માટીના પિંડથી ઘડો બને છે. ગુણના જ્ઞાનથી ગુણનું જ્ઞાન કરવું તે ગુણતઃ અનુમાન છે, જેમકે-કટીથી સેનાની પરીક્ષા, ગંધથી ફૂલની પરીક્ષ. અવયથી અવયવીનું જ્ઞાન કરવું તે અવયવતઃ અનુમાન છે. શિંગડાથી ભેંસનું, કલગીથી કૂકડાનું, દાંતથી હાથીનું. જેમાં આશ્રયથી આશ્રયીનું જ્ઞાન થાય તે આશ્રયતઃ અનુમાન છે. સાધનથી સાધ્યની ઓળખાણ થાય છે જેમકે-ધુમાડાથી અગ્નિ, વાદળાંથી પાણી અને સદાચરણથી કુલીન પુત્રનું જ્ઞાન થાય છે.
દૃષ્ટ સાધમ્પવત અનુમાનના સામાન્ય દષ્ટ અને વિશેષદષ્ટ એમ બે ભેદ છે. કોઈ માણસને જોતાં દેશના અથવા તેની જાતિના અન્ય માણસની આકૃતિ વિ. નું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. આ જ પ્રમાણે અનેક વ્યકિતઓની આકૃતિ વિ. થી એક વ્યકિતની આકૃતિનું અનુમાન પણ કરી શકાય છે. કેઈ વ્યકિતને પહેલા એકવાર જે હોય કરી તેને બીજે સ્થળે જો સારી રીતે ઓળખી લે તે વિશેષ દૃષ્ટ અનુમાન છે.
ઉપમાન પ્રમાણુના સાધર્મોપમીત અને વૈધપેપમીત એમ બે ભેદ છે. સાધચ્ચેપમીતના કિંચિત્ સાધચ્ચેપમીત, પ્રાયઃ સાધર્મોપમીત અને સર્વ સાધમ્ય પમીત એમ ૩ પ્રકાર છે. જેમાં થોડું સાધમ્ય (સમાનતા) હોય છે તે કિચિત સાધર્મોપમીત છે જેમકે જે સૂર્ય છે તે આગીયે છે કારણ બને પ્રકાશે છે. જેવો ચન્દ્ર છે તેવું કુમુદ છે કારણ કે બન્નેમાં શીતળતા છે. જેમાં વધુમાં વધુ સમાનતા હોય તે પ્રાયઃ સાધર્મોપમીત છે. જેમકે-જેવી ગાય હોય છે તેવી નીલગાય હોય છે. જેમાં બધા પ્રકારની સમાનતા જોવામાં આવે તેને સર્વ સાધર્મોપમીત કહે છે આ ઉપમા દેશ, કાળ વિ. ની ભિન્નતાને લીધે અન્યમાં પ્રાપ્ત થતી નથી તેથી પિતાને પોતાની સાથે ઉપમા આપવી, વસ્તુને તેની જ પિતાની સાથે ઉપમા આપવી તે સર્વ સાધર્મોપમીત ઉપમાન છે. આમાં ઉપમેય અને ઉપમાન બને જુદાં હેતાં નથી. જેમકે-સાગર સાગરની જેવો છે, તીર્થકર તીર્થ કર સમાન છે.
વૈધર્મોપમીતના પણ કિંચિત્ વૈધપમીત પ્રાયઃ વૈધપતિ અને સર્વ વૈધ પમીત આમ ૩ ભેદ બતાવ્યા છે. સાધમ્મથી વિપરીત વૈધ એટલે અસમાનતા. વસ્તુને અસમાનની ઉપમા આપવી તે વૈધર્મોપમીત છે.
આગમ બે પ્રકારના છે-લૈકિક અને લોકોત્તર મિથ્યાષ્ટિઓના બનાવેલા ગ્રન્થ લૈકિક આગમ છે. જેમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા સર્વજ્ઞ, સર્વદશી દ્વારા પ્રતિપાદિત દ્વાદશાંગી ગણિપિટક એ લકત્તર આગમ છે. બીજી રીતે
૨૮ Jain Education International
તવદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org