SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ માન. ઉમાન. અવમાન, ગણિતમાન અને પ્રતિમાન એમ પાંચ પ્રકાર છે. આમાંથી માનના બે પ્રકાર છે. ધાન્યમાન પ્રમાણુ, રસમાન પ્રમાણ. ધાન્યમાન પ્રમાણના પ્રશ્રુતિ, સેધિકા, કુડલ, પ્રસ્થ, આઢક, દ્રોણ, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કુંભ વિ અનેક ભેદ છે એજ પ્રમાણે સમાન પ્રમાણુના વિવિધ ભેદે છે. ઉન્માન પ્રમાણુના અદ્ધકર્ષ, કર્ણ, અર્કાપલ, પલ, અદ્ધતુલા તુલા, અદ્ધ ભાર વિ. અનેક પ્રકાર છે. આ પ્રમાણથી કુમકુમ, ખાંડ, ગોળ વિ. વસ્તુઓનું પ્રમાણ મપાય છે. જે પ્રમાણુથી ભૂમિ વિ. નું માપ કરવામાં આવે તે અવમાન કહેવાય છે. તેના હાથ, દંડ, ધનુષ્ય આદિ અનેક પ્રકારો છે. ગણિતમાન પ્રમાણમાં સંખ્યા વડે પ્રમાણુ કાઢવામાં આવે છે. જેમકે એક બેથી લઈને હજાર, લાખ, કરોડ વિ. જે વડે દ્રવ્યના આય-વ્યયને હિસાબ કરવામાં આવે. પ્રતિમાન જેવી સુવર્ણ વિ. માપવામાં આવે. આના ચઠી, કાંગણી, રતી, માશા, તેલા વિ. અનેક ભેદ છે. આ પ્રમાણે દ્રવ્ય પ્રમાણની ચર્ચા વિચારણા કરી છે. ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. એક પ્રદેશાવાહી ક્રિપ્રદેશાવાહી, વિ. પુદગલેથી વ્યાપ્તક્ષેત્રને પ્રદેશનિ પન્ન ક્ષેત્ર પ્રમાણ કર્યું છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના આંગળ, વેંત, હાથ, કુક્ષિ, દંડ, કેશ, જન વિ. અનેક પ્રકાર છે. આંગળ (અંગુલ) ત્રણ પ્રકારનું છે. આમાંગુલ, ઉસેધાંગુલ અને પ્રમાણુગુલ. જે કાળે જે માન થાય છે તેમના પિતાના આંગળથી ૧૨ આંગળ પ્રમાણ મેતું હોય છે. ૧૦૮ આંગળ પ્રમાણ પૂરું શરીર હોય છે. તે પુરુષો ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપથી ત્રણ પ્રકારના છે જે પુરુષોમાં સંપૂર્ણ લક્ષણો છે અને જેમનું શરીર ૧૦૮ આંગળ પ્રમાણ છે તે ઉત્તમ પુરુષ છે. જે પુરુષનું શરીર ૧૦૪ આંગળ પ્રમાણ છે તે મધ્યમ પુરુષ છે અને જેમનું શરીર ૯૬ આંગળ પ્રમાણ છે તે જઘન્ય પુરુષ છે. આ આંગળના પ્રમાણથી છ આંગળને ૧ પાદ, ૨ પાદવલી ૧ વિતતિ (વંત), ૨ વિતસ્તિને ૧ હાથ, ૨ હાથની ૧ કુક્ષિ, ૨ કુક્ષિનું ૧ ધનુષ્ય, બે હજાર ધનુષ્યને ૧ કેશ, ૪ કેશને ૧ પેજન થાય છે. આ પ્રમાણથી આરામ, ઉઘડન, કાનન, વન, વનખંડ, કૂવા, વાવડી, નદી, ખીણ, ગઢ, સ્તૂપ વિ. મપાય છે. ઉલ્લેધાંગુલનું પ્રમાણ બતાવતાં પરમાણુ, ત્રસરેણુ, રથરેણુનું વિવિધ પ્રકારે વર્ણન કર્યું છે. પ્રકાશમાં જે રજકણે આંખેથી દેખાય છે તે ત્રસરેણુ છે રથના ચાલવાથી જે ધૂળ ઊડે છે તે રથરેણુ છે. પરમાણુનું બે દષ્ટિથી પ્રતિપાદન કર્યું છે–સૂક્ષમ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ અનંત સુક્રમ પરમાણુઓના મળવાથી એક વ્યાવહારિક પરમાણુ બને છે. વ્યાવહારિક પરમાણુની અનુક્રમે વૃદ્ધિ થતાં થતાં માનવનું વાળાગ્ર, લીખ, જૂ, યવ અને આગળ બને છે જે અનુક્રમે એકેકથી આઠગણું વધુ હોય છે. પ્રસ્તુત આગળના પ્રમાણુથી છ આંગળને આદ્ધપાદ, ૧૨ ૨ આંગળને ૧ હસ્ત, ૪૮ આંગળની ૧ કુક્ષિ, ૬ આંગળનું ૧ ધનુષ્ય થાય છે. આ જ ધનુષ્યના પ્રમાણથી બે હજાર ધનુષ્યને ૧ કોશ અને ૪ કોશને ૧ યોજન થાય છે. ઉત્સધાંગુલનું પ્રયોજન ચારે ગતિના પ્રાણિની અવગાહના માપવી-તે છે. આ અવગાહનાના જઘન્ય અને ઉષ્કૃષ્ટ એમ બે પ્રકાર છે. જેમકે નરકમાં નારકીની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે. અને ઉત્તરક્રિય કરે તે જઘન્ય આગળના સંખ્યાતમા ભાગે અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્યની અવગાહના હોય છે. આ પ્રમાણે ઉલ્લેધાંગુલનું પ્રમાણુ સ્થાયી, નિશ્ચિત અને સ્થિર છે. ઉધાંગલથી એક હજારગણું અધિક પ્રમાણાંગલ હોય છે. તે પણ ઉસેધાંગલન અણુશુલ હોય છે. તે પણ ઉત્સધાંગુલની જેમ નિશ્ચિત છે. અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ અને તેમના પુત્ર ભરતના આંગળને પ્રમાણગુણ કહે છે. અતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરના એક આંગળના પ્રમાણમાં બે ઉત્સધાંગુલ થાય છે. એટલે કે તેમના ૫૦૦ આંગળ બરાબર ૧૦૦૦ ઉલ્લેધાંગુલ અર્થાત્ ૧ પ્રમાણુગુ થાય છે. આ પ્રમાણુગુલ વડે અનાદિ જે પદાર્થો છે તેમનું માપ કરાય છે. આથી મોટું બીજુ કેઈ આગળ નથી. કાળ પ્રમાણના બે ભેદ છે-પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. એક સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્ક વિ. ના કાળ પ્રદેશને નિષ્પન્ન કાળ પ્રમાણુ કહેવાય છે. સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહારાત્રિ, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવસર્પિણી, પુગલ પરાવર્તન વિ. ને વિભાગનિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. “સમય” એ ઘણે જ સૂક્ષ્મ કાળનું માપ (પ્રમાણ) છે. તેનું સ્વરૂપ બતાવવા માટે–વસ્ત્ર ફડવા સંબંધી દષ્ટાન્ન આપ્યું છે. અસંખ્યાત આગમસાર દેહન Jain Education International २८७ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy