SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આવશ્યક ઉપર વિક્ષેપ ઉતાર્યા પછી સૂત્રકાર શ્રત, સ્કન્ધ અને અધ્યયનનું નિક્ષેપપૂર્વક વિવેચન કરે છે. શ્રત પણ આવશ્યકની જેમજ ૪ પ્રકારનું છે. નામથુત સ્થાપનાશ્રુત, દ્રવ્યકૃત અને ભાવથુત, કૃતના શ્રત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, ઉપદેશ, પ્રજ્ઞાપના, પ્રવચન એવં આગમ આ બધા કાર્યવાચી નામ છે. ૧ સ્કલ્પના પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ૪ પ્રકાર છે. સ્કન્ધના ગણ, કાય, નિકાય, કન્ય, વર્ગ, રાશિ, પંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ આ બધા એકાર્યવાચી નામે છે. અધ્યયનના ૬ પ્રકાર છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સામાયિકરૂપ પ્રથમ અધ્યયનના ઉપક્રમ, નિક્ષેપ અનુગમ અને નય એમ ચાર અનુગદ્વાર છે. ઉપક્રમ નામપક્રમ, સ્થાપનો ક્રમ દ્રવ્યપક્રમ, ક્ષેત્રેપક્રમ, કાળાપક્રમ અને ભાવપક્રમરૂપ ૬ પ્રકારનું છે. બીજી રીતે ૫ણ ઉપક્રમના ૬ ભેદ બતાવવામાં આવ્યા છે. આનુપૂવી, નામ, પ્રમાણુ, વકતવ્યતા, અર્વાધિકાર અને સમવતાર. ઉપક્રમનું પ્રયોજન એ છે કે ગ્રન્થ સંબંધી પ્રારંભિક જ્ઞાતવ્ય વિષયની ચર્ચા હોવાથી ગ્રંથમાં આવેલા વિષયને કમરૂપથી નિક્ષેપ કરવા. આનુપૂવીના નામાનુપૂવ, સ્થાપનાનુ પૂવી, દ્રવ્યાનુપૂર્વી, ક્ષેત્રાનુપૂર્વી, કાળાનુપૂવી, ઉત્કીર્તનાનુપૂવી, ગણનાનુપૂરી, સંસ્થાનુપૂર્વી, સામાચાર્યાનુપૂવર, ભાવાનુપૂવ એમ દશ પ્રકાર છે. જેમનું સૂત્રકારે અતિવિસ્તારથી નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત વિવેચનમાં અનેક જૈન માન્યતાઓનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. નામાનુપૂવીમાં નામના એક બે યાવત્ દસ નામ બતાવ્યા છે. સંસારના સમસ્ત દ્રવ્યોના એકાÁવાચી અનેક નામ હોય છે પરંતુ તે બધા એક નામની જ અંદર આવી જાય છે. હિનામના એકાક્ષરિક નામ અને અનેકાક્ષરિક નામ એમ બે ભેદ છે. જેના ઉચ્ચારણમાં એક જ અક્ષરને પ્રયોગ થાય તે એકાક્ષરિક નામ છે. જેમકે ઘી, સ્ત્રી, શ્રી, વિ. જેના ઉચ્ચારણમાં અનેક અક્ષર આવતા હોય તે અનેકાક્ષરિક નામ છે. જેમકે કન્યા, વીણા, લત્તા, માલા ઇત્યાદિ અથવા જીવનામ, અજીવનામ અથવા અવિશેષિક, નામ અને વિશેષિકનામ આમ બે પ્રકાર પણ થાય છે. તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ત્રિનામના દ્રવ્યનામ, ગુણનામ અને પર્યાયનામ એમ ત્રણ પ્રકાર છે. દ્રવ્યનામના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. પુદગલાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) એમ છ ભેદ છે. ગુણનામના વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ આદિ અનેક ભેદ-પ્રભેદ છે. પર્યાયનામના એક ગુણ કૃષ્ણ, દ્વિગુણ કૃષ્ણ, ત્રિગુણ કૃષ્ણ યાવત્ દસ ગુણ, સંખેય ગુણ, અસંખ્યયગુણ અને અનંતગુણ કુણુ ઈત્યાદિ અનેક પ્રકાર છે. ચતુનમ ચાર પ્રકારનું છે. આગમત, લેપતા, પ્રકૃતિ અને વિકારતઃ, વિભકત્યન્ત પદોમાં વર્ણનું આગમન થવાથી જે પદ થાય તે આગમતઃ છે, જેમકે પદ્યનું પાનિ. વન લોપ થવાથી જે પદ બને છે તે લેપતઃ પદ છે. જેમકે પત્ર-પત્ર. સંધિકાર્ય પ્રાપ્ત થવા છતાં પણ સંધિ ન થાય તે પ્રકૃતિભાવ કહેવાય છે. જેમકે શાલે એતે, માટે દષ્ટાન્ત-દંડાત્ર, નદી, મધૂદકમ વિ. પંચનામ પાંચ પકારનું છે. નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઉપસર્ગિક અને મિશ્ર. ષષ્ઠનામ ઐયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક અને સાન્નિપાતિક એમ છ પ્રકારનું છે. આ છ એ ભાવ ઉપ૨ કર્મસિદ્ધાન્ત તથા ગુણસ્થાનની દષ્ટિએ વિસ્તારપૂર્વક પ્રકાશ પાડે છે. ત્યાર પછી સપ્તનામમાં સપ્તસ્વર, અષ્ટનામમાં આઠ વિભકિતે, નવ નામમાં નવ રસ અને દશ નામમાં ગુણવાચક દશ નામ બતાવ્યા છે. ઉપક્રમના ત્રીજા ભેદપ્રમાણ ઉપર ચિન્તન કરતાં દ્રવ્યપ્રમાણુ, કાળપ્રમાણ અને ભાવપ્રમાણુ એમ ચાર ભેદ બતાવ્યા છે. દ્રવ્યપ્રમાણુ પ્રદેશ નિષ્પન અને વિભાગ નિષ્પન્ન રૂપથી બે પ્રકારનું છે. પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણની અન્દર પરમાણુ, દ્ધિપ્રદેશી સ્કન્ધ યાવત્ દશ પ્રદેશી સ્કન્ધ વિ. આવે છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુના - સૂ. ૪૨, ગા. ૧ ૧. સુર્ય, સુાં ગંદં સિદ્ધાંત સાસણ આત્તિ વયણ ઉવસે | પણવણે ગમે વિય એટઠા પજવા સુ // ૨. ગણ કાએ નિકાએ ચિએ ખંધે વચ્ચે તહેવ રાસીયા પુજે ય પિ નિગર સંઘાએ આઉલ સમૂહ - સૂ. ૧૨ ગા. ૧ (સ્કન્ધાધિકાર) ૨૯૬ તત્વદર્શન org Jain Education Interational For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy