________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શિષ્ય દેવદ્ધિ અને દુષ્યગણના શિષ્ય દેવવાચક બંને એક નથી. આગમ પ્રભાવક મુનિ પુણ્યવિજ્યજી, પં. દલસુખભાઈ માલવણિયા વિ. પણ બંનેને જુદા જુદા માને છે. * ક૯પસુત્ર અને નંદીસૂત્રની સ્થવિરાવલીમાં એટલા માટે ભેદ છે.
પં. શ્રી કલ્યાણવિજ્યજીએ દેવવાચક અને દેવદ્ધિને એક માનેલ છે તેથી કલ્પસૂત્રના આધારે તેઓ દેવદ્ધિને સમય ભ. મહાવીરના નિર્વાણ પછી ૯૮૦મું વર્ષ માને છે તેથી તેમના મતાનુસાર જે બંને એક હોય દેવવાચકને સમય પણ તેજ ૯૮૦મું વર્ષ માનવું જોઈએ. પરંતુ તે બંને જે જુદા હોય તે તેમની સમય વિચારણું પણ અલગ માનવી આવશ્યક છે. વલભી સ્થવિરાવલીમાં ભૂતદિન્નના ૭૯ વર્ષ અને કાલકાચાર્યના ૧૧ વર્ષ પછીના બતાવ્યા છે અને કાલકની સાથે તે સ્થવિરાવલી પૂરી થાય છે અને અંતે વીરનિવાણ ૯૮૧ માં કાલકને સમય પૂર્ણ થાય છે.
દેવવાચકની જે પરંપરા નદીમાં આપી છે તે અનુસાર 'ભૂતદિન પછી કાલક નહિ પરંતુ લૌહિત્યને ઉલ્લેખ છે અને લાહિત્ય પછી પોતાના ગુરુ દુષ્પગથિનો ઉલ્લેખ છે. વલભી સ્થવિરાવલી અનુસાર કાલકના જે ૧૧ વર્ષ ગણવામાં ન આવે તો ભૂતદિનને સ્વર્ગવાસ વિરનિર્વાણ પછી ૯૭૦ (વિ. સં. ૫૦૦)માં થયો. ત્યારબાદ નંદી અનુસાર લાહિત્ય થયા અને પછી દૂષ્યગણિ, દુષ્યગણિના શિષ્ય દેવવાચક છે. એવો પણ સંભવ છે કે ભૂતદિનને સમય ૭૯ વર્ષ જેટલો લાંબો હોય તો તેમની ઉપસ્થિતિમાં જ તેમના શિષ્ય લેહિત્ય અને પ્રશિષ્ય દૂષ્યગણિ બંને વિધમાન રહ્યા હોય. આથી આપણે દેવવાચકને વીરનિવાણ ૯૭૦થી પણ પૂર્વે માની શકીએ છીએ. એમ ન હોય તો પણ ભૂતદિન પછી ૫૦ વર્ષે દેવવાચક થયા એવું માનવામાં કંઈ આપત્તિ આવતી નથી. અર્થાત વિ. સં, ૫૦૦થી ૫૫૦ સુધીનો તેમનો સમય માની શકાય છે.
દેવવાચકના સમયની વિ. સં. ૫૫૦ આ અંતિમ અવધિ માનવી જોઈએ. તેની પૂર્વે પણ થયા હોય એવી શક્યતા છે. તેમની આ અંતિમ અવધિનું સમર્થન આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યક પણ કરે છે. કારણ કે તેમાં નદીનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય જિનભદ્રને સમય વિ. સં. ૫૪૬ થી ૫૫૦ આસપાસને છે. તેથી નંદીની રચના તેમના વિશેષાવશ્યકથી પૂર્વે કરી હોય એ નિશ્ચિત છે. વીર નિર્વાણ ૯૮૦ અથવા ૯૯ (વિ. સં. ૫૧૦-પ૨૩)માં આચાર્ય દેવર્ષિએ કલપસૂત્રનું લેખન પૂર્ણ કર્યું છે તેથી નંદીનો સમય તેની પૂવેનો જ હોવો જોઈએ. કારણ કે નદીનો ઉલ્લેખ અન્ય અંગ આગમમાં આવે જ છે તેથી આ વાત સંદેહ રહિત છે કે નંદીસૂત્રની રચના વિ. સં. ૫૨૩ થી પૂર્વે થઈ ગઈ હતી.
આવશ્યક નિર્યુક્તિ બીજા ભદ્રબાહુની કૃતિ છે. વરાહમિહિર કે જેમણે વિ. સં. પ૬૨માં પંચસિદ્ધાંતિક લખી છે. તે તેમના સમકાલિન છે. તેથી આવશ્યક નિર્યુકિતને સમય પણ વિ. સં. પદર માની લઈએ તે પણ નંદીની રચના તેથી પ્રવે થઈ હશે. એમ યુકિતસંગત માલુમ પડે છે અને અંગાદિના વલ્લભી લેખનકાળને ધ્યાનમાં લઈએ તે પૂર્વે વિ. સં. પર૩ પહેલાં નંદીની રચના માનવામાં કંઈ હરકત નથી.
અનુગદ્વાર મૂળ આગમ સાહિત્યમાં નંદી પછી અનુગદ્વાર આવે છે. જેમાં પાંચ જ્ઞાનરૂપી નદી મંગળ સ્વરૂપ છે તેવી જ રીતે અનુગદ્વારસૂત્ર પણ સમગ્ર આગમોને અને તેમની વ્યાખ્યાઓ સમજવા માટે ચાવીરૂપ છે. આ બને આગમ એકબીજાના પૂરક છે. આગામેના વગીકરણમાં આ બને આગમોનું સ્થાન ચૂલિકાવર્ગમાં રાખવામાં આવ્યું છે. જેવી ૧. દૂસગણિસો દેવવાયગે સાધુણહિયઠાએ ઇણમાહ
- (નન્દી ચૂણિ પૃ. ૧૦) (ખ) એવમાહ- દૂષણ શિષ્યો દેવવાચક ઇતિ ગાથાર્થ :
- (નન્દી-હારિભદ્રીય વૃત્તિ પૃ. ૨૦) (ગ) દેવવાડધિકૃતાધ્યયન વિષયભૂસ્ય જ્ઞાનય પ્રરૂપણાં કુનદાહ
-- (એજન પૃ. ૨૩) (ઘ) તત આચાડપિ દેવવાચક નામાં જ્ઞાનપંચકં વ્યાચિખ્યા તીર્થકૃમ્નતિમભિધાતુમા (શ્રી મલયગિરિયા નન્દી વૃત્તિ પૃ. ૨) (૩) દુષગણિપાદોપસેવ પૂર્વાન્તગતિ સૂત્રારકો દેવવાચકો યોગ્ય વિનય પરીક્ષા કૃત્વા સમપ્રચધિકૃતાધ્યયન વિયસ્ય જ્ઞાનસ્ય પ્રરૂપણ વિદધાત,
- (એજન પૂ. ૬૫)
આાગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
૨૩. www.jainelibrary.org