SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાહિંદ. સ્મૃતિગ્રંથ રીતે એક ભવ્ય મંદિર શિખરથી વધુ શોભે છે, તેવી રીતે આગમમંદિર પણ નદી અને અનુગદ્વારરૂપ શિખરથી વધુ ઝગમગે અને દીપે છે. અનુગને અર્થ વ્યાખ્યા અથવા વિવેચન થાય છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અનુયોગની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે મૃત અર્થાત્ શબ્દને તેના અર્થની સાથે વેગ કરે તે અનુગ. અથવા સૂત્રને તેના પિતાના અર્થના સંબંધમાં જે અનુરૂપ અથવા અનુકૂળ વ્યાપાર થાય તે અનુગ છે. અનુયાગનું પ્રાકૃતરૂપ અણુ + ચોગ છે. અણુ = સ્તક-સ્વલ્પ, અનુ = પશ્ચાત પણ થાય છે. સૂત્ર = શબ્દ એ અર્થથી અ =સ્તક છે તેથી તેને અણુ કહે છે. વક્રતાના મનમાં અર્થ પ્રથમ આવે છે. ત્યાર પછી તેનું પ્રતિપાદન કરનાર શબ્દનો તે પ્રયોગ કરે છે. અથવા એમ કહી શકાય કે ભ. મહાવીરે પ્રથમ અર્થને ઉપદેશ આપે અને પછી ગણધરોએ સૂત્રની રચના કરી. તેથી સૂત્ર – શબ્દ, અર્થની પછી છે. તેથી સૂત્ર અનુ’ કહેવાય છે. આ “અનુ’ શબ્દનો અર્થની સાથે એગ કરવો તે અનુગ છે. અથવા અનુ-આણુ-સૂત્રને જે વ્યાપાર= અર્થનું પ્રતિપાદન કરે તે અનગ છે. સારાંશ એ છે કે શબ્દોની વ્યાખ્યા કરવાની પ્રક્રિયા – પદ્ધતિને અનુયાગ કહેવાય છે.' ભદ્રબાહુ સ્વામીએ અનુયોગના પર્યાય આ પ્રમાણે બતાવ્યા છે– અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાર્તિક, વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અને બૃહત્કલ્પભાષ્યમાં સંઘદાસગણિએ આ બધાનું વર્ણન પ્રસ્તુત અનુગદ્વારમાં દ્રવ્યાનુયેગની પ્રધાનતા છે. તેમાં ચાર દ્વાર છે. ૧૮૯ ઉપલબ્ધ શ્લેકપ્રમાણ મૂળપાઠ છે. ૧૫ર ગદ્યસૂત્ર છે અને ૧૪૩ પદ્યસૂત્ર છે. અનુગદ્વારમાં પ્રથમ પંચજ્ઞાનથી મંગલાચરણ કર્યું છે. ત્યાર પછી આવશ્યક અનુયોગને ઉલ્લેખ છે. આ ઉપરથી વાંચનારને સહેજે એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા હશે, પરંતુ એમ નથી. આમાં અનુયેગના દ્વાર અર્થાત વ્યાખ્યાઓના દ્વાર, ઉપક્રમ વિ. નું જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન અથવા વ્યાખ્યા પદ્ધતિ કેવી હોવી જોઈએ તે બતાવવા માટે આવશ્યક દૃષ્ટાંતના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં માત્ર આવશ્યક શ્રતસ્કન્ધ અધ્યયન નામના ગ્રન્થની વ્યાખ્યા, તેના છ અધ્યયનને પિડાથે (અર્થાધિકારને નિર્દેશ) તેમના નામ અને સામાયિક શબ્દની વ્યાખ્યા આપી છે. પરંતુ આમાં આવશ્યક સૂત્રના પદની વ્યાખ્યા આપી નથી. આથી સ્પષ્ટ થાય છે કે અનુયાગદ્વાર મુખ્યરૂપથી અનુયાગની વ્યાખ્યાઓના દ્વારોનું નિરૂપણ કરનાર ગ્રન્થ છે, પરંતુ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરનારો ગ્રન્થ નહિ. આગમ સાહિત્યમાં અંગો પછી સવૉધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે. કારણ કે પ્રસ્તુત સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણજીવનનો પ્રારંભ થાય છે અને પ્રતિદિન પ્રાતઃ તથા સાયંકાળની સંધ્યાના સમયે શ્રમણ જીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિ અને આરાધનાનું નિરૂપણ આમાં છે. તેથી અંગોના અધ્યયનની પૂર્વે આવશ્યક’નું અધ્યયન આવશ્યક માનવામાં આવ્યું છે. એટલા માટે જ આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પ્રસ્તુત સૂત્રમાં કરી છે. વ્યાખ્યાના રૂપમાં ભલે સંપૂર્ણ ગ્રન્થની વ્યાખ્યા ન હોય. માત્ર ગ્રન્થના નામના પદેની વ્યાખ્યા ૧. અણુયોજણમાણુગો સુત્તસ્સ ણિયણ જમભિધેયેણે વોવારો વા જોગે જે આશુરૂવોડાકૂલો વા આહ- અનુયોગ ઇતિ ક: શબ્દાર્થ ? ઉચ્ચત-શ્રુતસ્ય વૅનાથૅન અનુયોજનમનુયોગ: અથવા (અણ:) સૂત્રસ્ય સ્વભિયવ્યાપાર યોગ: અનુરૂપેડનુકૂલો (વા) યોગાનુયોગ: અથવા જેમન્થત શેવ પછભાવેહિ સુત્તમણું તસ્સા અભિધેયે વાવારો જોગો તેણે વ સંબંધ છે. અથવાÁત: પશ્ચાભિધાનાત કત્વોચ્ચ સૂત્રમ અનુ, તસ્યાભિધેયેન જનમનુગ: અને વા યોગોગ: અભિધેય વ્યાપાર ઇત્યર્થ: - સ્વપજ્ઞવૃત્તિ-વિશેષાવશ્યક ૨. અણુયોગો અણિયો ભાસ વિભાસા ય વત્તિય ચેવ એતે અણુઓગસ્સ તુ ણામાં એગદિયા પંચ !! - (વશ્યક નિર્યુકિત ગાથા ૧૨૬, વિશેષાવશ્યક ૧૩૮ બૃ. ૧૮૭) ૨૯૪ Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy