SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પૂર્વોક્ત દ્વાદશાંગી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાદિ અને સપ વસિત-સાંત છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અને અપર્યવસિત-અનંત છે. જે સૂત્રની આદિ, મધ્ય અને અંતમાં કઇંક વિશેષતાની સાથે ફરી ફરી એકજ પાઠનું ઉચ્ચાચ્છુ થતું હેાય તે ગમિકશ્રુત કહેવાય છે. જેમકે-દ્રષ્ટિવાદ. તેથી વિપરીત અગમિકશ્રુત છે જેમકે-માચારાંગ વિ. અગપ્રવિષ્ટ અને અગબાહ્ય શ્રુતના અગાઉ પરિચય અપાઈ ગયા છે તેથી સુજ્ઞજનેએ ત્યાં જોઇ લેવું એવું વિનમ્ર સૂચન છે. અંતે શ્રુતજ્ઞાનના ઉપસહાર કરતાં શાસ્ત્રકાર બતાવે છે કે શ્રુતજ્ઞાનનું જ્ઞાન તેવા સાધકને થશે કે જે સુશ્રુષા (શ્રવણેછા), પ્રતિરૃચ્છા, શ્રવણુ, ગ્રહણુ, ઇહા, અપેહ, ધારણા અને આચરણ આ આઠ ગુણાથી યુકત હશે. નદીસૂત્રનું આગમસાહિત્યમાં ઘણું ગહન ગૌરવ અને મહત્ત્વ રહ્યું છે, કારણ કે આમાં ભાવમ’ગલરૂપ પાંચ જ્ઞાનાનુ વર્ણન છે. આગમ અથવા શ્રુત પણ પાંચ જ્ઞાનેામાંથી એક જ્ઞાન છે તેથી નદીનેા સબંધ ખીજા આગમા સાથે સ્વતઃ જોડાઈ જાય છે. તેથી શાસ્ત્રાની વ્યાખ્યા અથવા વાચનાના પ્રાર ંભ નદીથી કરવામાં આવતા હતા એવા ઉલ્લેખ મળે છે. નદીસૂત્રના ત્રણ સંસ્કરણા પ્રાપ્ત થાય છે. પ્રથમ દેવવાચક નદીસૂત્ર, ખીજુ લઘુનદી જેને અનુજ્ઞાનદીપણુ કહે છે અને ત્રીજુ યાગની. દેવવાચક વિરચિત નંદીસૂત્રને તે અહીં પરિચય આપી ચુકયા છીએ. લઘુની જેને અનુજ્ઞાનદી કહે છે, તેમાં અનુજ્ઞા શબ્દના અર્થ આજ્ઞા થાય છે. આચાર્ય જ્યારે પેાતાના શિષ્યને ગણધારણ કરવાની અથવા આચાર્ય બનવાની આજ્ઞા આપે છે તે સમયે, આ મગળરૂપ હાવાથી આના પાઠના ઉપયાગ કરે છે એટલા માટે તેને અનુજ્ઞાનદી એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. અનેક કલ્પામાં એક કલ્પ અનુજ્ઞાકલ્પ પણ છે તેના વિશેષ પરિચય પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિમાં આપ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓએ ‘નદીસુરાં ’ની ભલામણ છે. પ્રસ્તાવના જોવાની ચેગનદીમાં નદીને સંક્ષિપ્ત સાર પ્રસ્તુત કર્યા છે. તેમાં જ્ઞાનના અભિનઐધિક આદિ પાંચ પ્રકાર ખતાવ્યા છે. તેમાંથી માત્ર શ્રુતજ્ઞાનના ઉપદેશાદિ હાય છે અર્થાત્ શ્રુતજ્ઞાનનું અધ્યયન-અધ્યાપન થઇ શકે છે, અને શ્રુતમાં પણ અગપ્રવિષ્ટ અને અગબાહ્યનાજ ઉદ્દેશક હાય છે તેથી પ્રસ્તુત યાગનદીમાં પાંચ જ્ઞાનના નામ મતાવી શ્રુતમાં આચાર-શ્રુતાદિ ૧૨ અંગસૂત્રા, અગખામાં કાલિકસૂત્રની અંતર્ગત ઉત્તરાધ્યયનાદિ ૩૯ અને ઉત્કાલિકની અંતર્ગત દશવૈકાલિકાદિ ૩૧, આવશ્યક વ્યતિરિકત અને સામાયિકાઢિ છ આવશ્યક સૂત્રને સમાવેશ કરવામાં આવ્યેા છે. આમાં ગ શબ્દ પ્રારંભમાં રાખવાનુ કારણ એ છે કે શ્રુતના અભ્યાસ વિના ચેગસાધના સંભવિત થતી ન હતી. શ્રુતનમત્તે જે ચેગિવિધ કરવાની થતી તેના પ્રારંભમાં આ નદીના પાઠના પ્રયાગ થયેલ હાવાથી આને ચેાગનદી કહેલ છે. પ્રસ્તુત આગમના રચયિતા દેવવાચક છે. દેવવાચક અને આગમેને પુસ્તકારૂઢ કરનારા દેવદ્ધિ બન્નેના નામ સામ્ય હાવાથી ખંનેને એક માનવામાં આવ્યા છે. ૧૩મી શતાબ્દિમાં પણ આચાર્ય દેવેન્દ્ર બંનેને એકજ બતાવ્યા છે, જેનુ સમર્થન ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણુવિજયજીએ કર્યું. છે.ર તેઓ નદીમાં આવેલી યુગપ્રધાન સ્થવિરાવલી અને કલ્પસૂત્રમાં આવેલી ગુર્વાવલીને પ્રમાણુ માનીને પેાતાના મંતવ્યની પુષ્ટિ કરે છે, પરંતુ સૈાથી પ્રાચીન પ્રમાણ નદીચૂર્ણિનું છે. તેમાં સ્પષ્ટરૂપથી પ્રમાણ ટાંકયુ છે કે દૃષ્યગણુના શિષ્ય દેવવાચક છે. કલ્પસૂત્રની જીવલીમાં દેવદ્ધિના ગુરુનું નામ શાંડિલ્ય આપ્યું છે અને ચૂર્ણિમાં દેવવાચકને દૃષ્યગણુના શિષ્ય લખ્યું છે તેથી આ શાંડિલ્યના ૧. યદાહ ભગવાન દેવિદ્ધ ક્ષમાશ્રમણ: નાણું પંચવિહં પન્નમિત્યાદિ યદાહ દેવર્ધિ વાચક-સે કિં તેં મઇનાણેત્યાદિ. (ખ) યદાહનિર્દલિતા જ્ઞાન સંભારપ્રસરા દેવદ્ધિવાચકવરા નં. સમાસ ઉવિતું પન્નનમિત્યાદિ. (આ. દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રન્થ સ્વપજ્ઞવૃત્તિ) ૨. વીર નિર્વાણ સંવત અને જૈન કાલ ગણના પૃ. ૧૨૦ ૨૨ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.enelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy