________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનયજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. મતિજ્ઞાનના અભાવમાં શ્રતજ્ઞાન કદાપિ સંભવે નહિ. શ્રતજ્ઞાનનું અતરંગ (મુખ્ય) કારણ તે શ્રતજ્ઞાનાવરણને ક્ષયોપશમ છે, અને મતિજ્ઞાન તેનું બહિરંગ કારણ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે ઈદ્રિય અને મનોજન્ય એક દીર્ઘ જ્ઞાનવ્યાપારને પ્રાથમિક અપરિપકવ અંશ મતિજ્ઞાન છે. અને ઉત્તરવતી–પરિપકવ તથા સ્પષ્ટ અંશ શ્રતજ્ઞાન છે. જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે ઋતજ્ઞાન છે અને જે જ્ઞાન ભાષામાં ઉતરે તેવા પરિપાકને પ્રાપ્ત ન થયું હોય તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનને જે દૂધ કહીએ તો શ્રતજ્ઞાનને ખીર કહી શકાય.
સમ્યગદષ્ટિ અને મિથ્યાષ્ટિ પાત્રની અપેક્ષાએ અનુક્રમે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તથા મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે. આભિનિધિક જ્ઞાનના બે ભેદ બતાવ્યા છે. શ્રતનિશ્રિત અને અશ્રુતનિશ્ચિત. અશ્રુતનિશ્રિતના ઔત્પાતિકી, વિનયજા, કર્મા અને પરિણામિકી આમ બુદ્ધિના ચાર ભેદ કર્યા છે.
જોયા વગર, જાણ્યા વગર કે સાંભળ્યા વગર પદાર્થોને તથા ભાવને તત્કાળ વિશુદ્ધ રૂપથી જે ગ્રહણ કરી શકે તેવી બુદ્ધિ ઔતિકી કહેવાય છે. આ બુદ્ધિ કઈ પણ પ્રકારના પૂર્વ અભ્યાસ અથવા અનુભવ વિનાજ ઉત્પન્ન થાય છે. સૂત્રકારે આ ઔત્પાતિકી બુદ્ધિનું સ્વરૂપ વિશેષરૂપથી સ્પષ્ટ કરવા માટે સત્તાવીસ દૃષ્ટાન્તનો સંકેત કર્યો છે. પરન્ત ચણિ અને વૃત્તિમાં તે દૃષ્ટા ઉપર વિશેષ પ્રકાશ નાખવામાં આવ્યા છે. - વૈયિકી બુદ્ધિનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે કઠણ કાર્યભારને વહન કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને વર્ણન કરનાર, સૂત્ર અને તેના અર્થનો સાર ગ્રહણ કરનાર તથા આ લોક અને પરલોકમાં ફળ આપનાર, વિનયથી ઉતપન થનારી બુદ્ધિને વનચિકી કહે છે. આ બધિનું સ્વરૂપ સમજાવવા માટે ૧૫ દષ્ટાંતે આપ્યા છે.
કર્મ બુધિ તે છે કે જે એકાગ્ર ચિત્તાથી કાર્યના પરિણામને જુએ છે. અનેક કાર્યોના અભ્યાસના ચિન્તનથી જે વિશાળ અને વિદ્વાજનેથી પ્રશસિત છે. આ બુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ૧૨ દષ્ટાને આપ્યા છે.
પરિણામિકી બુધિ તે છે કે જે અનુમાન, હેતુ અને દષ્ટાન્તથી વિષયને સિદ્ધ કરે છે. આયુષ્યના પરિપાકથી પુષ્ટ અને ઈહલૌકિક ઉન્નતિ એવં મોક્ષરૂપ નિશ્રેયસ પ્રદાન કરનારી છે. આ બુદ્ધિનું સ્વરૂપ સમજાવવા માટે ૨૧ દષ્ટાને આપ્યા છે. આ ચારે બુદ્ધિના જે ઉદાહરણ આપવામાં આવ્યા છે તે બધા રુચિકર અને જ્ઞાનવર્ધક છે.
કૃતનિશ્ચિત મતિજ્ઞાનના અવગ્રહ, ઈહ, અવાય અને ધારણા આ ચાર ભેદ પાડ્યા છે. અવગ્રહના પણ અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ એમ બે ભેદ છે. વ્યંજનાવગ્રહના શ્રોત્રેન્દ્રિય વ્યં. ધ્રાણેન્દ્રિય વ્યં. રસનેન્દ્રિય વ્ય. અને સ્પર્શેન્દ્રિય વ્યંજનાગ્રહ એમ ૪ ભેદ છે. અર્થાવગ્રહના શ્રેત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેનેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય અને નેઈન્દ્રિય જનિત એમ છે ભેદ છે. એવી જ રીતે ઈહાઅવાય અને ધારણાના પણ ૬-૬ ભેદો થાય છે. આ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય છે. અવગ્રડ એક સમય પૂરતું રહે છે. ઈડા અને અવાયની સ્થિતિ અનર્મની છે અને ધારણ સંખ્યાત અને અસંખ્યાત કાળ સુધી ટકે છે.
મતિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનું છે. દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્ય રૂપથી બધા પદાર્થોને જાણે છે, પરંતુ દેખતો નથી.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. અક્ષરદ્યુત, અનાર, સંગ્નિ, અસંગ્નિ, સમાક, મિશ્રા, સાદિ, અનાદિ સપર્યવસિત, અપર્યવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ. આમાંથી અક્ષરશ્રતના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધિ અક્ષર આમ ત્રણ ભેદ છે અને તેમના ગ્રાન્ટેન્દ્રિય આદિના ભેદથી ૬ પ્રકાર છે. અનક્ષરદ્યુત શ્વાસેચ્છવાસ લેવા, છીંકવું, ખાંસવું આદિ અનેક પ્રકારનું છે. સંન્નિથુત, કાલિકી, હેતુવાદ્યપદેશિકી અને દષ્ટિવાદે પદેશિકી-આ પ્રમાણે ત્રણ પ્રકારની સંજ્ઞાની અપેક્ષાએ ત્રણ પ્રકારનું છે. આનાથી વિપરીત લક્ષણવાળું અસંન્નિશ્રુત છે.
સર્વજ્ઞ, સર્વદશી, તીર્થકરપ્રણીત દ્વાદશાંગી ગણિપિટક સમ્યકથત છે, અને તે આચારાંગથી દષ્ટિવાદ સુધી છે. સમ્યગ્દષ્ટિ માટે સ્વકૃત અને પરકૃત આ બન્ને સમ્યક્ષુત છે, અને મિથ્યાદષ્ટિ માટે સભ્યશ્રત પણ મિથ્યા થઈ જાય છે. મિથ્યાશ્રુતના નામ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે-ભારત, રામાયણ, ભીમાસુરક્ત, શકુનરૂત વિ.
આગમસાર દોહન Jain Education International
૨૯૧ www.jainelibrary.org
For Private & Personal Use Only