________________
* * ** - વ પ જાનજી મહારાઇ જમાતાકિ રકતોથ ,
ચૂલિકાને વર્તમાનયુગની ભાષામાં “ગ્રન્થનું પરિશિષ્ટ એમ કહી શકાય. નન્દી અને અનુગદ્વાર પણ આગમ સાહિત્યના અધ્યયન માટે પરિશિષ્ટની ગરજ સારે છે.
નદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ છે. નિર્યુકિતકારે “નંદી’ શબ્દને જ્ઞાનનો પર્યાયવાચી માનેલ છે. નદીસૂત્રની રચના ગદ્ય અને પદ્ય બન્નેમાં થઈ છે. આમાં એક અધ્યયન છે, ૭૦૦ શ્લેક પરિમાણ મૂળપાઠ છે, પ૭ ગદ્યસૂત્ર છે અને ૯૭ પદ્યગાથાઓ છે.
સવ પ્રથમ સૂત્રકારે ભ. મહાવીરને નમસ્કાર કરેલ છે. તત્પશ્ચાત્ જૈનસંઘ, ૨૪ તિર્થ કર, ૧૧ ગણધર, જિનપ્રવચન, સુધમાં આદિ સ્થવિરેને સ્તુતિપૂર્વક નમસ્કાર કર્યા છે. અહીં જે સ્થવિરાવલી–ગુરુશિષ્ય પરંપરા–પ્રસ્તુત કરેલ છે તે કલ્પસૂત્રની સ્થવિરાવલીથી પૃથક છે. પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર પછીની સ્થવિરાવલી આ પ્રમાણે છે.
૧. સુધમ, ૨. જંબૂ, ૩. પ્રભવ, ૪. શJભવ, પ. યશેભદ્ર, ૬. સંભૂતવિજય, ૭. ભદ્રબાહુ, ૮ સ્થૂલિભદ્ર, ૯. મહાગિરી, ૧૦. સુહસ્તિ, ૧૧. બલિઈ, ૧૨. સ્વાતિ, ૧૩. શ્યામાર્ચ, ૧૪. શાડિલ્ય, ૧૫. સમુદ્ર, ૧૬. મંગુ, ૧૭. ધર્મ, ૧૮. ભદ્રગુપ્ત, ૧૯. વજ, ૨૦. રક્ષિત, ૨૧. નન્દલ (આનન્દલ), ૨૨. નાગહસ્તિ, ૨૩. રેવતી નક્ષત્ર, ૨૪. બ્રહ્મદીપકસી હ, ૨૫. ઋન્દ્રિલાચાર્ય, ૨૨. હિમવંત, ૨૭. નાગાજુન, ૨૮. શ્રી ગેવિન્દ, ૨૯. શ્રી ભૂતદિન, ૩૦. લૌહિત્ય અને ૩૧. દુષ્યગણી. કલ્પસૂત્રની સ્થવિરાવલી આ પ્રમાણે છે :
૧. સુધમ, ૨. જંબુ, ૩. પ્રભવ, ૪. શય્યભવ, પ. યશભદ્ર, ૬. સંભૂતિવિજ્ય, ૭. લિભદ્ર, ૮. સુહસ્તિ, ૯. સુતસુપ્રતિબદ્ધ, ૧૦. ઈન્દ્રદિન, ૧૧. દિન, ૧૨. સિહગિરિ, ૧૩. વજ, ૧૪. શ્રીરથ, ૧૫. પુષ્યગિરિ, ૧૬. ફલ્યુમિત્ર, ૧૭. ધનગિરિ, ૧૮. શિવભૂતિ, ૧૯. ભદ્ર, ૨૦. નક્ષત્ર, ૨૧. રક્ષ, ૨૨. નાગ, ૨૩. જેહિલ, ૨૪. વિષ્ણુ, ૨૫. કાલક, ૨૬. સંપલિત ભદ્ર, ૨૭. વૃદ્ધ, ૨૮. સ ઘપાલિત, ૨૯. શ્રી હસ્તિ, ૩૦. આર્યધર્મ, ૩૧. સિંહ, ૩૨. કાશ્યપગેત્રી ધર્મ, ૩૩. શાડિલ્ય, ૩૪. દેવદ્ધિગણી.
મંગલાચરણમાં શાસ્ત્રકારે સંઘને નગર, ચક, રથ, કમળ, ચન્દ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂની ઉપમા આપી છે કે જે સંઘના મહત્વને પ્રદીપ્ત કરે છે. ત્યાર બાદ અર્થગ્રહણની ગ્યતા રાખનાર શ્રેતાઓનું ૧૪ દષ્ટાને દ્વારા વર્ણન કર્યું છે. તે દષ્ટાન્તો આ પ્રમાણે છે.
૧. શૈલ (પર્વત) અને ઘન (વાદળ), ૨. કુટક (ઘડા), ૩. ચાલણી, ૪. પરિપૂર્ણક, ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮. મશક, ૯. જળા, ૧૦. બિલાડી, ૧૧. જાહક, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. આભીરી.
આ રૂપકે ઉપર ટીકાકારે વિસ્તારથી પ્રકાશ પાડે છે. શ્રેતાઓના સમૂહને સભા કહે છે. તે સભા જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુવિદગ્ધા એમ ત્રણ પ્રકારની છે. જેમ હંસ પાણીનો પરિત્યાગ કરી દૂધ પીએ છે તેમ ગુણસંપન્ન પુરુષો દેને છેડી ગુણેને ગ્રહણ કરે છે. આવા પ્રકારની પુરુષની સભા જ્ઞાયિકા કહેવાય છે. જે શ્રેતા મૃગ, સિંહ, કૂકડાના બચ્ચાંની જેમ કે મળ મધુર પ્રકૃતિના હોય છે તથા અસંસ્કારિત રત્નોની જેમ કે ઈ પણ રૂપમાં તેને આકાર આપી શકાય છે તે અજ્ઞાયિક છે અને એવા શ્રેતાઓની સભાને અજ્ઞાયિકા કહેવાય છે. જે સ્વયં જ્ઞાતા નથી પરંતુ પિતાને ઘણો માટે જ્ઞાની માને છે અને મૂર્ખ વ્યકિતઓ દ્વારા પિતાની મિથ્યા પ્રશંસા સાંભળી વાયુથી ભરેલી મશકની જેમ ફૂલીને દડે થઈ જાય છે તેવી વ્યકિત દુર્વિદગ્ધ છે. આવી વ્યકિતની સભાને દુર્વિદગ્ધા સભા કહેવાય છે.
નદીસૂત્ર “અંગબાહ્ય” આગમ છે. આમાં જ્ઞાનના સંબંધમાં જે વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેને મૂળસ્રોત સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, રાજપ્રનીય, ઉત્તરાધ્યયન આદિ આગમે છે. તે આગમમાં પાંચ જ્ઞાનોનું સંક્ષેપમાં નિરૂપણ છે, જયારે નદીમાં જ્ઞાનવાદનું પૂર્ણરૂપે વિકાસનું પ્રતિપાદન કર્યું છે. સંક્ષેપમાં નંદીસૂત્રના જ્ઞાનવિવેચનને આ પ્રકારે સમજી શકાય છે.
આગમસાર દોહન Jain Education International
૨૮૭ www.jainelibrary.org
For Private & Personal Use Only