________________
વિવટ ૫. નાનજી મહારાજ જમશતાલિ
નવમા અધ્યયનનું નામ “વિનયસમાધિ છે. તેના ચાર “ઉદ્દેશક છે જેનાગોમાં વિનયનો પ્રયોગ આચાર તથા તેની વિવિધ ધારાઓના અર્થ માં થયો છે. વિનયનો અર્થ કેવળ નમ્રતાજ નથી, પરંતુ આચાર છે. વિનયની બે પ્રમુખ ધારાઓ છે.-અનુશાસન અને નમ્રતા. બૌદ્ધ સાહિત્યમાં પણ વ્યવસ્થા, વિધિ તથા અનુશાસનના અર્થમાં વિનય શબ્દ વ્યવહત થયા છે.
પ્રથમ ઉદ્દેશકમાં આચાર્યની સાથે શિષ્યનું વતન કેવું હોવું જોઈએ તેનું નિરૂપણ છે. * અણુતના વ ગઓ વિ સંતો” શિષ્ય અનંતજ્ઞાની ગુરુ પહેલાં થઈ જાય તો પણ તે આચાયની આરાધના તેવીજ રીતે કરતો રહે જેવી રીતે તે પૂર્વે કરતો હતો. જેની પારો ધમપદ શીખે છે તેને અવશ્ય વિનય કરવો જોઈએ. મન, વાણી અને શરીરથી નમ્ર રહે. આશીવિષ પી કુદ્ધ થઈ જાય તો તે પ્રાણોને હરી લીધા સિવાય બીજુ વધારે કઈ કરી શકતો નથી, પરન્ત આચાર્ય જે અપ્રસન્ન થઈ જાય તો અધિને કારણે જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જે સગુરુઓની આશાતના કરે છે તે એવી વ્યક્તિ જે છે, કે જે અગ્નિને પિતાના પગતળે કચરી ઓલવવા ઈચ્છે છે અથવા જે પગથી ઠોકર મારી આશિવિષ સપને કુદ્ધ કરે છે અથવા જે જીવવાની કામનાથી હલાહલ વિષનુ પાન કરે છે.
બીજા ઉદેશકમાં અવિનય અને વિનયને ભેદ બતાવ્યું છે. અવિનીત વિપત્તિમાં પડે છે અને વિનીત સંપત્તિ ને પ્રાપ્ત કરે છે. અવિનીત અસંવિભાગી હોય છે. જે સંવિભાગી નથી તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. જે આચાર્ય અને ઉપાધ્યાયની સેવા શુશ્રુષા કરે છે તેની શિક્ષા પાણીથી સીંચેલા વૃક્ષની જેમ વધતી જાય છે.
ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે નાની ઉંમર હોય છતાં દીક્ષા પર્યાયમાં જે જયેષ્ઠ છે તે પૂજનીય છે, જે પાછળથી અવર્ણવાદ બોલતે નથી, સામે વિરોધી વચન કહતે નથી, જે નિશ્ચયકારી અને અપ્રિયકારી ભાષા બેલ નથી તે પૂજ્ય છે.
ચોથા ઉદ્દેશકમાં ચાર સમાધિનું વર્ણન છે. સમાધિનો અર્થ થાય છે હિત, સુખ અથવા સ્વાસ્થ સમાધિ ચાર પ્રકારની છે-વિનયસમાધિ, કૃતસમાધિ, તપસમાધિ; અને આચારસમાધિ. આ ચારેના ચાર-ચાર ભેદ બતાવ્યા છે.
દશમું અધ્યયન “સભક્ષુ' નામે છે, જેની આજીવિકા માત્ર ભિક્ષા છે તે ભિક્ષુ કહેવાય છે. સંવેગ, નિર્વેદ, વિવેક, સુશીલ-સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, શાન્તિ, માર્દવ આદિ ભિક્ષુનાં લક્ષણો છે. જે છકાયના જીને પિતાના સમાન માને છે, પાંચ મહાવ્રતની આરાધના અને પાંચ આને નિરોધ કરે છે તે ભિક્ષુ છે. જે હાથથી સંયત હોય, પગથી સંયત હોય, વચન અને ઇન્દ્રિયથી સંયત હોય, અધ્યાત્મરત હોય, જે સૂવાથને જાણે છે તે ભિક્ષુ છે. છે મદને ત્યાગ કરી ધર્મધ્યાનમાં લીન રહે છે તે ભિક્ષુ કહેવાય છે.
આ આગમની બે ચૂલિકાઓ છે. પ્રથમ ચૂલિકાનું નામ “રતિવાક્યા છે. પ્રાણીને-જીવોને અસંયમમાં સહેજે રતિ અને સંયમમાં અરતિ હોય છે. જેવી રીતે ચંચળ ઘેડે લગામથી અને મમત્ત હાથી અંકુશથી વશ થઈ જાય છે તેવી રીતે આમાં બતાવેલી ૧૮ સ્થાનનું ચિન્તન કરવાથી ચંચળ મન સ્થિર થાય છે વિ.નું વર્ણન કર્યું છે.
બીજી ચૂલિક “વિવિત્ત ચર્ચા છે. તેમાં શ્રમણની ચર્ચા, ગુણ અને નિયમોનું નિરૂપણ છે. શ્રમણે મધ, માંસ આદિનું સેવન ન કરવું જોઈએ. કેઈની ઈષ્યા ન કરવી જોઈએ. વિકૃતિઓને ત્યાગ કરી પુનઃ પુનઃ કાયોત્સગ કરે
અને સ્વાધ્યાય તથા યુગમાં રત રહેવું જોઈએ. આત્માની રક્ષા માટે ભાર મૂકતા કહ્યું. કે સંપૂર્ણ યત્નથી આત્માની વિષય-કષાયાદિથી રક્ષા કરવી જોઈએ. આ જ સંપૂર્ણ દશવૈકાલિક સૂત્રનો સાર છે.
નંદીસૂત્ર
નંદી અને અનુયોગદ્વાર આ બન્ને આગમ “ચૂલિકા” સૂત્રના નામથી ઓળખાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તેવા અધ્યયન અને ગ્રન્થ માટે થાય છે જેમાં વિશિષ્ટ વિષયોનું વર્ણન તથા વણિત વિષયે ઉપ આવ્યું હોય. દશવૈકાલિક અને મહાનિશીથના અને પણ ચૂલિકાએ –ચૂલા-ચૂડાઓના નામે ઉપલબ્ધ થાય છે.
૨૮૬
તવદર્શન www.janenbrary.org
Jain Education International
For Private & Personal Use Only