SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પm ગરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ન કરે. નિષિદ્ધ અને અપ્રીતિકારી કુળોમાં ભિક્ષાથે ન જાય. ઘેટાં, બકરાં, બાળક, કૂતરા અને વાછરડા વિ.નું અતિક્રમણ કરી ઘરમાં પ્રવેશ ન કરે. ગર્ભિણી અથવા સ્તનપાન કરાવતી બાળકને એક બાજુ હડસેલી આહાર આપવા ઉભી થતી મહિલા પાસેથી આહાર ગ્રહણ ન કરે પરતુ નિદોષ ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરે. પિડેષણુના બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે ભિક્ષુએ સમય પર ભિક્ષા માટે જવું અને સમય પર પાછા વળવું. ભિક્ષુએ ગોચરી માટે જતા માર્ગમાં ન બેસવું તેમ ઊભા ઊભા કથા ન કરવી. છ8 અધ્યયનનું નામ “મહાચાર કથા છે. ત્રીજા અધ્યયનમાં માત્ર અનાચારના નામોનો નિર્દેશ અને ઉલ્લેખ કર્યો હતો, જ્યારે પ્રસ્તુત અધ્યયનમાં અનાચારના વિવિધ પાસાંઓને સ્પર્શવામાં આવ્યા છે. ત્યાં ઉત્સર્ગ અને અપવાદની ચર્ચા કરી નથી પરંતુ આ અધ્યયનમાં ઉત્સર્ગ અને અપવાદની પણ ચર્ચા કરી છે. પ્રારંભમાં વ્રતનું પાલન કરવાનું બતાવ્યું છે. જીવોની રક્ષા, ગૃહસ્થના પાત્રને ઉપયોગ ન કરે, પલંગ તથા ગૃહસ્થના આસન ઉપર ન બેસવું, સ્નાન ન કરવું, શરીરની શેભાનો ત્યાગ કર વિ. ચયનું નિરૂપણ છે. બધા જ જીવવા ઈચ્છે છે તેથી નિગ્રંથ શ્રમણ પ્રાણવધનો ત્યાગ કરે છે. શ્રમણ મિથ્યા ભાષણ ન કરે, સચેત કે અચેત, અલ્પ અથવા બહુ વસ્તુનો પરિગ્રહ એટલે સુધી કે દાંત ખોતરવા માટેનું તણખલું પણ રજા વગર-યાચના કર્યા વગર ગ્રહણ ન કરે. મૈથુન અધર્મનું મૂળ છે તેથી નિગ્રન્થ મૈથુન સેવનને ત્યાગ કરે છે. વસ્ત્ર, પાત્ર આદિ પરિગ્રહ નથી પરંતુ મૂચ્છા એ પરિગ્રહ છે. માટે વસ્તુઓ પ્રત્યેની મૂચ્છને પરિત્યાગ કર. તથા ભિક્ષુએ રાત્રિભોજનનો ત્યાગ કરવો વિ. સાધકના આચારનું આમાં વર્ણન છે. સાતમા અધ્યયનનું નામ “વાકયશુદ્ધિ' છે. પ્રસ્તુત અધ્યયનમાં અસત્ય અને સત્યાસત્ય ભાષાના પ્રયોગનો નિષેધ કરવામાં આવ્યો છે. ભાષાના આ બંને પ્રકાર સાવધ છે પરંતુ અસત્યામૃષા (વ્યવહારભાષા) ભાષાના પ્રયોગનો નિષેધ પણ કર્યો છે અને વિધાન પણ કર્યું છે. શ્રમણ માટે શું વકતવ્ય છે અને શું અવકતવ્ય છે તેનું ઘણું જ સૂક્ષ્મ વિવેચન આ અધ્યયનમાં છે. બોલતાં પહેલાં અને બોલતી વખતે કેટલી સાવધાની અપેક્ષિત છે તે વાતનું આમાં પ્રતિપાદન કરતાં કહ્યું છે કે કઠેર અને અનેક પ્રાણિયોને ત્રાસ ઉત્પન્ન કરનારી સત્ય વાણી પણ ન બોલે, કારણ કે તેથી પાપને બંધ થાય છે. કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહીને ન બોલાવે. ગૃહસ્થને આવે, બેસે, આ કરે, અહીંથી જાઓ અથવા ઊભા રહો એવી ભાષા પણ ન બોલે. જે ભાષા પાપકર્મનું અનુમોદન કરનારી હોય, બીજા માટે પીડાકારક હોય એવી ભાષા કેધ, લોભ, ભય અને હાસ્ય ને વશીભૂત થઈને પણ સાધુએ બોલવી ન જોઈએ. આઠમાં અધ્યયનનું નામ “આચારપ્રસિદ્ધિ છે. આચાર એક નિધિ છે, તે નિધિને પ્રાપ્ત કરી શ્રમણે કેવી રીતે રહેવું જોઈએ તેને દિશાનિદેશ આમાં કર્યો છે. પ્રણિધિનો બીજો અર્થ એકાગ્રતા, સ્થાપના અથવા પ્રયોગ પણ થાય છે. જેમ તેની, ઊલટી લગામ અશ્વ સારથિને ઉન્માગે ખેંચી જાય છે તેવી જ રીતે દુપ્રણિહિત-સ્વચ્છન્દ્રપણે વર્તતી ઇન્દ્રિયે શ્રમણ અવળે માર્ગે દોરી જાય છે તેથી શ્રમણે કષાયાદિનો નિગ્રહ કરી મનનું સુપ્રણિધાન (આત્મા તરફ વાળવું) કરવું જોઈએ. આ જ વાતનું શિક્ષણ આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે તેથી તેનું નામ છે. મન, વચન કાયાથી શ્રમણે છ કાયના જે પ્રત્યે અહિંસક આચરણ કરવું જોઈએ. સંયતાત્માએ પ્રતિદિન પાત્ર, કેબલ, શા મળાદિ ત્યાગની ભૂમિ, સંથારા તથા આસનની એકાગ્ર ચિત્તથી પ્રતિલેખના કરવી જોઈએ. કાનને પ્રિય લાગે તેવા શબ્દોમાં રાગભાવ-આસક્તિ ન કરે. ભયંકર તથા કઠોર સ્પર્શને શરીર દ્વારા સહન કરે. સુધા-પિપાસા આદિને અદાનભાવે સહન કરે કારણ કે દેહદુઃખને મહાફળ બતાવ્યું છે. જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી, વ્યાધિ કષ્ટ આપતી નથી, ઈન્દ્રિય ક્ષીણ થઈ નથી ત્યાં સુધીમાં ધમનું આચરણ કરી લેવું. કેધ પ્રોતિનો નાશ કરે છે, માન વિનયને નષ્ટ કરે શશ કરે છે અને લેભ સર્વ ગુણને બાળી ભસ્મીભૂત કરે છે. તેથી કેને ઉપશમનથી, માનને મૃદુતાથી, માયાને ઋજુતાથી અને લેભને સંતોષથી જીતવો જોઈએ. શ્રમણ-સાધકે પૂછયા વગર ન બોલવું જોઈએ. કોઈની સાથે વાર્તાલાપ થતો હોય તો વચ્ચે ન બોલે, ચાડી-ચુગલી ન કરે તેમજ કપટપૂર્ણ અસત્ય ન બોલે. આગમસાર દેહન Jain Education International ૨૮૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy