SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સંયમ નિવાહ માટે આવશ્યક હોય તેટલું ગ્રહણ કરે, વધુ સંચય ન કરે. મધુકર કે એક વૃક્ષ અથવા એક ફૂલમાંથી જ રસ લેતે નથી પરંતુ વિવિધ ફૂલમાંથી રસ ગ્રહણ કરે છે. તેવી જ રીતે શ્રમણ પણ કઈક અમુક ગામ, ઘર કે એક જ વ્યકિત ઉપર આશ્રિત ન રહેતાં સામુદાયિકરૂપથી આહાર ગ્રહણ કરે છે. આમ આ અધ્યયનમાં અહિંસા અને તેના પ્રયોગનું રચનાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. બીજા અધ્યયનમાં ધૃતિનું વર્ણન છે. ધર્મ વિના ધૃતિ ટકી શકે નહિ. સાધુ રથનેમિ રાજેમની પાસે વિષયસેવનની પ્રાર્થના કરે છે. રામતી તેમને સંયમમાં દઢ રહેવા માટે ઉપદેશ આપે છે અને કે સપ અગ્નિમાં બળીને પિતાના પ્રાણોને ત્યજી દે છે પણ વમેલા વિષને પાછું ચાટનો નથી તેવી જ રીતે સાધકે પણ છોડી દીધેલા વિષયભોગનું કદી પણ સેવન ન કરવું જોઈએ. ત્રીજા અવયનમાં અનાચારને ઉલેખ છે. જેને ધર્મમાં ધૃતિ નથી હોતી તેને માટે આચાર અને અનાચારનો કઈ ભેદ હોતું નથી. ધૃતિમાન સાધક જ આચારનું પાલન કરે છે અને અનાચારથી બચે છે. જે વ્યવહાર શાસ્ત્રસંમત હોય છે, જેમાં અહિંસાની પ્રમુખતા છે તે આચાર કહેવાય છે. બાકી બધું અનાચાર છે. અનાચાર અનાચરણીય છે. શ્રમણો માટે દેશિક ભોજન, કૃતજન, આમંત્રિત ભજન, અન્ય સ્થળેથી લાવેલું ભોજન, રાત્રિભેજન, સ્નાન, ગંધ, વિલેપન, માળા, વીજણ, ગૃહસ્થપાત્ર, રાજપિંડ, દંતધાવન, દેહવિભૂષા આદિ અનાચારોનું આમાં વિસ્તારથી વર્ણન છે. કેટલાક અનાચારના સેવનમાં પ્રત્યક્ષ હિંસા છે. કેટલાકના સેવનથી તે હિંસાનું નિમિત્ત બને છે અને કેટલાક હિંસાના અનુમોદન કરનાર છે. કેટલાક કાર્યો સ્વયંમાં દોષપૂણ નથી પરંતુ પછીથી શિથિલાચારના હેતુ બની શકે છે તેથી તેમનું વર્જન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અનાચાર સેવનમાં અનેક દેને હેત રહેલા છે. કેટલાક નિયમ ઉત્સર્ગવિધિમાં અનાચાર ગણાય છે પરંતુ અપવાદવિધિમાં તે અનાચાર માનવામાં આવતા નથી. ચોથા અધ્યયનમાં ‘પટજીવનિકાય'નું નિરૂપણ છે. આમાં આચારનિરૂપણ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ આદિનું વિસ્તારથી વર્ણન છે. પાંચ મહાવ્રતના સ્વરૂપનું કથન કરતાં બતાવ્યું છે કે મુનિ સચેત પૃથ્વી દે નહિ તેમ ભેદે નહિ. ષટ જવનિકાયને કૃત, કારિત તથા અનુમેન-ન, વચન અને કાયાથી હાનિ, દુઃખ, સંતાપ ન પહોંચાડે. પંચ મહાવ્રત તથા છ રાત્રિભોજનના રબ ધમાં વિસ્તારથી ચિન્તન કર્યું છે. પ્રત્યેક ક્રિયામાં વિવેકની જરૂરિયાત પર ભાર મૂક્તાં કહ્યું છે કે-યતના (વિવેક)થી ચાલે, બેસો, સૂએ, ખાઓ, પીઓ, બોલો તે પાપકમ લાગતું નથી. પહેલાં જ્ઞાન છે પછી દયા છે, જે અજ્ઞાની છે તે શ્રેય અને પાપકારી માગને જાણ નથી. જે જીવોને પણ જાણતા નથી, અજીને પણ જાણતા નથી તે સંયમને કેવી રીતે જાણશે અને કેવી રીતે પાળશે ? માટે શ્રમણ-શ્રમણી તથા આત્મસાધકોએ સતત સાવધાન રહીને છકાયના જીવોની વિરાધનાથી પિતાના આત્માને બચાવો. પાંચમા અધ્યનનું નામ “પિડેષણ અધ્યયન છે. પિડ શબ્દ “પિડી સંઘાતે ધાતુથી બને છે. જેનો અર્થ થાય છે સજાતીય અથવા વિજાતીય ઠોસ વસ્તુઓનું એકત્રિત થવું, તે ઘનીભૂત વસ્તુ પિડ કહેવાય છે. જેને પરિભાષામાં અશન, પાન, ખાધ અને સ્વાદ્ય આ બધા માટે પિંડ શબ્દ પ્રયુક્ત થાય છે. ઐષણું શબ્દ ગષણેષણ, ગ્રહણેષણ અને પરિભેગેષણાનું સંક્ષિપ્ત રૂપ છે. પ્રસ્તુત અદનમાં પિંડની ગષણ અર્થાત શુદ્ધાશુદ્ધના વિવેકપૂર્વ ગ્રહણ લેવા) અને પરિભોગ (ખાના)ના નિયમોનું વર્ણન હોવાથી આનું નામ પિંડેષણા છે. ગામ અથવા નગરમાં ભિક્ષા માટે શ્રમણોએ શનૈઃ શનૈઃ શાન્તચિત્તથી ભ્રમણ કરવું જોઈએ. માર્ગમાં ૪ હાથ ભૂમિ સુધી દષ્ટિ પડે એ રીતે અવલોકન કરતાં ચાલવું જોઈએ. બીજ હરિત-વનસ્પતિ, પૃથ્વીકાય, અપકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય આદિ જીવોની હિસાથી બચીને ઉપયોગપૂર્વક ચાલવું જોઈએ. સચેત રજથી ખરડાયેલાં પણ કેલસા, રાખ, કે છાણાદિ ઢગલાં ઉપર પડી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વરસાદ વરસતો હોય, ઝાકળ પડતી હોય, જેરથી પવન ફુકાતા હોય અને રસ્તામાં સપાતિક જીવો છવાઈ ગયા હોય, વેશ્યાનો મહોલ્લો હોય, કૂતરો, તરતની વયાએલી ગાય હોય, મદમસ્ત આખલે, હાથી, ઘેડા, બાળકનું કીડાસ્થાન, કલહ અને યુદ્ધ થતું હોય તે માગે ભિક્ષા વિ. માટે શ્રમણે ન જવું જોઈએ. જલદી જલ્દી, વાર્તાલાપ કરતા કે હસતા-હસતા ભિક્ષા માટે ગમન Jain Ed36% International તવદર્શન CT Shorary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy