SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું છે. એક કારણ એવું પણ હોઈ શકે કે આનું ઢસમુ અધ્યયન વૈતાલિક નામના વૃત્તમાં રચેલ છે તેથી તેનુ નામ ‘દ્રુવૈતાલિય' થઈ શકે છે.૧ અગાઉ કહેવાઇ ગયુ છે કે આચાય શમ્યભવે મનક માટે ઢશવૈકાલિકનુ નિર્માણ કર્યુ અને તેણે છ માસમાં દશવૈકાલિકનું અધ્યયન કર્યું" અને તેણે સમાધિપૂર્વક સ ંસારથી વિદાય લીધી. આચાય તે આ વાતની પ્રસન્નતા હતી કે તેણે શ્રુત અને ચારિત્રની સમ્યક્ આરાધના કરી લીધી, તેથી તેમની આંખેમાંથી આનન્દના અશ્રુ ઉમટી આવ્યા . તેમના પ્રધાન શિષ્ય યશેાભદ્રે આનુ કારણ પૂછ્યું-આચાર્યે કહ્યું-મનક મારા સંસારપક્ષી પુત્ર હતા તેથી ઘેાડા સ્નેહભાવ જાગૃત થઈ ગયા. તે આરાધક થયા તે પ્રસન્નતાના વિષય છે. તેની આરાધના માટે મે આ આગમનું નિયૂહણ કર્યું છે. હવે આનુ શુ કરવુ ? સ ંઘે ચિન્તન કરી પછી એવે નિણૅય લીધે કે આને યથાવત્ -જેમ છે તેમ રાખવુ. આ મનક જેવા અનેક શ્રમણાની આરાધનાનું નિમિત્ત બનશે. તેથી તેના વિચ્છેદ ન કરવા.૨ પ્રસ્તુત નિર્ણય લીધા પછી દશવૈકાલિકનુ વર્તમાનમાં જે રૂપ છે તેને અધ્યયનક્રમથી સકલિત કરવામાં આવ્યું. મહાનિશીથના અભિમતાનુસાર પાંચમા આરાના છેડે અગસાહિત્ય પૂર્ણ રૂપથી વિચ્છિન્ન થઇ જશે. તે વખતે દુષ્પસહ મુનિ દશવૈકાલિકના આધારે સયમની સાધના કરશે અને પેાતાના જીવનને પવિત્ર બનાવશે. ભગવાન મહાવીર પછી સુધાસ્વામી અને તેમના ઉત્તરાધિકારી જંબુસ્વામી થયા અને ત્યારપછી ત્રીજા આચાય પ્રભવરવામી થયા. તેમણે પેાતાના ઉત્તરાધિકારીના સંબંધમાં વિચાર વિમર્શકા પરન્તુ કાઇપણ શિષ્ય આચાર્યપદને ચગ્ય ન જણાયે એટલે ગૃહસ્થા તરફ્ નજર નાખી. ત્યારે રાજગૃહમાં શષ્યભવ બ્રાહ્મણ જે યજ્ઞ કરી રહ્યા હતા, તે ચેગ્ય લાગ્યા. આચાર્ય રાજગૃહ આવ્યા. શષ્યભવની પાસે સાધુએને મેાકલ્યા. તેમની પ્રેરણાથી તેએ આચાર્યની પાસે અવ્યા, સમ્બુદ્ધ થયા અને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ૨૮ વર્ષની ઉમરે તેએ શ્રમણ બન્યા હતા તેથી દવેકાલિકને રચનાકાળ વીર નિ. સ. ’૭રની આસપાસ માનવામાં આવે છે અને તે વખતે પ્રભવસ્વામી વિદ્યમાન હતા.૩ 31. વિન્ટરનિત્યે વીર નિવાણુના ૯૮ વષ ખાદ્ય દશવૈકાલિકની રચનાના કાળ માન્ય છેજ અને પ્રા. એમ.બી. પટવર્ધનને પણ આજ અભિપ્રાય છે પરન્તુ પટ્ટાવલિયાના કાળનિર્ણય પ્રમાણે તેમના કથનના મેળ ખાતા નથી. દશ કાલિકના ૧૦ અધ્યયને છે. તેમાં પાંચમાં અધ્યયનના ૨ અને નવમાના ૪ ઉદ્દેશક છે. બાકીના અધ્ય યાને ઉદ્દેશક નથી. ચેાથુ તથા નવમું અધ્યયન ગદ્ય-પદ્યાત્મક છે. શેષ બધા અધ્યયને પદ્યાત્મક છે. ટીકાકારે દશવૈકાલિકના પદ્યોની સંખ્યા પ૦૯ અને ચૂલિકાએની સખ્યા ૩૪ની બતાવી છે, જ્યારે ચૂર્ણિકારે પદ્ય ૫૩૬ અને ચૂલિકાએ ૩૩ મતાવ્યાં છે. દશવૈકાલિકનુ પ્રથમ અધ્યયન ‘દ્રુમપુષ્પિકા’ નામનું છે. ધમ શું છે ? આ ચિરંતન ચિન્ત્ય પ્રશ્ન સદ્દાથી રહ્યો છે. તેનુ સમાધાન એ છે કે જે આત્માનું ઉત્કૃષ્ટ હિત સાધે તે ધર્મ. જેમાં અહિંસા, સંયમ અને તપ હાય તે જ મગળ છે. અહિંસક શ્રમણે આહાર કેવી રીતે ગ્રહણ કરવા જોઇએ તેને માટે મધુકર (ભમરા)નું રૂપક આપીને અતાવ્યુ છે, કે જેમ મધુકર પુષ્પામાંથી સ્વભાવસિદ્ધ રસ ગ્રહણ કરે છે તેવી જ રીતે શ્રમણાએ ગૃહસ્થાના ઘરમાંથી જ્યાં ભેાજન, પાણી વિ. સ્વાભાવિક રૂપથી તૈયાર થાય છે એવે પ્રાસુક આહાર ગ્રડણ કરવા જોઈએ. મધુકર ફૂલાને જરાપણુ દુભવ્યા વગર થાડા થાડો રસ પીએ છે, તેવી જ રીતે શ્રમણ પણ થોડું થોડું ગ્રહણ કરે. મધુકર એટલ મધ ગ્રહણ કરે છે જેટલું ઉદ્દરપૂર્તિ માટે આવશ્યક હાય. તે બીજા દિવસ માટે સ ંગ્રહ કરતા નથી. તેવી જ રીતે શ્રમણ ૧. દશવૈકાલિક અગસ્ત્યસિંહ ચૂર્ણિ. ૨. આણંદઅનુપાયું કાસી સિ ંભવા તહિં ઘેરા સભÁ ય પુચ્છા કહણા આ વિલણા સંઘે ૩. દશવૈકાલિક એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૧૬-૧૭ 4. A History of Indian Literature Vol. II page 47 F.N.I. 5. The Dasvaikalika Sutra: A Study Page 9. આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૨૮૩ www.janelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy