SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ કર્મોની ઉત્તર પ્રકૃતિએ ૧૪૮ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડી સાગરની છે. મોહનીયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૭૦ કેડાર્કોડ સાગરની છે. આયુકમની સ્થિતિ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરની છે. નામ અને ગે.ત્રકર્મની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૦ કેડાર્કોડ સાગરની છે. આ પ્રમાણે આમાં કર્મ-પ્રકૃતિનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ કર્મપ્રકૃતિ રાખવામાં આવ્યું છે. - ૩૪ મા અધ્યયનમાં વેશ્યાનું વર્ણન છે. સામાન્ય રૂપથી મન આદિ ચોગોથી અનુરંજિત અને વિશેષરૂપથી કષાય અનુરંજિત આત્મ પરિણામો વડે જીવ એક વિશિષ્ટ પ્રકારનું આવરણ આત્માની ચારે બાજુ ઉત્પન્ન કરે છે તેને લેશ્યા' કહે છે. દ્રવ્ય લેશ્યાઓ પૌગલિક છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શાધિ છે. વર્તમાન યુગના વિજ્ઞાને માનવ મસ્તિષ્કમાં ઋરિત થનારા વિચારોનાં ચિત્રો પણ લીધા છે જેમાં સારા નરસાં રંગ ઉપસી આવ્યાં છે. પ્રસ્તુત અધ્યયનમાં કૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, પર્વ અને શુકલ આ છ વેશ્યાઓનું વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ આદિ અનેક દષ્ટિએથી નિરૂપણ કર્યું છે. ૩૫ મા અધ્યયનમાં “અનગારનું વર્ણન છે. માત્ર ઘર છોડી દેવાથી જ કઈ અનગાર બની જતું નથી. અનગાર ધર્મ એક મહાન સાધના છે. તેમાં હિંસા, જઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા લેભાદિથી દૂર રહેવાનું હોય છે. તે અનગાર સ્મશાન, શૂન્યાગાર, વૃક્ષની નીચે અથવા બીજાએ બનાવેલા એકાન્ત સ્થાનમાં રહે છે. તે કય-વિજયથી વિરમે છે. સેનું અને માટીને એક સમાન સમજે છે અને આત્મધ્યાનમાં લીન રહે છે ૩૬ મું અધ્યયન “ જીવાજીવ વિભક્તિ છે. જીવ અને અજીવની વિભક્તિ-વિભાગ-ભેદ પાડવા એજ તત્વજ્ઞાનને પ્રાણું છે. જીવ અને અજીવનું ભેદવિજ્ઞાન એજ સમ્યગ્દર્શન છે. જીવ અને અજીવ દ્રવ્ય જે આકાશમાં અસ્તિત્વ ધરાવે છે તે લોક કહેવાય છે અને જ્યાં માત્ર આકાશ જ છે અને બીજું કઈ દ્રવ્ય નથી તે અલોક કહેવાય છે. અજીવન બે ભેદ છે. રૂપી અને અરૂપી. રૂપના ૪ ભેદ અને અરૂપીના ૧૦ ભેદ છે. રૂપી પગલે વર્ણ ગંધ, રસ અને સ્પર્શ ગુણવાળાં હોય છે.. એવા રૂપી પુદ્ગલના સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ૪ ભેદ પડે છે. અરૂપી અજીવ દ્રવ્યના ધમાંસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના કંધ, દેશ અને પ્રદેશ મળી કુલ ૯ ભેદ અને એક અદ્ધાસમયને ભેદ ભેળવતાં અરૂપી અજીવના ૧૦ ભેદ થાય છે. બધા મળી કુલ અજીવના ૧૪ ભેદ થાય છે. તે સિવાય વર્ણાદિ અવાન્તર ભેદનું નિરૂપણ આમાં કર્યું છે. જીવના બે ભેદ છે. સંસારી અને સિદ્ધ. રિદ્ધિના અનેક ભેદ છે. સંસારી જીવના ૨ ભેદ છે- ત્રસ અને સ્થાવર. સ્થાવર જીના ત્રણ ભેદ છે- પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. આ સ્થાવર ઓનો અવાન્તર અનેક ભેદ છે. ત્રસ જીના ત્રણ ભેદ છે- અગ્નિકાય, વાયુકાય, બેઈન્દ્રિયાદિ જીવો. તેમના પણ ભેદ-ઉપભેદ અનેક છે. પંચેન્દ્રિય છના ૪ પ્રકાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમના પણ ઉત્તરભેદે અનેક છે. પ્રસ્તુત અધ્યયનના અન્તમાં સમાધિમરણનું પણ વર્ણન છે. આ પ્રમાણે ૨૬૯ ગાથાઓમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. ઉત્તરાધ્યયનના આ અધ્યયનમાં સંસારની અસારતા અને શ્રમણ જીવનના આચારનું વર્ણન મુખ્ય રૂપથી કરવામાં આવ્યું છે. યદ્યપિ ઉત્તારાધ્યયન ચૂર્ણિમાં આ આગમને ધર્મકથાનુયોગમાં ગયે છે પરંતુ આમાં આચારનું પ્રતિપાદન હવાથી ચરણાનુયોગનું અને દાર્શનિક સિદ્ધાન્તોનું વર્ણન હેવાથી દ્રવ્યાનુયોગનું પણ મિશ્રણ થઈ ગયું છે. આ ગ્રન્થ દ્રવ્યાનુયેગ, ચરણનુગ અને ધર્મકથાનુગનું સમિશ્રિત–એકરૂપ આગમ બની ગયો છે, જેનું પઠન-પાઠન સાધકે માટે અનિવાર્ય અંગ બની ગયેલ છે. ૨૮૦ Jain Education International ERCO International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy