SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ દશવૈકાલિક સૂત્ર મૂળ આગમે!માં દશવૈકાલિકનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નંદીસૂત્રમાં આવશ્યક વ્યતિરેકના કાલિક અને ઉત્કાલિક એમ એ ભેદ પાડયા છે. તેમાં ઉત્કાલિકમાં દશવૈકાલિક એ પ્રથમ છે,' અસ્વાધ્યાય સિવાયના બધા પ્રહરમાં આ ભણી શકાય છે. ચાર અનુયાગામાં દશવૈકાલિકને સમાવેશ ચરણકરણાનુયાગમાં થાય છે. આમાં ચરણુ (મૂલ ગુણ) અને કરણ (ઉત્તરગુણ) આ અન્તે અનુયેગને સમાવેશ છે. ધવલાની અનુસાર દશવૈકાલિક આચાર અને ગેાચરની વિધિનુ વર્ણન કરનારૂં સૂત્ર છે.' અગપન્નતિના અભિમતાનુસાર આના વિષય ગાચરવિધિ અને પંડવિશુદ્ધિ છે. તત્ત્વાર્થસૂત્ર શ્રુતસાગરીયાવૃત્તિમાં આને વૃક્ષકુસુમ આદિના ભેકથક અને તિયાને આચારકથક કહેલ છે. દશવૈકાલિકમાં આચાર-ગેાચરના વિશ્લેષણની સાથેાસાથ જીવિદ્યા, યાવિદ્યા જેવા મહત્ત્વપૂર્ણ વિષયેની ચર્ચા કરવ!માં આવી છે. આ જ કારણે આ ગ્રન્થની રચના પછી શ્રુતશાસ્ત્રના અધ્યયનમાં પણુ આચાર્યએ પરિવર્તન કરી દીધું છે. પહેલા આચારાંગ પછી ઉત્તરાધ્યયન સૂત્ર ભણવામાં આવતું હતું, પરન્તુ પ્રસ્તુત સૂત્રની રચના થયા પછી પહેલા દશવૈકાલિક અને તે પછી ઉત્તરાધ્યયનનું અધ્યયન થવા લાગ્યું. જો કે શ્રમણજીવન માટે પહેલાં આચારનુ જ્ઞાન આવશ્યક છે અને તેથી તે પ્રથમ આચારાંગના અધ્યયનથી કરાવવામાં આવતુ. પરંતુ દશવૈકાલિકની રચના થયા પછી તે સરળ અને સુગમ હોવાથી પહેલાં તેનું અધ્યયન પ્રારંભ થયું. દશવૈકાલિકની રચના પહેલાં આચારાંગના શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનને અર્થ સાથે ભણ્યા વગર શ્રમણશ્રમણિયાને મહાવ્રતાની વિભાગથી ઉપસ્થાપના ન્હાતી આપવામાં આવતી, પરંતુ પ્રસ્તુત અગમની રચના થયા પછી ‘ષટ્લનિકાય’ નામના ચેાથા અધ્યયનને જાણ્યા પછી મહાત્રતાના વિભાગથી ઉપસ્થાપના કરવાના પ્રારંભ થયેા.૯ વ્યવહારભાષ્ય અનુસાર પ્રાચીન યુગમાં આચારાંગના બીજા લેાકવિજય અધ્યયનના બ્રહ્મચર્ય નામક પાંચમા ઉદ્દેશકના આમગધ સૂત્રને જાણ્યા અને સમજ્યા વગર કોઈ પણ સાધક પિંકલ્પી (ભિક્ષા ગ્રહણ કરનાર) નહેાતેા થઇ શકતા, ત્યાર પછી દશવૈકાલિકની રચના થયા બાદ તેના ‘પણ્યેષણા' નામક પાંચમા અધ્યયનને જાણનાર અને ભણનાર (પડકલ્પી થવા લાગ્યા. આ બધી હકીકતા દશવૈકાલિકના મહત્ત્વને સ્પષ્ટરૂપથી સિદ્ધ કરે છે.૧૦ ૧. સે કિં નં ઉક્કાલિયં? ઉક્કાલિયં ણેવિહં પણi, iજહા-દસવેયાલિયં. ૨. દશવૈકાલિક-અગસ્ત્યસિંહ ચૂર્ણ (ખ) દસવૈકાલિક નિર્યુકિત ગા. ૪ ૩. ચરણ મૂલગુણા : વયસમણ ધમ્મ સંયમ, વૈયાવચ્ચ ચ બંભગુત્તીઓ, ણાણાઈતિયં તવ, કોહિનગૃહાઇ ચરણમેય ૪. કરણે ઉત્તરગુણા : પિડવિસાહી સમિઇ ભાવણ પડિમાઇ ઈંદિય નિરહો, પડિલેહણ ગુત્તીઓ, અભિગૃહા ચેવ કરણે તુ । ૫. દસવેયાલિયું આયાર-ગેાયર-વિહિં વણેઇ ૬. દિ ગોચરસ વિહિં, પિડવિસુદ્ધિ ચર્જ, પવૅહિ, દસવેલિય સુત્ત્ત, દહકાલા જત્થ સંવૃત્તા । ૭. વૃક્ષકુસુમાદીનાં દશાનાં ભેદકથક યતીનામાચાર થકં ચ દશવૈકાલિકમ ્ . ૮. આયારસ્સ વરિ ઉત્તરજયણા ઉ આસિ પુર્વ્ય તુ । દસવેલિય ઉવરિ ઇયાણિ કિં તે ન હાંતી ઉ।। ૯. પુર્વાં સત્યપરિણા અધીયપઢિયાઇ હાઉ ઉવટ્ઠવણા ઇહિં ચ્છજીવણયા કિ સા ઉ ન હેાઉ ઉવટ્ટવણા ૧૦. બિતિતંમિ ભચેર પંચમ ઉદેસે. આમગંધિમ્મા સુત્તમિ પિડકપ્પી ઇહુ પુણ પિંડેસણાએ એ !! આગમસાર દાહન Jain Education International નંદીસૂત્ર For Private & Personal Use Only - પ્રવચન સારોદ્ધાર ગા. ૫૫૨ – પ્રવચન સારોદ્ધાર ગા. ૫૬૩ - પટ ખંડાગમ, સત્પ્રરૂપણા ૧-૧-૧ પૃ. ૯૭ (ખ) પૂર્વ શસ્ત્રપરિશાયામાચારા ગાન્તર્ગતાયામર્થતા શાતામાં પઠિતાયાં સૂત્રત ઉપસ્થાપના અભૂદિદાનીં પુન: સા ઉપસ્થાપના કિટ જીવનિકાયાં દશવૈકાલિકાન્તર્ગતાયમધીતાયાં પઠિતાયાં ચ ન ભવિત? ભવત્યવેત્યર્થ:। વ્યવહારભાષ્ય ગા. ૧૭૪ (મલયગિરિ વૃત્તિ) અંગપણત્તિ ૩૨૪. તત્વાર્થવૃત્તિ શ્રુતસાગરીય પૃ. ૬૭ - વ્યવહાર ઉદ્દેશક ૩ ભાષ્ય ગાથા ૧૭૬ (મલયગિરિ) - વ્યવહાર ભાષ્ય ઉ. ૩ ગા. ૧૭૪ - વ્યવહારભાષ્ય . ૩ ગા. ૧૭૫ ૨૮૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy