________________
ગ્ર ગુરુદેવ કવાય પ. નાનર દ્રજી મહારાજ જન્મશતાવિંદ સ્મૃતિગ્રંથ
સ્વયંમાં સ્વયેની લીનતા તે “ચારિત્ર' અને ઈચ્છાને નિધિ તે “તપ” છે. પ્રથમ દર્શન, પછી જ્ઞાન અને ત્યાર બાદ ચારિત્ર અને તપ આવે છે. આ બધાની પૂર્ણતા એજ “મોક્ષ” કહેવાય છે.
રહ્મા અધ્યયનનું નામ “સમ્યકત્વ-પરાક્રમ છે. સમવાયાંગમાં આનું નામ અપ્રમાદ છે. વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે સંભવતઃ આ અધ્યયન લુપ્ત થઈ ગયું હશે. પછી નવીન રૂપથી આ અધ્યયનનું નિમાણ થયું હશે. કારણુંકે આ અધ્યયનની શરૂઆતમાં જ “સમ્યકત્વ-પરાક્રમ' એવા નામનો ઉલ્લેખ છે. આ અધ્યયનમાં ર ગુરુ સાધમિક સુશ્રુષા, આલોચના, નિંદા, ગહ, સામાયિક, ચતુર્વિશતીસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિ ૭૩ સ્થાનનું પ્રશ્નોત્તરરૂપે પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નોત્તરમાળા એ ઉત્તરાધ્યયન સૂત્રને સારું છે. આમાંની બધી બાબતે અધ્યાત્મભાવને ખૂબ ઊંડાણથી સ્પર્શ કરનારી છે.
૩૦મું અધ્યયન ‘તપમાર્ગગતિ' નામનું છે. “તપ” એ એવું દિવ્ય રસાયણ છે કે જે શરીર અને આત્માના યૌગિકભાવોને મિટાવી આત્માને પોતાના મૂળ સ્વભાવમાં સ્થાપિત કરે છે. તપ એ મુકિતનો માર્ગ છે. અનાદિ સંસ્કાર (ક)ને લીધે શરીર સાથે આત્માનું તાદાભ્યરૂપ-એકમેકપણું થઈ ગયું છે. તપ એ તાદાભ્યને તોડવાને એક અમેઘ ઉપાય છે. પ્રસ્તુત અધ્યયનમાં પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિ જન વિરમણથી જીવ આમ્રવરહિત થાય છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગતિથી યુકત, ચાર કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની, નિઃશલ્ય એ જીવ આમ્રવરહિત થાય છે. કરડે ભવના સંચિત કર્મ તપથી નષ્ટ થઈ જાય છે. તે તપ બાહ્ય અને આભ્યત પ્રકારનું છે. બાહ્યના અનશન, ઉદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા એ છ ભેદ છે અને આત્યંતરના પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, દયાન અને કાર્યોત્સર્ગ એમ છ ભેદ છે. આમ તપના કુલ ૧૨ ભેદ છે અને તેના અવાન્તર–પેટભેદ અનેક છે. જેનું આ અધ્યયનમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે.
૩૧ મા અધ્યયનનું નામ “ચરણવિધિ’ છે. ચરણવિધિને અર્થ છે “વિવેકમૂલક પ્રવૃત્તિ. વિવેકમૂલક પ્રવૃત્તિ એજ સંયમ છે અને અવિવેકમૂલક પ્રવૃત્તિ એ જ અસંયમ છે. પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિનું વર્ણન હોવાથી તેનું નામ ‘ચરવિધિ રાખ્યું છે. આહાર, ભય, મિથુન, પરિગ્રહ વિ. સંજ્ઞાઓથી સાધકે દૂર રહેવું જોઈએ કારણ કે તે સંજ્ઞાઓઈચ્છા-વાસનાઓ સાધનામાં બાધક છે. તે સિવાય જે જે સાધનામાં બાધકત છે તેની સૂચી આમાં આપી છે અને સાધકને તેનાથી બચવાની પ્રેરણા કરવામાં આવી છે.
૩૨ માં અધ્યયનમાં પ્રમાદના સ્થાનનું વર્ણન હોવાથી આનું નામ “પ્રમાદસ્થાનીય રાખવામાં આવ્યું છે. સાધનામાં પ્રમાદ એ મોટામાં મોટું બાધક તત્તવ છે. તેથી સાધકે પ્રમાદસ્થાનેથી સતત સાવધાન રહેવું જોઈએ. ગુરુજને અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લેકના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાન્તમાં વાસ કરે, સૂત્ર અને અર્થનું ચિન્તન કરવું, ધર્ય રાખવું. આ બધાં દુઃખમુકિતના ઉપાય છે. કર્મનાં બી તો રાગ-દ્વેષ છે. કર્મ મેથી ઉત્પન્ન થાય છે અને તે કર્મ જન્મમરણનું મૂળ છે તેથી મોહનું ઉન્મુલન કરવું જોઈએ. જેમ બિલાડીના નિવાસસ્થાને ઉંદરોનું રહેવું પ્રશસ્ત અને શ્રેયસ્કર નથી તેમ સ્ત્ર એની પાસે બ્રહ્મચારીનું રહેવું પ્રશસ્ત અને શ્રેયસ્કર નથી. સાધકે પાંચે ઈન્દ્રિય અને મનને પિતાને સ્વાધીન-વશ કરવાં જોઈએ.
૩૩ મા અધ્યયનમાં કર્મપ્રકૃતિનું નિરૂપણ છે. વિભાવદશામાં કર્મને બંધ થાય છે અને સ્વભાવદશામાં કર્મમુકિત થાય છે. સ્વરૂપની દષ્ટિએ આ વિરાટ વિશ્વમાં બધા જ એક સમાન છે, પરંતુ કર્મોને કારણે જીવનમાં ભેદ પડે છે. કર્મો જડ–યુગલ છે. રાગાદિ વિભાવ પરિણતિને કારણે જીવને કર્મની સાથે બંધ થાય છે. બંધ અનાદિથી છે તે કયારે થયે તે કહી શકાય નહિ. વિશિષ્ટ બેધરૂપ જ્ઞાનને આચ્છાદિત કરનારૂં કર્મ તે “જ્ઞાનાવરણીય” છે. સામાન્ય બેધને ઢાંકનારૂં કર્મ ‘દર્શનાવરણીય” કહેવાય છે. જે સાતા અને અસાતાને હેતુ બને છે તે કર્મ ‘વેદનીય’ અને જે દર્શન તથા ચારિત્રમાં વિકૃતિ પેદા કરે છે તે “મેહનીય કર્મ છે. જીવન કાળનું જે નિર્ધારણ કરે છે તે આ યુકર્મ” છે. જે કર્મથી જીવ ગતિ આદિ પર્યાને અનુભવ કરવા લાચાર બને છે તે “નામકર્મ છે. ઊંચ અથવા નીચ ગેત્રનું કારણભૂત જે કર્મ છે તે “ગાત્રકમ’ છે. શકિતને રૂંધનાર અટકાવનાર કર્મને “અન્તરાય” કહે છે. આ આઠ
આગમસાર દોહન
૨૭૯ www.jalne brary.org
Jain Education International
For Private & Personal Use Only