________________
| કાવય પ, નાનજી મહારાજ જમશતાGિ
વિષયભેદને લઈને સંવાદ થાય છે. આનું કારણ બતાવતાં આમાં કહ્યું છે કે સમયને અનુસરીને બાહ્યાચારમાં પરિવર્તન વખતોવખત થતું રહે છે અને થશે. આ સંવાદને લીધે આ અધ્યયન ઘણી દષ્ટિથી મહત્વપૂર્ણ બન્યું છે.
૨૪ મું અધ્યયન “સમિતીય” છે. નેમિચંદ્ર વૃત્તિમાં આનું નામ “પ્રવચનમાતા” આપ્યું છે, આમાં પ્રવચનમાતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન છે. મા જેવી રીતે પુત્રનું લાલન-પાલન તથા રક્ષણ કરે છે અને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે તેવી જ રીતે પ્રવચનમાતા સાધકને સાધનાપથ પર સમ્યક્વિધિએ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે.
૨૫ મું અધ્યયન યજ્ઞયિ” છે. ભારતવર્ષના ધાર્મિક ઈતિહાસમાં યજ્ઞ-પૂજા આદિ ધાર્મિક અનુષ્ઠાનનું પ્રારંભથી મહત્ત્વ રહ્યું છે. મહાવીરના સમયે તેનું પ્રભુત્વ હતું. મહાવીરે સાચે યજ્ઞ શું છે, સાચે બ્રાહ્મણ કોને કહેવાય તે સુન્દર ભાવથી આમાં સમજાવ્યું છે. પ્રસ્તુત અધ્યયનમાં બતાવ્યું છે કે વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયષ નામના બે ભાઈ હતા. તેઓ કાશ્યપગંત્રી બ્રાહ્મણ હતા. એકવાર જયઘોષ ગંગામાં ન્હાવા માટે ગયે. ત્યાં તેણે એક સાપને દેડકે ગળતે જોયે. એટલામાં એક કુરર પક્ષી (સમડી) આવ્યું. તેણે ચપ દઈને સાપને મોઢામાં પકડે. આમ સાપના મોઢામાં દેડકે અને કુરરના મોઢામાં સાપ આ દશ્ય જોઈને જયઘોષ વિરકત થઈ ગયો અને તે શ્રમણ બની ગયે. એકવાર જયઘોષ વારાણસીમાં ભિક્ષાની અન્વેષણુ કરતાં યજ્ઞમંડપમાં પહોંચ્યા, જ્યાં વિજયઘેષ અનેક બ્રાહ્મણની સાથે યજ્ઞ કરી રહ્યો હતો. તપને લીધે જયઘોષનું શરીર અતિ ક્ષીણ બની ગયું હતું. વિજયઘોષ તેને ઓળખી શકે નહિ. વિજય ભિક્ષા આપવાનો ઈન્કાર કર્યો. મુનિ શાંત રહ્યા અને બોધ આપવાની ભાવનાથી કહ્યું કે હે વિજયઘોષ! તમે જે આ
રી રહ્યા છો તે વાસ્તવિક યજ્ઞ નથી. વિષય, કષાય અને વાસનાઓને જ્ઞાનાગ્નિમાં નાખી બાળી નાખવા એજ સાચા યજ્ઞ છે. સચારિત્રથી જ સાચો બ્રાહ્મણ થવાય છે. જન્મથી કે જાતિથી કઈ માનવી બ્રાહ્મણ થ નથી મુનિના ઉપદેશથી વિજયઘોષને યથાર્થ જ્ઞાન થયું, અને તે વિરકત થઈને સમ્યક આચરવાળો બન્યો. આ અધ્યયનમાં બ્રાહ્મણની ખૂબ માર્મિક વ્યાખ્યા કરવામાં આવી છે જે સત્ય અને શાશ્વત છે.
૨૬ માં અધ્યયનનું નામ “સમાચારી છે. સમાચારીનો અર્થ થાય છે સમ્યક વ્યવસ્થા. આમાં જીવનની તે વ્યવસ્થાનું નિરૂપણ છે કે જેમાં સાધકનાં પરસ્પરના વ્યવહારો અને કર્તવ્યોનો સંકેત આવ્યા હોય. સમાચારી ૧૦ પ્રકારની છે. આવશ્યકી, નૈધિકી, આપૃચ્છના, છન્દના, ઈચ્છાકાર, મિથ્થાકાર, તથતિકાર, અત્યુત્થાન અને ઉપસંપદા. આ અધ્યયનમાં સાધકજીવનની કાળચર્યાનું વિભાગવાર વિધાન કર્યું છે. દિવસ અને રાતના મળીને કુલ ૮ પ્રહર હોય છે. તેમાં ચાર પ્રહર સ્વાધ્યાયના અને બે પ્રહર દયાન માટેના છે. દિવસમાં એક પ્રહર ભિક્ષા માટે અને રાત્રિમાં એક પ્રહર નિદ્રા માટે છે. સ્વાધ્યાય અને ધ્યાનથી નિદ્રા સ્વાભાવિકપણે ઓછી થઈ જાય છે. આ જાગૃત સાધકને દિવ્ય તથા ભવ્ય સાધનાક્રમ છે.
- ૨૭મું અધ્યયન “ખલુંકિય” છે. ખલુંક્તિને અર્થ છે મારકણે દુષ્ટ બળદ. ગર્ગ ગોત્રીય “ગાર્મે' મુનિ પિતાના વખતના યોગ્ય આચાર્ય હતા. તેઓ સતત સંયમસાધના તથા સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. પરંતુ તેમના શિષ્યો ઉદંડ, સ્વચ્છન્દી અને અવિનીત હતા. તેમના અભદ્ર વ્યવહારથી પિતાની સમત્વ સાધનામાં વિશ્ન- ડખલ પડતી જોઈને ગાગ્ય આચાર્યે તેમને છોડી દીધા, કારણકે તે સિવાય બીજે કઈ માર્ગ ન હતો. અનુશાસનહીન અવિનીત શિષ્ય એવા દુષ્ટ બળદીયાની જે છે કે જે માર્ગમાં ગાડી તોડી નાખે છે અને માલિકને કષ્ટ પહોંચાડે છે. તે વાતે વાતે આચાર્યની સાથે લડાઈ ઝઘડા કરે છે, અને તેની નિંદા કરે છે. અવિનીત શિષ્યોને પનારો પડે હોય તો તે વખતે આચાર્યનું શું કર્તવ્ય હોવું જોઈએ તેની ચર્ચા પણ આમાં કરી છે.
૨૮મું અધ્યયન “મોક્ષમાર્ગ ગતિ છે. સમ્યગ દર્શન-જ્ઞાન- ચારિત્ર અને તપ આ ચાર મેક્ષગતિના સાધનો છે. અને આ સાધનોની પૂર્ણતાનેજ મોક્ષ” કહેવાય છે. નવતના યથાર્થ સ્વરૂપની સમ્યકુશ્રદ્ધાને “દર્શન’ કહે છે. નવ તને સમ્યક તે “જ્ઞાન” રાગાદિ આસન નિગ્રહ તથા સંવરણને “ચારિત્ર' કહે છે અને આત્મભુખ તપનક્રિયારૂપ વિશિષ્ટ જીવનશુદ્ધિ એ “તપ” છે. આનાથી પૂર્વસંચિત કર્મોને અમુક અંશે નાશ થાય છે. આ કથન વ્યવહારની અપેક્ષા છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તે આત્મસ્વરૂપની પ્રતીતિ તે “દર્શન’. સ્વરૂપબોધ તે “જ્ઞાન” અને
૨૭૮ Jain Education International
તવદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org