________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ૧૯ મા અધ્યયનનું નામ ‘મૃગાપુત્રીય ' છે. રાજકુમાર મૃગાપુત્ર પેાતાની પત્નીઓની સાથે મહેલના ગવાક્ષમાં (ખરીમાં) બેસીને નગરની શેાભા નિહાળી રહ્યો હતા ત્યારે તેની દ્રષ્ટિ એક તેજસ્વી સંત પર પડી. તે મંત્રમુગ્ધ બનીને એકીટસે જોતા રહ્યા-જોતા રહ્યા ત્યાં તેને પૂર્વભવની સ્મૃતિ (જાતિસ્મરણુજ્ઞાન) થઈ આવી. તેને ભાગે રાગ જેવા લાગવા માંડયા. માતા પિતા પાસે તે દીક્ષાની વાત કરે છે. માતાપિતા તેને સમજાવતાં કહે છે કે બેટા ! સાધુજીવન ઘણું દુષ્કર અને કઠાર ડ્રાય છે. લેાઢાના ચણા ચાવવા સમાન છે. તુ સાધુ જીવનના કઠાર નિયમ પાળી નહિ શકે કારણકે તુ સુકુમાર છે. મૃગાપુત્રે કહ્યું-પૂર્વ જન્મમાં નરકની ભયકર વેદનાએ પરતંત્ર તથા અસહાય સ્થિતિમાં કેટલીયે વાર સહન કરી છે. માતાપિતા કહે – સાધુજીવનમાં તારું કાણુ ધ્યાન રાખશે? માંદગીમાં કાણુ તારી સેવા ચાકરી કરશે ? મૃગાપુત્રે કહ્યું-જંગલમાં મૃગે રહે છે તે જ્યારે ખીમાર થાય છે ત્યારે કેણુ તેની સંભાળ રાખે છે ? જેમ વનના મૃગે કોઇ પણ જાતની સગવડ વિના પેાતાનું સ્વતંત્ર જીવનયાપન કરે છે તેવી રીતે હું પણ મારું સંયમી જીવન વીતાવીશ. અહી મૃગાચર્ચાના ઉલ્લેખ હોવાથી આ અધ્યયનનુ નામ સમવાયાંગમાં ‘મૃગચય” આપ્યું હોય એમ સંભવે છે. પાછળથી મૃગાપુત્રની પ્રધાનતા હેાવાથી ‘મૃગાપુત્રીય ’ નામ આપ્યું હોય એમ પ્રતીત થાય છે.
૨૦ મા અધ્યયનનું નામ ‘મહાનિર્ઝન્થીય’ છે. આમાં અનાથી મુનિ અને રાજા શ્રેણિકની વચ્ચે જે રાચક સંવાદ થયે તેનુ વર્ણન છે. અનાથી મુનિની પ્રવ્રજયાનું વિશેષ રૂપથી વર્ણન હાવાથી સંભવ છે કે સમવાયાંગમાં આ અધ્યયનનુ નામ ‘અનાથ પ્રત્રવા' આપ્યું હાય. પ્રસ્તુત આગમમાં આનું નામ ‘મહાનિ થીય' મળે છે. તેના સ ંકેત આ અધ્યયનની એ ગાથાએમાં છે.' મહાનિ થના અર્થ સવિતા સાધુ છે. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનનું જ (અ.૬ન્નુ) વિશેષપણે વર્ણન હાવાને લીધે આનુ નામ મહાનિ થીય’ છે.
૨૧મા અધ્યયનનું નામ ‘સમુદ્રપાલીય' છે. ચંપાનગરીમાં પાલિત નામને એક વ્યાપારી હતા. તે મહાવીરને ભકત હતા. એક વાર તે વ્યાપાર નિમિત્તે પિઝુંડ નામના નગરમાં પહેાંચ્યા. ત્યાં કાઇ વણકપુત્રી સાથે તેના વિવાહ થયા. વહાણુમાં બેસી ઘેર પાછા વળતાં વહાણમાં સમુદ્રની વચ્ચે પાલિતને પુત્ર થયા તેથી તેનુ નામ સમુદ્રપાલિત રાખ્યુ. કુમારવયે તે ૭૨ કળાઓમાં નિષ્ણાત બન્યા. એક વખતે કાઈ અપરાધીને બાંધીને લઈ જવાતે જોઇ તેને વિચાર ઉદ્ભવ્યે કે સારા કર્મનું ફળ સારૂ મળે છે અને ખરાખ કનુ ફળ ખરામ મળે છે. ક ફળની ગહનતાને તે વિચારતા રહ્યો અને તેનું મન સંવેગ અને વૈરાગ્યથી ભરાઇ ગયું. તેણે શ્રમણુદીક્ષા ગ્રહણ કરી, તે બધાનું વર્ણન કરવાની સાથે આમાં સાધુના આંતરિક આચાર સંબંધી વર્ણન કરતાં શાસ્ત્રકારે બતાવ્યું છે કે સાધુએ પ્રિય અને અપ્રિય અને બાબતેામાં સમભાવે રહેવુ જોઇએ.
૨૨મા અધ્યયનમાં ‘રથનેમિ’ને! ઉલ્લેખ છે. આમાં ભ. અરિષ્ટનેમિ, શ્રીકૃષ્ણ, રાજેમતી, રથનેમિ આદિનું ચરિત્ર ચિત્રણ છે. રથનેમિએ ગુફામાં રાજેમતીને જોયા અને વિવાહની વાત તાજી કરી ભેગ ભેાગવવાની યાચના કરી. રાજેમતીએ કહ્યું-રથનેમિ! હું તમારા ભાઇની પશ્યિકતા છું, અને તમે મારી સાથે વિવાહ કરવા ઇચ્છો છે? શું આ કાર્યાં વમન કરી નાંખેલા અન્નને ફરી ચાટવા સમાન ઘૃણાસ્પદ નથી ? તમે તમારા અને મારા કુળની ખાનદાની અને ગૈારવને જુએવિચારશ, યાદ કરેા. શું તમને આવા અઘટિત પ્રસ્તાવને મૂકતાં લજ્જા થતી નથી? રથનેમિને પોતાની ભૂલ સમજાણી. અકુશથી જેમ મદોન્મત્ત હાથી વશ થઈ જાય છે અને રાજમાર્ગ પર ચાલવા લાગે છે તેવીજ રીતે રથનેમિ પણ સ્વસ્થ થઇને ફરી પોતાના સંયમ પથ ઉપર દૃઢ બની ગયા. રાજેમતીને આ એપ એટલા બધા અસરકારક અને ચેતનવંતા છે કે જાણે આજેજ કરવામાં આવ્યે હાય તેમ ભાસે છે. આ એવુ શાશ્વત સત્ય છે કે કયારેય ધુમિલ કે તેોહીન નહિ થાય.
૨૩મા અધ્યયનનુ નામ ‘કેશી ગૈાતમીય' છે. આમાં ભ. પાર્શ્વનાથના શિષ્ય કેશી અને ભ. મહાવીરના શિષ્ય ગાતમની વચ્ચે એકજ ધર્મમાં સચેલ, અચેલ, ૪ મહાવ્રત અને ૫ મહાવ્રત આમ પરસ્પર
વિપરીત વિવિધ ધર્મના
૧. (ક) મગં કુસીલાણ જહાય સવ્વ મહાનિમાંંઠાણ એ પહેણું. (ખ) મહાનિયંઠિજજમિણે મહાસુર્ય સે કાહએ મહયા વિત્થરણું.
આગમસાર દાહન
Jain Education Internationa
For Private
Personal Use Only
– ઉત્તરાધ્યયન ૨૦ ગા. ૫૧ ઉત્તરાધ્યયન ૨૦ ગા. ૫૩
२७७ www.jainelibrary.org