________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વખતે સુત્રતા આર્યા ત્યાં આવશે. આહાર પાણી વહેરાવી બધા હકીક્ત કહેશે કે ધન્ય છે તે માતા જે વાંઝણ છે. જેને કરૂં નથી. હું તો આ છોકરાઓથી ખૂબ કંટાળી દુઃખી થઈ ગઈ છું. કોઈ જાતનો આનન્દ ભોગવી શક્તી નથી. સાદેવીઓ નિગ્રંથ પ્રવચનને ઉપદેશ આપશે. તે શ્રાવિકા બનશે. બીજી વખત આ પધારતાં ધર્મ સાંભળી પતિને પૂછી દીક્ષા ગ્રહણ કરશે. અગિયાર અંગે ભણી, તપ કરી ઘણુ વર્ષે દીક્ષા પાછી મહિનાની સંલેખણ કરી બધા પપિની આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિભાવે કાળ કરી દેવ થશે અને ત્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુકત થશે.
એજ પ્રમાણે પૂર્ણભદ્ર, માનભદ્ર દત્ત, શિવ, વિલેપક અને અનાદતનું વર્ણન કરેલ છે. આ પ્રમાણે પુષ્પિતા ઉપાંગમાં સ્વસમય અને પરસમયના જ્ઞાન સાથે કથાઓનું સંકલન છે. કથાઓમાં કુતુહલ તત્વની પ્રધાનતા છે. બધા, આખ્યાનોમાં વર્તમાન જીવન ઉપર એટલે પ્રકાશ પાડયું નથી એટલે તેમના પરલેકના જીવન ઉપર નાખ્યો છે. સાંસારિક મેહ અને મમતાનું તાદશ ચિત્રણ છે. પુનર્જન્મ અને કર્મસિદ્ધાન્તનું સમર્થન સર્વત્ર થયેલું જણાય છે.
ચોથા વર્ગ પુષ્પચૂલિકાના પણ દશ અધ્યયને છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ બુદ્ધિ, લક્ષમી, ઇલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગંધદેવી.
પ્રથમ અધ્યયનમાં શ્રીદેવીનું વર્ણન છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા. ભ. મહાવીર ગુણશીલ ચૈત્યમાં પધાયાં. શ્રીદેવી બહપુત્રિકા દેવીની જેમ ભગવાનના દર્શને આવી અને નાટય વિધિ દેખાડી પાછી ચાલી ગઈ. બહુપત્રિકાથી વિશેષ માત્ર એ હતું કે એણે કુમાર-કુમારિકાઓને વિકુવ્યા ન હતા.
- શ્રીદેવીના પૂર્વજન્મ વિષે શૈતમે પૂછતાં ભગવાને કહ્યું- રાજગૃહમાં જિતશત્રુ નામે રાજા હતો. ત્યાં સુદર્શન નામને ગાથાપતિ હતો. તેને પ્રિયા નામની પત્ની હતી. તે બન્નેની એક દીકરી જેનું નામ ભૂતા હતું. તે જીર્ણ અને વૃદ્ધા જેવી નાની વયમાં દેખાતી હતી. એક વખત પાર્શ્વપ્રભુ તે નગરીમાં પધાર્યા. ભૂતાદારિકા માતપિતાની આજ્ઞા લઈ ભગવાન પાર્શ્વના દર્શનાર્થે ગઈ, ધર્મોપદેશ સાંભળે. વિરાગ્ય પામી પ્રત્રજિત થવાની ભાવના વ્યકત કરી. માતાપિતાએ રાજી થઈ આજ્ઞા આપી. પાર્શ્વ પ્રભુ પાસે અનુમતિ લઈ પુષ્પચૂલા આર્યોની પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમ પાળવા લાગી, પરંતુ એક વખતે ભૂત સાધી શરીર બકુશિકા થઈ ગઈ. વારંવાર હાથ, પગ, મોઢું ધોવામાં રાતદિવસ જેતી નહિ. અહર્નિશ શારીરિક સેવાસુશ્રુષા કરવા લાગી. પુષ્પલિકા આર્યાએ કહ્યું કે આ શ્રમણચાર નથી. માટે આ પાપની આલોચના કરી શુદ્ધિકરણ કરવું જોઈએ પરંતુ તેણે આજ્ઞાની અવહેલના કરી જુદે સ્થળે રહેવા લાગી અને આલોચના કર્યા વગર મરીને આ દેવી થઈ છે. મહાવિદેહમાં જન્મ લઈને તે નિર્વાણ પ્રાપ્ત કરશે. આજ પ્રમાણે નવે અધ્યયનમાં આવી જ કથા છે.
પાંચમા વર્ગનું નામ વૃષ્ણિદશા છે. તેમાં ૧૨ અધ્યયને છે. તેના નામ-નિષધ, માયની, વહુ, વેધ, પ્રગતિ, તિ, દશરથ, દઢરથ, મહાધન, સપ્તધન, કશધન અને શતધનુ છે.
દ્વારકાનગરીમાં કૃષ્ણ મહારાજ રાજ્ય કરતા હતા. સમુદ્રવિજય પ્રમુખ દશદશાર્ણ રાજા, બલદેવ પ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેન પ્રમુખ રાજા, પ્રદ્યુમ્નકુમાર-સાંબ પ્રમુખ દ્ધા, વીરસેન પ્રમુખ વીર, રુકિમણી પ્રમુખ રાણીઓ અને અનંગસેના પ્રમુખ ગણિકાઓથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઘેરાયેલા રહેતા હતા. દ્વારકામાં બલદેવ રાજાની રાણી રેવતીએ નિષકુમાર નામના પુત્રને જન્મ આ. ભ. અરિષ્ટનેમિ એક વાર દ્વારકામાં પધાર્યા. તેમનું આગમન સાંભળી શ્રીકૃષ્ણ સામુદાયિક ભેરી વડે ભગવાનના આગમનની ઉદઘોષણુ કરાવી. સપરિવાર દલ–બલ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના વંદન માટે ગયા. નિષકુમાર પણ ભગવાનને નમસ્કાર કરવા પહોંચે. નિષયકુમારનું દિવ્યરૂપ જોઈને ભ. અરિષ્ટનેમિના પ્રધાન શિષ્ય વરદ તેના દિવ્યરૂપ વિ. ના સંબંધમાં પૂછ્યું. ભગવાને કહ્યું-રહિતક નગરમાં મહાબલ રાજા રાજ્ય કરતો હતે. તેની રાણી પદ્માવતીથી વીરંગત નામે એક પુત્ર થયો. યુવાવસ્થામાં અનેક પ્રકારે મનુષ્ય સંબંધી ભેગો ભગવતે વિચરતે હતો. એક વાર સિદ્ધાર્થ આચાર્ય તે નગરમાં પધાયાં. તેમને ઉપદેશ સાંભળી વીરંગતે શ્રમણ પ્રવજ્યા ગ્રહણ કરી, અનેક પ્રકારના તપાદિ અનુષ્ઠાન કરી ૪પ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળી. બે માસની સંલેખણા કરી સમાધિભાવે
२७०
તત્ત્વદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only