SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગદેવ કવિવય પં. નાનયદ્રજી મહારાજ જમાતાલિદ સ્મૃતિગ્રંથ તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે હું વલકલ વસ્ત્ર પહેરી, પાત્ર તથા કાવડ લઈ કાષ્ઠમુદ્રાથી પિતાનું મુખ બાંધી ઉત્તર દિશામાં જઈ અભિગ્રહ ધારણ કરીશ કે જલ, સ્થલ, દુર્ગ, પર્વત, ખીણ, ગુફામાં કદાચ પડું તે પણ ત્યાંથી ઊભો થઈશ નહિ એમ ચિન્તવી તે અશોકવૃક્ષની નીચે ગયે. ત્યાં પાત્ર, કાવડને એક બાજુ મૂકી વેદિકા બનાવી, સ્નાન કર્યું અને પછી દર્ભ આદિ પાથરી બધાં અનુષ્ઠાન કર્યા. તે વખતે એક દેવે અન્તરિક્ષમાં ઊભા રહીને સેમિલને કહ્યું કે તમારું આ અનુષ્ઠાન સમ્યક નથી પરંતુ દેષપૂર્ણ છે. દેવના કથનની તે ઉપેક્ષા કરતે રહ્યો પરંતુ વારંવાર દેવના કહેવાથી તેણે શ્રાવકના પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કરી વિવિધ પ્રકારના તપાનુષ્ઠાન કરતે થેકે અંતે અર્ધમાસિક સંલેખનાથી પિતાના આત્માને ભાવતો રહેવા લાગ્યો. પરંતુ પૂર્વકૃત પાપસ્થાનકોની આલોચના - પ્રતિક્રમણ ન કરવાથી ત્યાંથી આયુ પૂર્ણ કરી શક નામના મહાગ્રહમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે. ચેથા અધ્યયનમાં બહ પત્રિકા દેવીનું વર્ણન છે. ભ. મહાવીર રાજગૃહનગરની બહાર પધાર્યા. તે વખતે બહુપુત્રિકા નામની દેવી ભગવાનના સમવસરણમાં આવે છે અને પ્રવચન પછી પોતાની જમણી ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને ડાબી ભુજામાંથી ૧૦૮ દેવકુમારિકાઓને કાઢે છે અને બીજા અનેક છોકરા-છોકરીઓને પોતાની વૈક્રિયશકિતથી બહાર કાઢે છે અને સર્વાભ દેવની માફક નાટક કરી બતાવે છે. નાટક પૂરું થતાં તે બધાને પાછા પિતાના શરીરમાં સમાવી લે છે. ગણધર શૈતમે બહપુત્રિકા દેવીના ગયા પછી ભગવાનને પૂછયું કે કુમાર-કુમારિકાઓની દિવ્યઋધિ કયાંથી નિકળી અને પાછી કયાં સમાઈ ગઈ? ભગવાને કહ્યું- જેમ એક ભવ્ય ભવનમાંથી હજારો વ્યકિત બહાર નીકળે છે અને ફરી તે ઘરમાં પાછા પ્રવેશી જાય છે તેવી રીતે બહપુત્રિકા દેવીએ પોતાના શરીરમાંથી રચના કરી હતી. ગૌતમે ફરી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે તે પૂર્વભવમાં કોણ હતી? ભગવાને કહ્યું – - વારાણસી નગરીમાં ભદ્ર નામને સાર્થવાહ હતું. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. તે પુત્રરહિત વધ્યા હેવાથી દિન રાત દુઃખી રહેતી હતી. અને મનમાં ચિન્તન કરતી કે તે માતાઓને ધન્ય છે કે જેમણે પુત્રને જન્મ આપી દુગ્ધપાન કરાવ્યું અને પોતાની ગોદમાં બેસાડી તેમની કાલીઘેલી-તતલી બેલી સાંભળી રાજી થાય છે. પરંતુ હું તે ભાગ્યહીન છું. મારે કોઈ સન્તાન નથી. એક વખત વારાણસીમાં સુવ્રતા નામની આર્યા જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત હતા–પિતાની શિષ્યાઓ સાથે પધારી. તેમની શિષ્યાઓ ભદ્ર સાર્થવાહને ત્યાં ભિક્ષા માટે પહોંચી. સુભદ્રાએ વિપુલ અશન, પાન, ખાધ આદિથી પ્રતિભાભીને આયિકાઓ પાસે સંતાનોત્પત્તિ માટે કે વિદ્યા, મંત્ર, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધિ વિ.ની યાચના કરી, આચિકાઓએ કહ્યું –અમે આવી વાતો સાંભળતા નથી અને તે સંબંધમાં ઉપદેશ કે વિધિ બતાવવી તે અમારા નિયમથી વિરુદ્ધ છે. અમે તો નિગ્રંથ પ્રવચનને જ ઉપદેશ આપીએ છીએ. આર્થિકાઓને ઉપદેશ સાંભળી સુભદ્રા શ્રમણોપાસિકા થઈ અને થોડા સમય પછી તેણે સુવ્રતા આર્યો પાસે શ્રમણ દીક્ષા ગ્રહણ કરી પરંતુ આયિકા થવા છતાં સુભદ્રાને બાળકો પ્રત્યે અત્યન્ત નેહ રહેતો હતું તેથી તે બાળકને કયારેક પીઠી ચોળતી, માલિશ કરતી, શૃંગાર કરતી અને તેમને ભેજનાદિ કરાવતી. સુત્રતા મહાસતીએ સુભદ્રાને કહ્યું કે આ કાર્ય શ્રમણ મર્યાદાને પ્રતિકૂળ છે. તમારે આમ કરવું ઉચિત નથી, પરંતુ પિતાની સદ્દગુરુગીની આજ્ઞાને અવગણી તે અન્ય ઉપાશ્રયમાં જઈને એકલી રહેવા લાગી અને સ્વચ્છદતાપૂર્વક બાળકોની સાથે પૂર્વવત્ આચરણ કરવા લાગી. ઘણું વર્ષો સુધી સ્વચ્છદ પ્રવૃત્તિ આચરતી શ્રમણ ધર્મનું પાલન કર્યું અને અને અર્ધમાસિક સંખના વડે આયુષ્ય પૂર્ણ કર્યું. પરંતુ ઉત્તર ગુણમાં જે દોષ લાગ્યા તેમની આલોચના પ્રતિક્રમણદિ ન કરવાથી તે સધર્મસભામાં બહુપુત્રિકા નામની દેવી થઈ. તે જયારે ઈન્દ્રની પાસે ઈન્દ્રસભામાં જાય છે ત્યારે ઘણા બાળક-બાળિકાઓની વિફર્વણ કરીને સભાનું મનોરંજન કરે છે તેથી તેને બહુપુત્રી દેવી કહે છે. સ્વર્ગથી અવીને તે બિભેલ સનિવેશમાં એક બ્રાહ્મણને ઘેર ઉપન થશે. તે સમયે તેનું નામ સામ પાડવામાં આવશે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં ભાણેજ સાથે તેને વિવાહ થશે અને તેને ઘણા પુત્ર-પુત્રીઓ થશે. કેઈ બાળક નાચશે, કૂદશે, હસશે, રોશે, એક બીજાને મારશે, કૂટશે, ખાવા માટે હઠ કરશે, રીસાશે, બૂમ-બરાડા પાડશે, કે સૂતું રહેશે, ઝાડે, પેશાબ કરતાં રહેશે, કઈ માંદુ પડશે, અશુચિમાં રમ્યા કરશે. આમ દુઃખી થઈ કંટાળશે. એક આગમસાર દેહન २६६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy