________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આ પ્રમાણે આ વર્ગમાં ત્રતાચરણ વડે જીવનશેાધનની પ્રક્રિયાનુ સુદર નિરૂપણ કર્યું છે. પિતા જ્યાં કષાયને વશીભૂત થઈને આયુષ્ય પૂર્ણ કરી નરકમાં જાય છે ત્યાં પુત્રા સત્કર્મ વડે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ઉત્થાન અને પતનની જવાખદારી માનવીના પેાતાના કર્તવ્યા ઉપર આધારિત છે. માનવ સાધના દ્વારા ભગવાન પણ ખની શકે છે અને વિશધનાથી ભિખારી પણ અની શકે છે
ત્રીજો વર્ગ ‘પુષ્પિતા’ છે. તેના પણ દશ અધ્યયના છે. ચંદ્ર, સૂર્ય, શુક્ર, ખહુપુત્રિક, પૂર્ણ, માનભદ્ર, દત્તા, શિવ, લેપક અને અનાદત.
પહેલા અધ્યયનમાં ચંદ્રનું વર્ણન છે. ભ. મહાવીર એક વખત રાગૃહમાં બિરાજમાન હતા. ન્યાતિષ્કના ઇન્દ્ર ચંદ્ર અવધિજ્ઞાનથી ભગવાનને રાજગૃહીમાં જોઇ પેાતાના વિમાન સહિત ભગવાનના દર્શનને માટે ત્યાં આવ્યા. તેણે વિવિધ પ્રકારના નાટયારÀા કર્યા. ગીતમે જિજ્ઞાસા કરી. ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું. એવી જ રીતે ખીજા અધ્યયનમાં સૂર્ય ભગવાનના સમવસરણમાં વિમાન સહિત આગમન, નાવિધિ અને તેના પૂર્વભવનું કથન વિગેરે નિરૂપણ છે.
ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહનુ વર્ણન છે. તે ભ. મહાવીરના દર્શનાર્થે આવે છે અને પૂર્વવત નાટ્યવિધિ બતાવી પાછો સ્વસ્થાનકે જાય છે. ભગવાને તેના પૂર્વભવનું કથન કરતાં કહ્યું-આ દેવ પૂર્વભવમાં વારાણસીમાં સામિલ નામના બ્રાહ્મણ હતા. વેદશાસ્ત્રામાં નિષ્ણાત હતા. એક વખત ભગવાન પાર્શ્વનાથ વારાણસીમાં પધાર્યા. સેમિલ ભ. પાના દર્શન હેતુ આન્યા અને તેણે ભગવાનને પ્રશ્ન પૂછ્યા -ભગવન્! આપને યાત્રા છે? આપને યાપનીય છે? સિરસવ, માસ અને કુલત્ય ભક્ષ્ય છે કે અભક્ષ્ય ! આપ એક છે કે અનેક ? આ બધા પ્રશ્નાના ઉત્તર ભગવાને સ્યાદ્વાદની ભાષા અને શૈલીમાં આપી તેનુ સમાધાન કર્યું. તે ભગવાનનેા અનુરાગી બની ભગવાન પાસે સમ્યકત્વ ગ્રહણ કર્યું . અહીં એ યાદ રાખવાનું છે કે આ સેમિલ કે જેણે ભગવાન પાર્શ્વને પ્રશ્ન કર્યાં હતા તે અને ભગવતી સૂત્રના ૧૮મા શતકના ૧૦મા ઉદ્દેશકમાં પણ સેડમિલ બ્રહ્મણનુ વર્ણન છે કે જેણે આ જ પ્રકારના પ્રશ્નો ભ. મહાવીરને કર્યા હતા. આ બન્ને પૃથક્ હાવા જોઈએ, કારણ કે ભ. પાર્શ્વને પ્રશ્ન કરનાર સેમિલ વારાણસીનેા હતેા અને ભ. મહાવીરને પ્રશ્ન કરનાર સેમિલ વાણિજ્યગ્રામને હતા. કાળઘટનાની દૃષ્ટિએ પણ અન્ને જુદા જુદા પ્રતીત થાય છે.
ભ. પા વારાણસીથી વિહાર કરે છે ત્યાર પછી કુસંગતિને કારણે સેમિલ પુનઃ મિથ્યાત્વી બની જાય છે. એક રાત્રે કુટુંબ જાગરણ કરતાં તેણે વિચાર કર્યો કે પ્રાતઃ ઊઠીને વારાણસીની બહાર એક ઘણેા સુન્દર બગીચા અનાવીશ કે જેમાં વિવિધ પ્રકારના વૃક્ષેા અને રંગબેરગી ફૂલે ખીલેલા અને સુવાસ ફેલાવતા હાય. સવારે વિચારને આચારરૂપમાં પરિણમાગ્યે. પુનઃ એક રાત્રે કુટુંબ જાગરિકા કરતાં તેને એવે વિચાર ઉદ્ભન્યા કે પ્રાતઃ બધાને ભાજન કરાવી ગંગા નદીને કિનારે તાપસી પ્રવ્રજ્યા ગ્રહણ કરીરા. સવાર થતાં તેણે દિશાપ્રેક્ષક તાપસેા પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને એવી પ્રતિજ્ઞા કરી કે ‘નવજીવ-જીવન પર્યન્ત અન્તર રહિત છઠે છઠે દિક્ ચક્રવાલ તપસ્યા આદરી સૂર્યની અભિમુખ ભુાએ ઊંચી કરી સૂર્યાભિમુખ બની આતાપના ભૂમિમાં તપસ્યા કરીશ. પ્રથમ છઠના પારણાના દિવસે તે આતાપના ભૂપથી ચાલીને વલ્કલના વચ્ચે! ધારણ કરી પેાતાની કુટિરમાં આવ્યે અને પેાતાની છાબડી લઇને પૂર્વ દિશા તરફ ચાલ્યા. ત્યાં તેણે સેમ મહારાજની પૂજા કરી અને કંદમૂળ-ફળ વિ. લઇને છાબડી ભરીને પાછા પેાતાની કુટિરમાં આવ્યે ત્યાં તેણે પેાતાની વેદ્રિકાને લીપી-પેતી શુદ્ધ કરી. પછી દ અને કળશ લઈને ગંગાસ્નાન માટે ગયા. ત્યાર પછી આચમન કરી દેવતા અને પિતાને જલાંજલિ આપી, પછી દર્ભ અને પાણીના કળશ હાથમાં લઇને કુટિરમાં આવ્યેા. દર્ભ, કુશ અને વેળુથી વૈશ્વિકા ખનાવી. મંથનક વડે અણુિને ઘસીને અગ્નિ પ્રગટાવી અને સમિધકાષ્ઠ નાખી તેને પ્રજવલિત કરી. અગ્નિની જમણી બાજુ એ તેણે સાત વસ્તુઓ-સકથ (એક ઉપકરણ), વલ્કલ, અગ્નિપાત્ર, શય્યા, કમડલ, દંડ અને પેાતાને સ્થાપિત કર્યા. ધૃત, મધુ, તલ અને ચેખા વડે અગ્નિમાં હામ કર્યા અને ચરૂ (બલિ) પકાવી અગ્નિ દેવતાની પૂજા કરી. ત્યાર પછી અતિથિએને ભેજન કરાવી પછી પાતે ભાજન કર્યું.
આ પ્રમાણે તેણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરૂણૢ અને ઉત્તરમાં વૈશ્રમણુની પૂજા કરી. ત્યારબાદ એક દિવસે
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
તત્ત્વદર્શન www.ahebrary.org