SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સંબંધ સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે તેમને પૃથપૃથ ગણવામાં આવ્યા છે. વિન્ટરનિસ્ત્રનું પણ આવું જ માનવું છે. જે આગમમાં નરકગતિમાં જનારા જેનું ક્રમબદ્ધ વર્ણન કરવામાં આવ્યું હોય તે નિરયાવલિકા કહેવાય છે. આ આગમમાં ૧ શ્રતસ્કન્ય છે, પર અધ્યયન છે, ૫ વર્ગ છે. ૧૧૦૦ લેકપ્રમાણુ મૂળપાઠ છે. નિશ્યાવલિકાના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. જેમાં કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતસેનકૃષ્ણ, મહાસેનકૃષ્ણ એમ ૧૦ નું વર્ણન છે. પ્રથમ અધ્યયનમાં બતાવ્યું છે કે ચંપાનગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. મહારાણી ચેલણુની કૃષિએ કૃણિકનો જન્મ થયો હતો. શ્રેણિકની એક બીજી રાણી કે જેનું નામ કાલી હતું તેનાથી કાલકુમારનો જન્મ થયો હતો. કૃણિક પોતાના પિતા શ્રેણિકને કારાગૃહમાં કેદ કરી પોતે રાજગાદી ઉપર બેસે છે. શ્રેણિક કારાગૃહમાં જ આત્મહત્યા કરી લે છે. એક દિવસ કૃણિક પિતાના નાના ભાઈ વેહલકુમાર પાસેથી સેચનક હાથી અને અઢાર સેરવાળા હારની માગણી કરે છે. પરંતુ વેહલકુમાર પિતાએ આપેલ વસ્તુ હોવાથી ઇન્કાર કરે છે. કૃણિકના ભયથી હલ અને વેહલ્લકુમાર બને ભાઈ હાર, હાથી અને પોતાના અંતેપુરને (કુટુંબ પરિવાર) લઈને પિતાના નાના મહારાજા ચેટકની પાસે વૈશાલી પહોંચી જાય છે. કૃણિકને આ વાતની ખબર પડી ત્યારે તેણે દૂત મોકલ્યો. પરંતુ ચેટકે જવાબમાં કહ્યું કે શરણાગતની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. જે કૃણિક આ હાર, હાથીને બદલે અડધું રાજ્ય આપે તે આ બન્ને વસ્તુ તેને સોંપી શકાય. આ જાણીને કૃણિકને અત્યધિક કેધ ચઢયે અને તેથી સંગ્રામ માટે પિતાના બધા ભાઈઓની સેના લઈને વૈશાલી તરફ રવાના થશે. આ બાજુ ચેટકે પણ નવ મલકી, નવ લિચ્છવી એમ ૧૮ ગણરાજાઓને બેલાવી મંત્રણ કરી. શરણગતની રક્ષા માટે તેમણે યુદ્ધ કરવું ઉચિત માન્યું. મહારાજા ચેટક ભ મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના ૧૨ વ્રત અંગિકાર કર્યા હતા. તેની સાથે એક વિશેષ નિયમ એ પણ ગ્રહણ કરી રાખ્યો હતો કે હું એક દિવસમાં એકથી વધુ બાણ નહિ ચલાવું. તેમનું બાણ કદી પણ નિષ્ફળ જતું નહિ. પહેલે દિવસે રાજા કણિકના પક્ષમાંથી કાલકુમાર સેનાપતિ બનીને રણસંગ્રામમાં ઊતર્યો. તેણે ગ કરી. રાજા ચેટકે શકટબૂડની રચના કરી. પરસ્પર ભયંકર ખૂનખાર યુદ્ધ થયું. રાજા ચેટકે અમોઘ બાણને પ્રયોગ કર્યો. કાલકુમાર જમીન ઉપર ઢળી પડયે અને મરીને નરકમાં ઉત્પન્ન થયે. આ પહેલા અધ્યયનનું વર્ણન છે. તેમજ તેમાં કૃણિક જન્મ, દેહલે ઉત્પન્ન થવે, મહારાણું ચલણાનું કૃણિકને પૂર્વવૃતાન્ત બતાવી પિતા પ્રત્યે પ્રેમ જગાડ વિ. વિસ્તારથી વર્ણન આપ્યું છે. કાલકુમારની જેમ અનુક્રમે નવે દિવસ એક એક કરીને નવે ભાઈ સેનાપતિ પદ ધારણ કરી યુદ્ધમાં ઝંપલાવે છે અને તે બધા રાજા ચેટકના અમોઘ બાણથી મરીને નરકમાં જાય છે. આમ ક્રમશઃ નવ અધ્યયનમાં નવ ભાઈઓનું વર્ણન છે. આ વર્ણન વિષે ચંપાનગરીમાં ભ. મહાવીર પાસે કુમારોની માતાએ પૂછે છે અને ભગવાન તેનું કથન કરે છે. આ દસે કુમાર નરકમાંથી નીકળીને મહાવિદેહમાં જન્મ ધારણ કરશે. વૈરાગ્ય અને શ્રમધર્મ સ્વીકારી અને ઉત્કૃષ્ટ સાધના કરી શિવપદને પ્રાપ્ત કરશે. બીજા કપાસિકા નામના વર્ગમાં દશ અધ્યયના છે. તેમના નામ આ પ્રમાણે છે – પદ્ધ, મહાપવ, ભદ્ર, સુભદ્ર, પઢભદ્ર, પદ્મસેન, પદ્મગુમ, નલિનીગુભ, આનંદ અને નંદન. ચંપાનગરીમાં રાજા કૃણિક રાજ્ય કરતું હતું. તેની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની એક રાણીનું નામ કાલી હતું. તેને “કાલ” નામને પુત્ર હતો જેનું વર્ણન પ્રથમ વર્ગમાં કરવામાં આવ્યું છે. તે કાલકુમારની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને પહ્મકુમાર નામને પુત્ર થયો. પાકુમારે ભ. મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ૧૧ અંગેનું અધ્યયન કરી અંતે અનશન કરી સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષે જશે. એ જ પ્રમાણે શેષ નવ અધ્યયનમાં પણ રાજા શ્રેણિકના ૯ પત્રો – જેમના પિતાનું અનુક્રમે પ્રથમ વર્ગ (નિયાવલિકા-કલ્પિકા)માં વર્ણન કર્યું છે. તેમના પુત્રએ ભમહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધના વડે આયુષ્ય પૂર્ણ કરીને તેઓ દેવલેકમાં ગયા અને ત્યાંથી ચાવી મનુષ્ય પર્યાયમાં આવી મોક્ષે જશે. આ પ્રમાણે વિસ્તૃત વર્ણન છે. અને પુત્ર હતા ૧૧ અંગે આવતી હતું. તેને આગમસાર દેહન For Private & Personal Use Only wws Jain Education International brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy