________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથશે.
અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ આદિ કરનાર હોવાથી તેને આદિત્ય કહે છે. ચન્દ્ર અને સૂર્યની અગ્રમહિષીઓ, ચન્દ્ર તથા સૂર્યના કામોની માનવીય કામભાગે સાથે તુલના કર્યા બાદ ૮૮ ગ્રહોના નામે બતાવ્યા છે
ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્રના પરિભ્રમણનો ઉલ્લેખ મુખ્યતાએ થયેલ છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સુર્યપ્રજ્ઞપ્તિનું વર્ણન પ્રાયઃ સમાન છે. માત્ર મંગળાચરણના રૂપમાં જે ૧૮ ગાથાઓ આપી છે તે વિશેષ છે.
આ પ્રમાણે આપણે જાણી-જોઈ શકીએ છીએ કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પ્રાચીન જતિષ સંબંધી મૂળ માન્યતાઓનું સંકલન કરવામાં આવ્યું છે. અહીં આપેલ વિષયની વેદાંગ - તિષ્કની સાથે તુલના કરી શકાય છે. યુગનું ધોરણ પંચવર્ષવાળું કલ્પીને સૂર્ય અને ચન્દ્રનું ગણિત કરવામાં આવ્યું છે. સૂર્યના ઉદય અને અસ્તને
કથન કર્યું છે. ઉત્તરાયણમાં સર્ચ લવણસમદ્રની બહારના માર્ગથી જંબુદ્વિપ તરફે આવે છે. તે વખતે સૂર્યની ચાલ સિંહગતિ જેવી હોય છે. ત્યાર પછી ગજગતિ જેવી થઈ જાય છે. જેથી ઉત્તરાયણના આરંભમાં દિવસ નાન અને રાત્રિ મોટી થાય છે અને ઉત્તરાયણની સમાપ્તિ થતાં ગતિ મંદ થવાથી દિવસ માટે અને રાત નાની થવા લાગે છે. દક્ષિણાયનના આરંભમાં સૂર્ય જંબુદ્વીપના અંદરના માર્ગથી બહારની તરફ ગતિવાળો થાય છે તેથી દિવસ મોટો અને રાત નાની થાય છે. પ્રસ્તુત સિદ્ધાંત પરવતી સાહિત્યમાં કરેલ દિનમાન એવં ઉત્તરાયણ તથા દક્ષિણાયનના નિરૂપણનો સ્ત્રોત છે. નક્ષત્રના ગોત્ર આદિનું વર્ણન મુહૂર્તશાસ્ત્રને પાચે છે. મુહૂર્ત શાસ્ત્રમાં પ્રધાનપણે નક્ષત્રના સ્વભાવ અને ગુણો પર વિચાર કરવામાં આવેલ છે.
ચંદ્રપ્રજ્ઞલ્પિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં વિષયની સમાનતા હોવા છતાં પણ ચંદ્રપ્રજ્ઞપ્તિની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે. (૧) ચંદ્રની પ્રતિદિવસની જનાવાળી ગતિનું કથન છે. (૨) ઉત્તરાયણ અને દક્ષિણાયનની તિથિને પૃથક પૃથક વિસ્તાર બતાવી સૂર્ય અને ચંદ્રમાની ગતિને નિર્ણય કર્યો છે. આ હકીકત સૂર્યપ્રજ્ઞપ્તિમાં મળતી નથી. (૩) તિથિમાં ચંદ્રમાના સમચતુરસ્ત્ર વિ. વિભિન્ન આકારનું ખંડન કરી સમચતુરન્સ ગેળાકારનું પ્રતિપાદન કર્યું છે. (૪) માનવ સભ્યતાની શરૂઆતમાં જંબુદ્વીપને પ્રથમ સૂર્ય શ્રાવણુ કૃણુ પ્રતિપદાને દિવસે પૂર્વ-દક્ષિણ-આગ્નેય ખૂણામાંથી અને બીજે સૂર્ય પશ્ચિમ-ઉત્તર-વાયવ્ય ખૂણામાંથી ચાલ્યો. એજ પ્રમાણે પ્રથમ ચન્દ્રમાં પૂર્વોત્તર ઇશાન ખુણામાંથી અને બીજો ચન્દ્રમાં નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ) ખૂણામાંથી ચાલે. સૂર્ય-ચન્દ્રની પ્રસ્તુત ગમનપ્રક્રિયા જોતિષમાં નિરૂપિત નાડીવૃત્ત અને કદમ્બ પિતવૃત્તની સાથે મળતી આવે છે. જતિષ્કની દષ્ટિએ આ વિષય અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. (૫) છાયાસાધન અને છાયાપ્રમાણુ ઉપરથી દિનમાનનું વર્ણન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. આ સાધનપ્રક્રિયા પ્રતિભાગણિતને મૂળસ્ત્રોત છે. જેનાથી પ્રતિભાગણિતને વિકાસ થયો છે. (૬) છાયા સાધનમાં ખીલછાયાનું વર્ણન છે. આજ ખીલછાયાથી શંકુછાયાનો વિકાસ થયો છે. અને વિદ્વાનોનું માનવું છે કે શંકગણિતને વિકાસ પણ ખીલછાયાથી થયે છે. (૭) આ ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પુરુષ છાયાનું વિસ્તૃત વિવેચન છે. પુરુષ છાયાસંહિતા ગ્રન્થમાં ફળાફળને નિર્દેશ કર્યો છે. વરાહ મિહિરના પુરુષ છાયાને મૂળ સ્ત્રોત આ જ આગમ હોવું જોઈએ. (૮) પ્રસ્તુત આગમમાં ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ વસ્તુઓની છાયાનું વર્ણન છે. આને લીધે ઉત્તરકાળમાં જતિષ્ક વિષયક ગણિતને અત્યધિક વિકાસ થયો છે. (૯) આ આગમમાં ચદ્રમાને સ્વતઃ પ્રકાશમાન બતાવ્યા છે. તેના ઘટ-વધનું કારણ રાહુ છે.
આ પ્રમાણે આ બન્ને આગમ જોતિષ શાસ્ત્રની દષ્ટિએ ઘણું જ મહત્વપૂર્ણ છે. તેથી તેમનું આધુનિક દષ્ટિએ તુલનાત્મક અધ્યયન અપેક્ષિત છે જેથી અનેક તથ્ય પ્રકાશમાં આવી શકે.
૮ થી ૧૨ નિરયાવલિયા આદિ પાંચ સૂત્ર
(કપિયા, કમ્પવસિયા, પુફિયા, પુષ્કયુલિયા અને વહિસા) નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રતસ્કન્દમાં પાંચ ઉપાંગને સમાવી લેવામાં આવ્યા છે. (૧) નિરયાવલિકા અથવા કલિપકા (૨) કલ્પવતસિકા (૩) પુપિતા (૪) પુપચુલિકા અને (૫) વૃષ્ણુિદશા. વિદ્વાનું-વિનું મંતવ્ય છે કે આ પાંચ ઉપાંગ નિરયાવલિકાના નામથી જ પહેલાં પ્રસિદ્ધ હતાં. પછી જ્યારે ૧૨ ઉપાંગેનો ૧૨ અંગેની સાથે
२६१ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only