________________
+
-
-
પૂજ્ય ગુરૂદ્ધ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નક્ષત્રના કુલ, ઉપકુલ અને કુલપકુલ, ૧૨ પૂર્ણિમા તથા અમાવાસ્યાઓમાં નક્ષત્રને યોગ, સમાન નક્ષત્રના વેગવાળી પૂર્ણિમા તથા અમાવાસ્યા, નક્ષત્રોના સંસ્થાન, તેમના તારા આદિનું વર્ણન છે. વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ ઋતુઓમાં માસક્રમથી નક્ષત્રનો યોગ અને પિરુપી પ્રમાણુ, દક્ષિણ ઉત્તર અને ઉભયમાર્ગથી ચંદ્રની સાથે યોગ કરનારા નક્ષત્રો, નક્ષત્રરહિત ચંદ્રમંડલ, નક્ષત્રના દેવ, ૩૦ મુહૂર્તોના નામ, ૧૫ દિવસ-રાત્રિ તથા તિથિઓના નામ, નક્ષત્રોના ગોત્ર, નક્ષત્રમાં ભોજનનું વિધાન, એક યુગમાં ચંદ્ર તથા સૂર્યની સાથે નક્ષત્રનો યોગ, એક સંવત્સરના મહિના, તેમના લૌકિક તથા લેકોત્તર ના મ. પાંચ પ્રકારના સંવત્સર અને તેમના ૫-૫ ભેદ અને અંતિમ શનૈશ્ચર સંવત્સરના ૨૮ ભેદ બતાવ્યા છે. બે ચંદ્ર નક્ષત્રના દ્વાર, બે મૂર્ય તેમની સાથે યોગ કરનારા નક્ષત્રોના મુહૂર્તનું પરિમાણુ. નક્ષત્રની સીમા, વિષ્કભ-લંબાઈ, પહોળાઈ વિ. પરિધિનું વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
અગિયારમાં પ્રાભૃતમાં સંવત્સરાની આદિ તથા અંત તેમજ નક્ષત્રના યોગેનું વર્ણન છે.
બારમા પ્રાભૃતમાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરોનું વર્ણન છે. છ ઋતુઓનું પ્રમાણ, છ ક્ષયતિથિઓ, છ અધિકતિથિઓ, એક યુગમાં સૂર્ય અને ચન્દ્રની આવૃત્તિઓ અને તે સમયે નક્ષત્રને વેગ અને યોગકાળ વિ નું વર્ણન છે.
તેરમા પ્રાભૂતમાં કૃષ્ણ અને શુકલપક્ષમાં ચન્દ્રની હાનિ-વૃદ્ધિ બતાવી છે. દર પૂર્ણિમા અને દર અમાવાસ્યામાં ચન્દ્ર અને સૂર્યની સાથે રાહુ યેગ, પ્રત્યેક અયનમાં ચન્દ્રની મંડલગતિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચોમ પ્રાભૂતમાં કૃષ્ણ અને શુકલપક્ષની જયેત્સના અને અંધકારનું પ્રમાણ બતાવ્યું છે.
પંદરમા પ્રાભૂતમાં ચન્દ્રાદિ તિક દેવેની એક મુહૂર્તની ગતિ છે, નક્ષત્રમાસમાં ચન્દ્ર, સૂર્ય, ચહાદિની મંડલ ગતિનું વર્ણન છે. એ જ પ્રમાણે ઋતુમાસમાં, આદિત્ય માસમાં પણ મંડલગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સોળમા પ્રાભૂતમાં ચન્દ્રિકા, આતપ અને અંધકારના પર્યાયનું વર્ણન છે.
સત્તારમાં પ્રાભૃતમાં સૂર્ય-ચન્દ્રનું ચવન, ઉપપાત, વિ. ને સંબંધમાં અન્ય ૨૫ મત-મતાન્તરને ઉલેખ છે. તેમજ સ્વમતનું સ્થાપન કર્યું છે.
અઢારમાં પ્રાભૃતમાં પૃથ્વીથી સૂર્ય, ચન્દ્રાદિની ઊંચાઈનું પરિમાણ બતાવી અન્ય ૨૫ મતમતાન્તરોનો ઉલ્લેખ કરી સ્વમતનું પ્રતિપાદન કર્યું છે, ચન્દ્ર-સૂર્યના વિમાનની નીચે, ઉપર અને સમવિભાગમાં તારાઓના વિમાન છે તેના કારણ વિ. નું વર્ણન છે. એક ચન્દ્રના ગ્રહ, નક્ષત્ર અને તારાઓને પરિવાર, મેરૂપર્વતથી તિષ્ક ચક્રનું અન્તર, જ બુદ્વીપમાં સર્વ બાહ્ય-આભ્યન્તર, ઉપર-નીચે ચાલનારા નક્ષત્રો, ચ ના સંસ્થાન, આયામ, વિન્કંભ અને પરિધિનું વર્ણન છે, તેમને વહન કરનાર દેવોની સંખ્યા અને તેમનું દિશાના ક્રમથી રૂ૫, તેમની શીવ્ર અને મંદ ગતિ, અલપબદ્ધત્વ વિ. નું નિરૂપણ છે. ચન્દ્ર-સૂર્યની અગ્ર મહિલીએ, પરિવાર, વિક્ર્વણુ શક્તિ, દેવ-દેવિયની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે.
ઓગણીસમ પ્રાભૂતમાં ચન્દ્ર અને સૂર્ય સંપૂર્ણ લેકમાં પ્રકાશ કરે છે કે લેકના અમુક વિભાગને? આ પ્રશ્નના સંબંધમાં ૧૨ મત-મતાન્તરેનો ઉલ્લેખ કરી વમતનું નિરૂપણ કર્યું છે. લવણ સમુદ્રને આયામ, વિષ્ઠભ તથા ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર અને તારા વિ. નું વર્ણન છે. એ જ પ્રમાણે ધાતકીખંડના સંસ્થાનનું વર્ણન, કાળદધિ સમુદ્ર અને પુષ્કરાદ્ધદ્વીપ, મનુષ્યક્ષેત્ર આદિનું વિવરણ છે.
ઈન્દ્રના અભાવમાં દેવલોકના વિમાનની વ્યવસ્થા, ઈન્દ્રને જઘન્ય તથા ઉત્કૃષ્ટ વિરહકાળ, મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રની ઉત્પત્તિ અને ગતિ અને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપસમુદ્રોના આયામ, વિષ્કભ, પરિધિ આદિનું વર્ણન છે.
વીસમા પ્રાભૂતમાં ચન્દ્રાદિનું સ્વરૂપ તથા રાહુનું વર્ણન છે. રાહુના બે પ્રકાર, તેમને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ બતાવ્યું છે. ચન્દ્રને રાશી અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણ એ છે કે જ્યોતિષ્કના ઇન્દ્ર-ચન્દ્રને મૃગ-શશિ (સસલા) ના ચિહ્નવાળું મૃગાંક નામનું વિમાન છે તેથી તેને શશી કહે છે અને સૂર્ય સમય, આવલિકા વિ. થી લઈને
આગમસર દેહન Jain Education International
૨૬૫ www.jainelibrary.org
For Private & Personal Use Only