________________
- કવિવર પ. નાનચંદજી મહારાજ જન્મશતાલિશ
તત્પશ્ચાતુ આદિત્ય સંવત્સરના દક્ષિણાયન અને ઉત્તરાયણમાં અહેરાત્રના જઘન્ય અને ઉત્કૃષ્ટ મુહૂર્ત તથા મુહૂર્તની હાનિવૃદ્ધિનું કારણ બતાવ્યું છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રના સૂર્યોદયનું ક્ષેત્ર, આદિત્ય સંવત્સરના બને અયનેમાં પ્રથમથી અન્તિમ અને અન્તિમથી પ્રથમ સુધી એક સૂર્યની ગતિનું અન્તર અને અન્તરના સંબંધમાં છ અન્ય માન્યતાઓ, સૂર્ય દ્વારા દ્વીપ – સમુદ્રના અવગાહનના સંબંધમાં તથા એક દિવસ – રાત્રિમાં સૂર્ય કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે વિ. મોની રચના તથા વિસ્તાર વિ.નું વિવરણ છે.
બીજા પ્રાભૃતમાં સૂર્યના ઉદય અને અસ્તનું વર્ણન છે. અહીં શાસ્ત્રકારે અન્ય અનેક મતાવલંબીઓની માન્યતાને ઉલ્લેખ કર્યો છે. કેટલાક અન્યતીથિઓ એમ માને છે કે “સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામીને અનન્ત આકાશમાં ચાલ્યો જાય છે. આ કેઈ વિમાન, રથ યા દેવતા નથી, પરંતુ ગળાકાર કિરણોનો સમૂહમાત્ર છે કે જે સંધ્યા ટાણે નષ્ટ થઈ જાય છે. કેટલાક એમ માને છે કે “સર્ય દેવતા છે જે સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે આકાશમાં અદશ્ય થઈ જાય છે. કેટલાક એમ કહે છે કે “સૂર્ય દેવ છે અને સદા સ્થિર રહે છે.” પ્રાત:કાળે પૂર્વ દિશામાં ઉદિત થઈને સંધ્યા વખતે પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે અને ત્યાંથી અલકને પ્રકાશિત કરતે નીચેની તરફ વળી જાય છે.
આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત સૂત્રની ટીકામાં લખ્યું છે કે પૃથ્વીને જેઓ ગોળ માને છે તેમની માન્યતા પ્રમાણેજ ઉપરોકત વાત પુરવાર થઈ શકે. જેનોની તેવી માન્યતા નથી. જેનો માને છે કે પૃથ્વી ગોળાકાર નથી પરંતુ અસંખ્યાત દ્વીપ સમુદ્રથી ઘેરાયેલી છે. ત્યાર પછી સૂર્ય એક મંડલથી બીજા મંડલમાં ગમન કરે છે તેનું વર્ણન છે. સૂર્ય એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રનું પરિભ્રમણ કરે છે વિ. નું આ પ્રાભૂતમાં અન્ય મતને ઉલ્લેખ કરીને સ્વમતનું પ્રતિપાદન
ત્રીજા પ્રાભૂતમાં ચન્દ્ર, સૂર્ય દ્વારા પ્રકાશિત થતા કપ-સમુદ્રનું વર્ણન છે અને ૧૨ મતાન્તરે નિર્દેશ કર્યો છે.
ચોથા પ્રાભૂતમાં ચન્દ્ર અને સૂર્યનું સંસ્થાન બે પ્રકારે બતાવ્યું છે (૧) વિમાન સંસ્થાન (૨) પ્રકાશિત ક્ષેત્રનું સંસ્થાન. બન્ને પ્રકારના સંસ્થાનના સંબંધમાં અન્ય ૧૬ મતાન્તરોને ઉલેખ છે. સ્વમત વડે પ્રત્યેક મંડલમાં ઉત અને તાપ ક્ષેત્રનું સંસ્થાન બતાવી અન્ધકારના ક્ષેત્રનું નિરૂપણ કર્યું છે. સૂર્યના ઉર્વ, અધે અને તિર્યક તાપક્ષેત્રનું પરિમાણુ બતાવ્યું છે.
પાંચમાં પ્રાભૂતમાં સૂર્યની વેશ્યાઓનું વર્ણન છે. છઠા પ્રાભૃતમાં સૂર્યના એજનું વર્ણન છે. સૂર્ય સદા એક રૂપે અવસ્થિત રહે છે કે પ્રતિક્ષણ પરિવર્તિત થતો રહે છે? તે સંબંધમાં અન્ય ૨૫ પ્રતિપત્તિથી વર્ણન કરેલ છે. જૈન દષ્ટિએ જંબુદ્વીપમાં પ્રતિવર્ષ કેવળ ૩૦ મુહર્ત સુધી સૂર્યને પ્રકાશ અવસ્થિત રહે છે. બાકીના સમયમાં અનવસ્થિત રહે છે કારણકે પ્રત્યેક મંડળ પર એક સૂર્ય ૩૦ મુહૂર્ત સુધી રહે છે. આમાં જે જે મંડલ પર તે રહે છે તે દ્રષ્ટિએ તે અવસ્થિત છે અને બીજા મંડલની દષ્ટિએ તે અનવસ્થિત છે. સાતમાં પ્રાભૂતમાં બતાવ્યું છે કે સૂર્ય પોતાના પ્રકાશ વડે મેરૂ પર્વત તથા અન્ય પ્રદેશને પ્રકાશિત કરે છે.
આઠમા પ્રાભૃતમાં બતાવ્યું છે કે જે સૂર્ય પૂર્વ દક્ષિણમાં ઉદિત થાય છે તે મેરૂની દક્ષિણમાં સ્થિત ભરત આદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જંબુદ્વીપના મેરૂ પર્વતથી પૂર્વ પશ્ચિમમાં જે વખતે દિવસ હોય છે તે વખતે દક્ષિણ ઉત્તરમાં રાત્રિ હોય છે. લવણસમુદ્રની ઉત્તર દક્ષિણમાં જે વખતે દિવસ હોય છે તે વખતે પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળનું કથન કર્યું છે.
નવમા પ્રાભૂતમાં પિયુષી છાયા પ્રમાણને ઉલેખ કરતાં બતાવ્યું છે કે સૂર્યના ઉદય અને અસ્તના સમયે ૫૯ પુરષપ્રમાણ છાયા દેખાય છે. આ પ્રાભૃતમાં અનેક મત-મતાન્તરોને ઉલેખ કરતાં સ્વમતની પિરુથી છાયાના સંબંધમાં પ્રતિસ્થાપના કરી છે.
દસમા પ્રાભૂતમાં ૨૨ ઉપ અધ્યાયમાં નક્ષત્રોમાં આવલિકાને ક્રમ, મુહૂર્તની સંખ્યા, પૂર્વભાગ, પશ્ચિમ ભાગ અને ઉભયભાગ વડે ચન્દ્રની સાથે યોગ કરનારા નક્ષત્ર, યુગના પ્રારંભમાં એગ કરનારા નક્ષત્રને પૂર્વાદિ વિભાગ,
Jain E૨૬ International
For Private & Personal Use Only
www.jamembrary.org
તવદર્શન