SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ કાળ કરી બ્રહ્મ નામક પાંચમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી અહી આ નિષધકુમારપણે ઉત્પન્ન થયે છે અને આવી માનુષી ઋદ્ધિ પ્રાપ્ત કરી છે. તે નિષકુમાર કાળાન્તરે ભ. અરિષ્ટનેમી પાસે અણુગાર થઈ નિર્વાણુને પ્રાપ્ત થયા. એજ પ્રમાણે અન્ય અધ્યયનમાં પણ આવું જ વર્ણન છે. આ પ્રમાણે વૃષ્ણુિદશામાં યદુવંશીય રાજાએના ઈતિહાસનુ વર્ણન છે. આમાં થાતત્વની અપેક્ષા પૌરાણિક તત્ત્વાનુ પ્રાધાન્ય છે. આમાં ભગવાન અરિષ્ટનેમિનું મઙત્ત્વ અનેક દ્રષ્ટિથી પ્રતિપાતિ કરવામાં આવ્યું છે. ✩ ૪ મૂળ ઉત્તરાધ્યયન સૂત્ર આગમ સાહિત્યમાં પ્રાચીન વિભાજન અનુસાર ઉત્તરાધ્યયન સૂત્ર અંગમાહ્ય આવશ્યક વ્યતિરિકત કાલિકશ્રુતને જ એક ભેદ છે. સામાન્યતયા મૂળસૂત્રેાની સંખ્યા ચાર છે પરન્તુ તે વિષે જે વિભિન્ન મત છે. તેમનુ દિગ્દર્શન અમે પૂર્વે કરી ગયા છીએ. ગમે તેટલા મતભેદ આ વિષે પડયા હોય પરંતુ બધાંએ ઉત્તરાધ્યયનને મૂળ સૂત્ર માન્યું છે. ઉત્તરાધ્યયનમાં એ શબ્દ છે. ઉત્તર' અને ‘અધ્યયન'. સમવાયાંગમાં ‘છત્તીસ’.ઉત્તરજયણા' ૨ આ વાકય આવે છે. આ વાકયમાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનનું પ્રતિપાદન નહીં પરંતુ ૩૬ ઉત્તર અધ્યયન પ્રતિપાદિત કર્યા છે. નદીસૂત્રમાં પણ ‘ઉત્તરજઝયાણિ' એમ મહુવચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયનની અંતિમ ગાથામાં પણ ‘છત્તીસ’ ઉત્તરજઝાએ' આ પ્રમાણે ખડુવચનમાં નામ મળે છે. નિયંતિકારે પણ ઉત્તરાધ્યયનના બહુવચનમાં પ્રયાગ કર્યો છે.પ ચૂર્ણિમાં ૩૬ ઉત્તરાધ્યયનાના એક શ્રુતસ્કન્ધ માન્યા છે તથાપિ તેમણે આનુ નામ બહુવચનાત્મક માન્યું છે. બહુવચનાત્મક નામથી એમ જ્ઞાત થાય છે કે ઉત્તરાધ્યયન અધ્યયનેાના એક ચેાગમાત્ર છે. એક કકના એક ગ્રંથ નથી. ‘ઉત્તર' શબ્દ પૂર્વની અપેક્ષાને લઇને છે. ચૂર્ણિમાં આ અધ્યયનાની ત્રણ વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે. (૧) સ - ઉત્તર (૨) નિરૂત્તર (૩) સ - ઉત્તર - નિરૂત્તર ૧. દશવૈકાલિક ભા. ૨, પૃ. ૨૨૧ ટિપ્પણ ૨૯ તથા પુ. ૩૫૨ ટિપ્પણ ૭૮. ૨. સમવાયાંગ, સમવાયે ૩૬ ૩. નંદીસૂત્ર ૪૩ ૪. ઉત્તરાધ્યયન ૩૬૨૬૮ પરંતુ ઉત્તર શબ્દની પ્રસ્તુત અચૈાજના ચૂર્ણિકાર સ્વીકારતા નથી. તેઓ તે નિર્યુકિતકારે કરેલ અર્થને માન્ય કરે છે. નિયુતિકારની દૃષ્ટિએ આ અધ્યયને આચારાંગ પછી (ઉત્તરકાળમાં) ભણવામાં આવતા તેથી તેમને ઉત્તર અધ્યયન કહેવાય છે. ઉત્તરાધ્યયનની ચૂર્ણ તથા બૃહદ્દવૃત્તિમાં પણ આ કથનનુ સમર્થન છે. શ્રુતકેવળ આચાર્યાં શય્યાવ આગમસાર દાહન – Jain Education International ૧ લુ અધ્યયન ૩૬ મું અધ્યયન વચ્ચેના બધા અધ્યયના ૫. ઉત્તરાધ્યયન નિર્મુતિ ગા. ૪, પૃ. ૨૧. ૬. એસ ચૅવ છત્તીસાએ ઉત્તર ઝ્મણાર્ણ સમુદયસમિતિસમાગમેણે ઉત્તરજઝયણ ભાવસુતકબંધે ત લભઇ, તાણ પુણ છત્તીસ્સું ઉત્તરજયણાણિ ઇમેહિં નામહિં અણુગંતવ્વાણિ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૮ ૭. વિયસુક્ષ્મ સઉત્તર જીવાજીવાભિગમો નિરૂો, સર્વાત્તર ઇત્યર્થ:। સેસજયણાણ સઉત્તરાણિ નિરૂત્તરાણિ ય કહું? પરીસહા વિયસુયસ્સ ઉત્તરા ચરંગિજજસ્સ નુ પુન્ના ઇતિ કાઉ નિરૂત્તરા ૮. કમઉતરણ પગમં આયારસેવક વરિમાઇ તુ । – ઉત્તર ધ્યયન ચૂર્ણ પૃષ્ઠ ૬. તન્હા ઉ ઉત્તરા ખલુ અજઝયણા હહંત નાયવ્વા ।। For Private Personal Use Only – - ઉત્તરાધ્યયન નિર્યુકિતે ગા. ૩ ૨૦૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy