SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ bપરા ગરૂદેવ કવિવય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે જેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ગંગા નદી, સિધુ, હિતાંશા વિ. નદીઓનું વિશદ નિરૂપણ છે. આ પર્વતના ૧૧ શિખરોનું વર્ણન છે. હેમવંત ક્ષેત્રનું તેમજ તેમાં શબ્દાપાતી નામના વૃત્તાવૈતાઢય પર્વતનું વર્ણન છે. મહાહિમવન્ત અને તે પર્વતના મહાપદ્મ નામના સરોવરનું વર્ણન છે. હરિવર્ષ, નિષધ પર્વત, તિબિંછ નામનું સરોવર, મહાવિદેહ ક્ષેત્ર અને ગંધમાલક નામના પર્વત, ઉત્તરકુરૂમાં દ્રમક નામનો પર્વત, જંબૂવૃક્ષ, મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત પર્વત, કચ્છ નામનું વિજય, ચિત્રકુટ વિ. અન્ય વિજય, દેવકુરૂ, મેરૂ પર્વત, નંદનવન, સોમનસ, નીલ પર્વત, રમ્યક, હિરણ્યવત અને ઐરાવત આદિ ક્ષેત્રનું આમાં ઘણા વિસ્તારથી વર્ણન છે. પાંચમાં વક્ષસ્કારમાં જિનેશ્વરના જન્માભિષેકનું વર્ણન છે. તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ મનાવવા માટે દિશા-વિદિશાએમાંથી ૫૬ હિક કુમારિકાઓ આવે છે. તેઓ ચાર આંગળ છોડી તીર્થકરની નાભિનાળને કાપે છે અને પછી તેલમઈન કરી સુગંધી પીઠી ચાળી ગંદક, પુદક, શુદ્ધોદક વડે સ્નાન કરાવે છે. અનિહોમ કરીને, રક્ષાપોટલી બાંધી પાષાણ ઢલક કાનની પાસે વગાડે છે અને આશિર્વચન તથા મધુર ગીતો ગાઈને નૃત્ય કરે છે. ત્યાર બાદ કેન્દ્રનું વાર આગમન થાય છે અને તે પાંડુક વનમાં અભિષેક શિલા ઉપર તીર્થકરને અભિષેક માટે લઈ જાય છે. ઈશાનેન્દ્રાદિ બધા ઈન્દ્રો મેરૂ પર્વત ઉપર આવે છે અને તીર્થોદકથી અભિષેક કરે છે. ત્યાર પછી તીર્થકરને માતાની પાસે લાવે છે અને દિવ્ય વસ્ત્રયુગલ અને કુંડલયુગલ આપીને હિરણ્ય, સુવર્ણ, રત્નાદિથી શકેન્દ્રના આદેશથી વૈશ્રમણ દેવ તીર્થકરના નિવાસને પરિપૂર્ણ ભરી દે છે. - છઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપમાં રહેલા પદાર્થ સંગ્રહનું વર્ણન છે. જંબૂદ્વીપના પ્રદેશનું લવણસમુદ્રની સાથે સ્પર્શ, જીવને જન્મ, જંબુદ્વીપમાં ભરત, ઐરાવત, હેમવત, હિરણ્યવત, હરિવાસ, રમ્યુકવાસ અને મહાવિદેહ. તેમનું પ્રમાણ, વર્ષધર પર્વત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, યમક પર્વત, કંચન પર્વત, વક્ષકાર પર્વત, દીર્ઘ વૈતાઢય પર્વત, વર્ષધરકૂટ, વક્ષસ્કારકૂટ, વૈતાઢ્યકૂટ, મદરકૂટ માગધતીર્થ, વરદામતીર્થ અને પ્રભાસતીર્થ, વિદ્યાધર શ્રેણિયે, ચક્રવર્તી વિજ્ય, રાજધાનીઓ, તમિસ્રા ગુફા, ખંડપ્રપાત ગુફા, નદી અને મહાનદીઓનું વર્ણન–આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સાતમા વક્ષસ્કારમાં તિષ્કનું વર્ણન છે. જંબુદ્વીપમાં બે ચન્દ્ર, બે સૂર્ય, પ૬ નક્ષત્ર, ૧૭૬ મહાગ્રહ પ્રકાશ કરે છે. ત્યારબાદ સૂર્યમંડની સંખ્યા વિ. નું નિરૂપણ છે. સૂર્યની ગતિ, દિવસ અને રાત્રિનું માન, સૂર્યના આતાપનું ક્ષેત્ર, પૃથ્વીથી સૂર્ય વિ. ની દૂરી, સૂર્યને ઉર્ધ્વ અને તિર્યક તાપ, ચન્દ્રમંડલેની સંખ્યા, એક મુહૂર્તમાં ચન્દ્રની ગતિ, નક્ષત્રમંડલ અને સૂર્યના ઉદય-અસ્તના સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે. | સંવત્સર પાંચ પ્રકારના છે. નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ તથા શનૈશ્ચર, નક્ષત્ર સંવત્સરના ૧૨ ભેદ છે. યુગ, પ્રમાણ અને લક્ષણ. સંવત્સરના ૫-૫ ભેદ છે અને શનૈશ્ચર સંવત્સરના ૨૮ ભેદ છે. પ્રત્યેક સંવત્સરના ૧૨ મહિના હોય છે. તેમના લૌકિક અને લકત્તર નામો બતાવ્યા છે. એક મહિનાના બે પક્ષ, એક પક્ષના ૧૫ દિવસ તથા ૧૫ રાત્રિ અને ૧૫ તિથિના નામ, માસ, પક્ષ, કરણ, રોગ, નક્ષત્ર, પિરસી પ્રમાણ વિ. ઉપર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ચંદ્ર પરિવાર, મંડલમાં ગતિ કરનારા નક્ષત્ર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ચન્દ્રવિમાનને વહન કરનારા દેવ, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાનને વહન કરનારા દેવ, જ્યોતિષી દેવાની શીઘ્રગતિ, અ૯પ અને મહાદ્ધિવાળા દેવ, જંબુદ્વીપમાં એક તારાથી બીજા તારા સુધીનું અન્તર, ચન્દ્રની ચાર અગમહિષીઓ, તેને પરિવાર, વૈક્રિયશકિત, સ્થિતિ આદિનું વર્ણન છે. જબૂદ્વીપમાં જઘન્ય, ઉત્કટ તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, નિધિ, નિધિઓનો પરિગ, પંચેન્દ્રિય રત્ન, તેનો પરિગ, એકેદ્રિય રન, જંબુદ્વીપનું આયામ વિન્ડંભ, પરિધિ, ઊંચાઈ, પૂર્ણ પરિમાણુ, શાશ્વત–અશાશ્વત કથનની અપેક્ષાથી જંબૂદ્વીપમાં પાંચ સ્થાવર કાર્યમાં અનંતવાર ઉત્પન્ન થવું. જંબૂદ્વીપના નામનું કારણ વિ. વિશદ નિરૂપણ કરેલ છે. આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં પ્રાચીન ભૂગોળનું મહત્વપૂર્ણ સંકલન-જૈનદષ્ટિએ સૃષ્ટિવિદ્યાના બીજ આમાં ૨૬૨ Jain Education International તત્તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy