________________
'પજ્ય ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
નદીના કિનારાના પ્રદેશ જીત્યા અને નૈકા વડે નદી પાર કરી સિંહલ, બર્બર, અંગક, ચિવાયલેક, યવનદ્વીપ, - આલ્બક, રમક, અલષઢ, પિકખુલ, કાળમુખ અને જેનક નામના મ્લેચ્છને તથા ઉત્તર વૈતાઢયમાં રહેનાર પ્લેચ્છ જાતિને, દક્ષિણ પશ્ચિમથી લઈને સિંધુ-સાગર કરછ દેશને જીવે છે. ત્યાર પછી સુષેણ સેનાપતિ તમિસ્ત્ર ગુફાના દક્ષિણ દ્વારના પાટેનું ઉદ્દઘાટન કરે છે અને ભરત ચક્રવતી પોતાના મણિરત્નને લઈને તમિસ્ત્ર ગુફાની ભીંત ઉપર કાકિયું રત્ન વડે ૪૯ મંડલ (વર્તુળ) બનાવે છે જે ટયુબલાઈટથી પણ વધુ પ્રકાશિત હોય છે જેથી ગુફે પાર કરવામાં તેમને જરા પણ તકલીફ પડતી નથી.
ઉત્તરાર્ધ ભરતમાં આપાત નામના કિરાત રહેતા હતા. અનેક ભવન, વાહન, દાસ, દાસી, ગે, મહિષથી સંપન્ન હતા. તેમણે અકાળે આકાશમાં વિજળી ચમકતી જોઈ અને વૃક્ષને ફળેલા-ફૂલેલા જોયા અને ચારે બાજુ પ્રસન્નતાનું વાતાવરણ જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા કે જરૂર કંઈ વિપત્તિ આવનાર છે. તે જ વખતે તમિસ્ત્ર ગુફાના ઉત્તર દ્વારથી ચક્રવતી ભરત પિતાની વિરાટ સેનાની સાથે ત્યાં આવી પહોંચ્યા. બનને સેનાઓમાં ભયંકર યુદ્ધ થયું. કિરાએ ભારતની સેનાને પરાજિત કરી દીધી. આ જોઈને સુષેણ સેનાપતિ અશ્વરત્ન ઉપર આરૂઢ થઈને અસિરત્નને હાથમાં લઈ કિરાતાની સેના તરફ ધ અને તેમને પરાજિત કર્યા. કિરાતે સિંધુ નદીના તટપર વેળુની પથારી પર વઅરહિત થઈને સવળે મોઢે સુઈ ગયા. અર્હમભક્ત વડે તેમણે પોતાના કુળદેવતા મેઘમુખ નામના નાગકુમારની આરાધના કરી. દેવ શીધ્ર ત્યાં આવ્યું અને બે -આ ભરત નામના ચક્રવતી છે અને તે કોઈ ઉપાયે જીત્યા જાય તેમ નથી. કોઈ શસ્ત્ર, અગ્નિ, મંત્ર વિ. થી તેનું કંઈ પણ અહિત કરી શકાય તેમ નથી, તથાપિ તમારા આગ્રહથી અને તેના બળ પરાક્રમની ખાત્રી માટે અમે મુસળધાર વરસાદ વરસાવીએ છીએ. ભરતે વરસાદની પરવા કરી નહિ અને પિતાના ચર્મરત્ન પર સવાર થઈને છત્રરત્ન વડે વરસાદને રોકીને મણિરત્નના પ્રકાશમાં સાત રાત્રિએ ત્યાં જ વીતાવી. ત્યાર પછી કિરતે ભરતને વાળ પણ વાંકે કરી શકાય તેમ નથી અને અજેય છે એમ સમજીને શ્રેષ્ઠરત્નનો ઉપહાર લઈને ભરતની શરણમાં પહોંચ્યા અને અપરાધની ક્ષમાયાચના કરી.
ત્યાર પછી ભરત ક્ષુદ્ર હિમવંત પર્વતની નિકટ પહોંચી શુદ્ર હિમવંત ગિરિકુમાર દેવની આરાધના કરીને તેને સાથે. ત્યારબાદ ઋષભકુટ પર પહોંચીને કાકિણી રત્નથી પર્વતની ભીંત ઉપર એક નામ ભુસી પિતાનું નામ અંકિત કર્યું. તે પર્વત ઉપર પૂર્વેના ચક્રવતીઓના નામો એટલા બધા ઉકિત હતા કે તે જોઈને ભારતનું સર્વપ્રથમ નામ લખવાનું જે અભિમાન હતું તે ગળી ગયું અને આ વિચારથી ઉદાસ બની ગયા કે બીજે ચક્રવતી આવી આ રીતે મારું નામ ભુસી પિતાનું નામ લખશે તત્પશ્ચાત વૈતાઢય પર્વત તરફ પાછા આવ્યા. ત્યાં નમિ અને વિનમિ વિદ્યાધરેને સ્વાધીન કર્યા. વિનમિએ ભરત ચક્રવતીને સ્ત્રીરત્ન અને નમિએ રત્નજડિત કડું તથા બાજુબંધ અર્પણ કર્યા. ત્યારબાદ ભરત ગંગાદેવીને સાધીને ખંડપ્રપાત ગુફામાં પહોંચ્યા અને નૃતમાલક દેવતાને સિદ્ધ કરી ગંગાની પૂર્વમાં સ્થિત નિષ્કટ પ્રદેશને જીત્યો. સુષેણ સેનાપતિએ ખંડપ્રપાત ગુફાના કપાટેનું ઉદ્દઘાટન કર્યું અને ભરતે કાકિણી રત્નથી મંડળ (વર્તુળ) બનાવ્યા. ત્યારબાદ ભારતે ગંગાના પશ્ચિમી તટ પર વિજય સ્કધાવારનિવેશ (પડાવ) સ્થાપી નૈસર્પ, પાંડુક પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવક અને શંખ આ ૯ નિધિરત્નની પ્રાપ્તિ કરી.
આ પ્રમાણે ચકરત્ન પિતાની યાત્રા સમાપ્ત કરી વિનીતા રાજધાની તરફ પાછુ વળ્યું. ભરત ચક્રવતિ પણ ખંડ ઉપર દિગ્વિજયની ધજા ફરકાવી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને તેનું અનુગમન કરીને રાજધાની પહોંચ્યા. સેનાપતિને બોલાવીને રાજ્યાભિષકનો આદેશ આપે. માંડલિક રાજાઓએ તેમને વધામણી આપી. સેનાપતિ, પુરોહિત, નગરજનોએ તેમને અભિષેક કર્યો.
એક વખત સ્નાન કરી ભરત ચક્રવતી અરીસા ભુવનમાં પિતાના શરીરને અલંકાર વડે શણગારતા સૌંદર્યને નિહાળી રહ્યા હતા. ત્યાં અનિત્ય ભાવના ભાવતાં તેમને કેવળજ્ઞાન થયું. તેજ વખતે સંપૂર્ણ અલંકારનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને અંતે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું.
ચતુર્થ વક્ષસકારમાં ચુહિમવંતનું વર્ણન છે. તેમાં સર્વપ્રથમ આ પર્વતની વચ્ચોવચ પવ નામનું એક સરેવર
આગમસાર દોહન
૨૬૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only