________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનતમ દ્રજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ
ઋષભદેવ એક વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા. ત્યાર પછી તેને પણ ત્યાગ કરી અનેક ઉપસર્ગોને સમભાવે જીતી, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું સમ્યક્ પાલન કરી શાંતભાવથી સુખ – દુઃખ, જીવન – મરણ, માન – અપમાન તથા સંપત્તિ – વિપત્તિમાં સમભાવપૂર્વક વિચરણ કરવા લાગ્યા.
એક વખત તેઓ વિહાર કરતાં કરતાં પુરિમતાલનગરના શકટમુખ ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં ન્યગ્રોધ (વડ) વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈ ગયા. તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ. ચતુર્વિધ સંઘની સંસ્થાપના કરી અંતે અષ્ટાપદ (કૈલાસ) પર્વત પર મુકત થયા.
દુષમાસુષમા નામક ચેથા આરામાં ૨૩ તીર્થકરે, ૧૧ ચકવતીઓ, ૯ બેલદે અને ૯ વાસુદેવ ઉત્પન્ન થયા. દુષમાં નામના પાંચમાં આરામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ શતાયુથી વધારે ઉમરવાળાં લેકે થશે. આ આરાના છેડે ચારિત્રધર્મ, રાષ્ટ્રધર્મ વિ.ને નાશ થઈ જશે. દુષમાદષમાં નામના છઠ્ઠા અ રામાં ભયંકર વાવાઝોડાં વાશે. બધી દિશાઓ ધૂળ અને ધુમાડાથી આચ્છાદિત થઈ જશે. આકાશમાંથી અગ્નિ અને પથરાંઓનો વરસાદ થશે જેથી માનવ, પશુ, પક્ષી અને વનસ્પતિનો નાશ થઈ જશે. માત્ર એક વૈતાઢ્ય પર્વત જ બાકી રહેશે. આ વખતે જે માણસો બચ્યા હશે તેઓ આ વૈતાઢય પર્વતની ગુફાઓમાં રહેશે. માંસ, મત્સ્ય અને મૃતકલેવર વિ. નું ભક્ષણ કરી પોતાના જીવન નિર્વાહ કરશે. તેમની ઉંમર વધુમાં વધુ ૨૦ વર્ષની રહેશે.
તે આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળને પ્રારંભ થશે ફરી માણસનું જીવન ધીમે ધીમે સુખસમૃદ્ધિથી ભરપુર થવા લાગશે. ઉત્સર્પિણીના દુષમકાળમાં પુષ્કર સંવર્તક મેઘ, ક્ષીરમેઘ, ધૃતમે વિ. મેઘ વરસાદ કરશે જેથી ફરી ચારે બાજુ હરિયાળી–હરિયાળી થઈ જશે. માનવ માંસાહારને સંપૂર્ણપણે ત્યાગ કરશે. એટલે સુધી કે માંસાહારીઓનો પડછાયો પણ નહિ લે. તત્પશ્ચાત્ દુષમાસુષમાં અને સુષમા દુષમાનું વર્ણન છે. ઉત્સર્પિણી કાળના આ આરાઓમાં પણ ૨૪ તીર્થકર થશે. તત્પશ્ચાત્ સુષમા અને સુષમાસુષમાનું વર્ણન છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભરત ચક્રવતીનું વિસ્તારથી વર્ણન છે. ભરત ચક્રવતી વિનીત નગરીમાં રાજય કરતા હતા. તેમની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. આયુધશાળાના અધિકારીએ જ્યારે આ સુસમાચાર ભરતને આપ્યા ત્યારે તેઓ અત્યન્ત આહલાદિત-પ્રસન્ન થયા. તેઓ એકદમ સિંહાસન ઉપરથી ઊભા થયા. એક વસ્ત્રનું ઉત્તરાસન કરી હાથ જેડી ચકરત્નને પ્રણામ કર્યા. પછી રાયપુરુષોને આદેશ આપી નગરને સુસજિજત કરાવી સપરિવાર આયુધશાળામાં પહોંચ્યા અને તે ચકરત્નની અર્ચના-પૂજા કરી. નગરમાં આઠ દિવસ સુધી ઉત્સવ મનાવ્યો. ત્યાર પછી ચકરને વિનીતાથી ગંગાના દક્ષિણ તટ પર પૂર્વ દિશામાં સ્થિત માગધ તીર્થ તરફ પ્રસ્થાન કર્યું. સમ્રાટ ભરત પણ ચાતુરંગિણી એનાથી સુસજિત થઈને હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને ગંગાના દક્ષિણ તટના પ્રદેશ ઉપર વિજયધ્વજ ફરકાવતા ફરકાવતા ચક્રરત્નની ૫ છળ પાછળ ચાલતા માગધતીર્થમાં આવ્યા અને ત્યાં હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરી દર્ભના સંથારા ઉપર બેસી માગધ નામના દેવની આરાધના કરી. પછી અશ્વરથ ઉપર સવાર થઈને ચક્રરત્નનું અનુગમન કરતાં કરતાં લવણુસમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચીને મગધ તીર્થાધિપતિ દેવના ભવન તરફ એક બાણ માર્યું. બાણ જેઈને દેવ ઘડીભર કેધથી ઉત્તેજિત થઈ ગયો, પરંતુ બાણ ઉપર લખેલા ભરત ચક્રવતીના નામને વાંચીને તરત જ સજાગ બની ગયો. તેને ખ્યાલમાં આવી ગયું કે ભારત નામના ચક્રવર્તીને જન્મ થયો છે. તે ઉતાવળે ભરતની પાસે પહોંચ્યો અને તેનું સ્વાગત કરી વધામણી આપી નમ્રભાવે નિવેદન કર્યું કે “હે દેવાનુપ્રિય ! હું આપનો આજથી આજ્ઞાકારી સેવક છું. મારે ચોગ્ય સેવાને આદેશ આપે.”
ભરત ચક્રવતી ત્યાંથી પિતાને રથ પાછો વાળે છે અને વિજય અપાવાર નિવેશમાં પહોંચીને આઠ દિવસનો ઉત્સવ મનાવે છે. ત્યાંથી વરદામતીર્થ આવે છે અને વરદામતીર્થ કુમારદેવને પિતાને આધીન બનાવે છે. ત્યારબાદ પ્રભાસતીર્થના દેવને પણ પિતાને વશ કરે છે. આ જ પ્રમાણે સિંધુદેવી, વૈતાઢયગિરિકુમાર તથા કતમાલદેવને પણ સાથે છે. પછી ભરત ચક્રવતી પોતાના સુષેણ નામના સેનાપતિને સિંધુ નદીના પશ્ચિમમાં આવેલા નિકુટ પ્રદેશને જીતવા માટે મોકલે છે. સુષેણ અત્યંત પરાક્રમી તથા મ્લેચ્છ ભાષાઓમાં નિષ્ણાત હતે હાથી ઉપર આરૂઢ થઈને તેણે સિંધુ
તત્ત્વદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only