________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચેાથા પદમાં અનેક પ્રકારના જીવાની સ્થિતિ અર્થાત્ આયુષ્યને વિચાર કરવામાં આવ્યા છે. જીવાની તે-તે નારકાદિ રૂપે સ્થિતિ- (અવસ્થાન) કેટલા સમય સુધીની હાય છે તેની વિચારણા આમાં હાવાથી આ પદ્મનું નામ સ્થિતિ’ પદ્મ આપવામાં આવ્યું છે. આમાં જીવાની જે વિવિધ પર્યાયા-અવસ્થાએ થાય છે તેમના આયુષ્યને! અર્થાત્ સ્થિતિનું વિવેચન કરવામાં આવ્યું છે.
જીવદ્રવ્ય તે નિત્ય છે પરંતુ તે જે અનેક પ્રકારના રૂપા- જુદાં-જુઢાં જન્મ ધારણ કરે છે તે અનિત્ય છે. તેથી આ પર્યાય કયારે ને કયારે નષ્ટ તેા થાય જ છે. તે માટે તેમની સ્થિતિના વિચાર કરવા આવશ્યક છે અને તે પ્રસ્તુત પદ્મમાં કરવામાં આવ્યે છે. જઘન્ય આયુષ્ય કેટલુ અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું- આ પ્રમાણે એ પ્રકારે તેને વિચાર કેવળ સંસારી જીવા અને તેમના ભેદને લઈ કરવામાં આવ્યે છે. કારણકે સિદ્ધ તે ‘સાક્રિયા અપજવસિયા ’ -સાદિ અનંત હોવાથી તેમના આયુષ્યને વિચાર અમગત હોવાથી કર્યો નથી. તેમજ અજીવ દ્રયે!ની પાચેાની સ્થિતિનો વિચાર પણ આમાં નથી. કારણકે તેમની પર્યાયે જીવના આયુષ્યની જેમ મર્યાદિત સમયમાં રાખી કે બાંધી શકાતી નથી. તેથી તેને અહી છોડી દેવામાં આવ્યુ હોય તે સ્વાભાવિક છે.
પ્રસ્તુત પદ્મમાં પ્રથમ જીવાના સામાન્ય ભેદને લઈ તેમના આયુષ્યના નિર્દેશ કર્યા છે. ત્યાર પછી તેમના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદોનો નિર્દેશ છે. જેમ કે પ્રથમ સામાન્ય નારકીના આયુષ્યનુ ત્યાર પછી નારકીના અપર્યાપ્તા અને પછી પર્યાપ્તાના આયુષ્યનુ વર્ણન છે. આજ ક્રમથી પ્રત્યેક નારકીથી લઈને સર્વપ્રકારના જીવેાના આયુષ્યના વિચાર કરવામાં આવ્યા છે.
સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી જણાય છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુષ્ય એછું હોય છે. નારકી અને દેવાનું આયુષ્ય મનુષ્ય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનુ આયુષ્ય સહુથી એન્ડ્રુ માનવામાં આવ્યું છે. આ વાત પ્રત્યક્ષ અગ્નિકાયના એલવાવાથી અનુભવમાં આવે છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાયનું આયુષ્ય સૈથી વધારે છે. એ ઈન્દ્રિય કરતાં તેઈન્દ્રિયનું આયુષ્ય આછું માનવાનું શું કારણ છે? તે વિચારણીય છે. વળી ચઉરિન્દ્રિયનુ આયુષ્ય તેન્દ્રિય કરતાં વધુ છે પરંતુ એઇન્દ્રિયથી આધુ છે. આ પણ એક રહસ્ય છે અને તે સ ંશાધનને વિષય છે.
પ્રસ્તુત પદ્મમાં અજીવની સ્થિતિનેા વિચાર નથી. તેનું કારણ એવું પ્રતીત થાય છે કે ધર્મ, અધર્મ અને આકાશ તે નિત્ય છે અને પુદ્ગલેાની સ્થિતિ પણ એક સમયથી લઈને અસંખ્યાત સમયની છે જેનુ વર્ણન પાંચમા પદ્મમાં આપવામાં આવ્યુ છે. તેથી અલગ અહીં તેના નિર્દેશ કર્યો નથી. વળી પ્રસ્તુત પદ્મમાં તે આયુક કૃત સ્થિતિને વિચાર છે અને તે અજીવમાં અપ્રસ્તુત છે.
પાંચમા પઢનું નામ વિશેષપ’ છે. વિશેષ શબ્દના બે અર્થ થાય છે (૧) પ્રકાર અને (૨) પર્યાય. પ્રથમ ક્રમાં જીવ અને અજીવ આ એ દ્રવ્યાના પ્રકાર-ભેદ-પ્રભેદનું વર્ણન કર્યું છે તે આમાં આ દ્રવ્યેની અનત પર્યાયેનું વર્ણન છે. આમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રત્યેક દ્રવ્યની અનંત પર્યાય છે તે સમગ્ર દ્રબ્યાની પણ અનંત જ થશે. વળી દ્રવ્યની પર્યાચા (પરિણમન) હાય છે તેથી તે દ્રવ્ય કૂટથ-નિત્ય ન હોઈ શકે પર ંતુ તેને પરિણામી નિત્ય માનવુ પડશે. આ સ્પષ્ટીકરણથી એમ પણ ફલિત થાય છે કે વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ પદ્મનુ ‘વિસસ’ એવુ નામ આપ્યું છે પરંતુ આ શબ્દના ઉપયેગ સૂત્રમાં કરવામાં આવ્યે નથી. જયારે સમગ્ર પદમાં ‘પર્યાય’ શબ્દ જ પ્રયુકત થયા છે.
જૈનશાસ્ત્રમાં આ પર્યાય શબ્દનુ વિશેષ મહત્ત્વ છે. તેથી પર્યાય અથવા વિશેષમાં કોઇ અન્તર કે ભેદ નથી. અહીં પર્યાય શબ્દ પ્રકાર (બે) અર્થાંમાં અને અવસ્થા અથવા પરિણામ એમ એ અર્થમાં પ્રયુકત થયા છે. જૈનાગમામાં પર્યાય શબ્દ પ્રચલિત હતા પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ’ શબ્દને પ્રયાગ હાવાથી તે શબ્દને પ્રયાગ પર્યાય અર્થમાં અને વસ્તુના દ્રવ્યના ભેદ અર્થમાં પણ થઈ શકે છે. તે ખતાવવા માટે આચાર્ય આ પ્રકરણનું ‘ વિસેસ ' એવુ નામ આપ્યુ હાય એવુ જ્ઞાત થાય છે.
૧. પુનવણા સૂત્ર - પ્રસ્તાવના.
આગમસાર દાહન
Jain Education International
For Private Personal Use Only
૨૪૯ www.jainelibrary.org