________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રથમ દિશાની અપેક્ષાએ– કઈ દિશામાં જ વધુ અને કઈ દિશામાં ઓછા-આ પ્રમાણે જીના ભેદ-પ્રભેદોની જૂનાધિકતાનું પણ એ અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ગતિ, ઈન્દ્રિય, કાય, એગ વિ ની અપેક્ષાએ જીવોના જે જે ભેદ થાય છે તેમાં સંખ્યાનો વિચાર કરીને અને સમગ્ર જીવેના જે વિવિધ પ્રકારો થાય છે તે સમગ્ર જીવોની જૂનાધિક સંખ્યાને નિર્દેશ કરવામાં આવ્યો છે
આમાં કેવળ જીવોની જ નહિ પરંતુ ધમાસ્તિકાય વિ. છ દ્રવ્યનું પણ પરસ્પર સંખ્યાના તારતમ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તારતમ્ય દ્રવ્યદષ્ટિ અને પ્રદેશદષ્ટિએ બતાવેલ છે. શરૂઆતમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાને વિચાર કર્યો છે. અને પછી ઉર્વ, અધે અને તિર્થક લોકની દૃષ્ટિએ સમગ્ર જીવના ભેદને સંખ્યા ગત વિચાર કર્યો છે.
જીવની જેમ પુદ્ગલેની સંખ્યા અપબહુ પણ તે તે દિશાઓ અને તે તે લોકોની અપેક્ષાએ બતાવેલ છે. ત્યાર પછી દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશ ઉભય દૃષ્ટિએ પણ પરમાણુ અને સંખ્યાનો વિચાર છે. ત્યાર પછી પુદગલની અવગાહના, કાળસ્થિતિ અને તેમની પર્યાની દષ્ટિએ પણ સખ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ પદમાં જીવોના અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અ૮૫બહત્વનો વિચાર કર્યો છે. આ સંખ્યાની સૂચી ઉપરથી એમ ફલિત થાય છે કે તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય (અલ્પબદ્ધત્વ) બતાવવાને આ પ્રમાણે જે પ્રયત્ન કર્યો છે તે પ્રશસ્ત છે. તેમાં બતાવ્યું છે કે પુરુષની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા-ભલે પછી મનુષ્ય હોય, દેવ હોય કે તિર્યંચ હોય-વધુ માનવામાં આવી છે. અધલોકમાં પ્રથમ નરકથી સાતમી નરકમાં અનુક્રમે નારકીઓની સંખ્યાને કેમ ઘટતો ગયે છે અર્થાત્ સૌથી નીચે સાતમી નરકમાં સહુથી ઓછા નારકી જીવો છે. તેથી વિપરીત ક્રમ ઉર્વલક (દેવલેક)ના દેવમાં હોય છે. તેમાં સૌથી નીચેના દેવલોકમાં સૌથી વધુ જીવે (દેવ) છે એટલે કે સૌધર્મમાં સૌથી વધુ અને અનુરાર વિમાનોમાં સૌથી ઓછા દે છે. પરંતુ મનુષ્યલોક (તિર્યકુલોક)ની નીચે ભવનવાસી દે છે. તેમની સંખ્યા સૌધર્મથી વધારે છે અને તેમની ઉપર હોવા છતાં પણ વ્યક્તર દેવેની સંખ્યા તેથી વધુ અને તેથી પણ વધુ જતિષ દેવો છે કે જે વ્યન્તરથી પણ ઉપર છે.
સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે તેથી જ આ ભવ દુર્લભ માનવામાં આવ્યો હોય તે તે સ્વાભાવિક છે. ઈન્દ્રિયે જેટલી ઓછી તેમાં જીવોની સંખ્યા વધારે તેમ સમજવું. અથવા એમ પણ કહી શકાય કે વિકસિત જીવોની અપેક્ષાએ અવિકસિત જીવોની સંખ્યા વધારે છે. અનાદિકાળથી આજ સુધી જેમણે પૂર્ણતા–પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે – એવા સિદ્ધ ની સંખ્યા પણ એકેન્દ્રિય જીની અપેક્ષાએ ઓછી જ છે. સંસારી જીવોની સંખ્યા સિદ્ધોથી સદા વધુ જ રહે છે અને વધુ રહેવાની, તેથી આ લોક સંસારી જીથી કદી પણ શૂન્ય (ખાલી કારણ કે પ્રસ્તુત પદમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પણ પરિવર્તન થશે નહિ. આ ધ્રુવ સંખ્યાઓ છે.
સાતમી નરકમાં બીજી નરકની અપેક્ષાએ સૌથી ઓછા નારકી જીવે છે ત્યારે સૌથી ઉપરના દેવલોક-અનુત્તર એવા સર્વાર્થસિદ્ધ દેવલેકમાં બીજા દેવલોકોની અપેક્ષાએ ઓછા છ (દેવ) છે. આથી એમ પ્રતીત થાય છે કે જેમ અત્યન્ત પુણ્યશાળી થવું દુષ્કર છે તેમ અત્યન્ત પાપી થવું પણ મુશ્કેલ છે. જેને જે કમિક વિકાસ માનવામાં આવ્યો છે તે અનુસાર તે નિકષ્ટ (હલકામાં હલકી) કોટિના છે તે એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જે અનુક્રમે વિકાસને પ્રાપ્ત થાય છે.
એકેન્દ્રિય જીવો અને સિદ્ધોની સંખ્યા “અનંત'ની ગણતરીમાં આવે છે. અભવ્ય છે પણ અનંત છે અને સિદ્ધોની અપેક્ષાએ સમગ્રરૂપથી સંસારી જી ની સંખ્યા વધારે છે. આ તથ્ય બિલકુલ સંગત છે. કારણ કે ભવિષ્યમાં – અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધો થવાના છે તેથી જે તેમાંથી જીવ ઓછા થાય તે સંસાર ખાલી થઈ જાય એમ માનવું પડે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કેમે કમે ની સંખ્યા ઘટતી જાય છે. આ કમ અપર્યાપ્ત અવસ્થામાં તે બરાબર જળવાઈ રહે છે પરન્ત પર્યાપ્ત અવસ્થામાં મૃત્કમ (આડું અવળે કમ) દેખાય છે. આમ શા માટે થયું તે વિદ્વજનો-વિ માટે વિચારણીય અને સંશોધનનો વિષય છે.
૨૪૮
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org