________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રથમ પદમાં જીવેાના ભેદોનું વર્ણન કરતી વખતે એકેન્દ્રિયના સામાન્ય ભેદનું જેવુ વર્ણન કરેલ છે તેવું આ સ્થળે કરવામાં આવ્યું નથી પરંતુ પંચેન્દ્રિયની જેમ સામન્ય ભેદનું વર્ણન કરેલ છે. જીવાના મુખ્ય-મુખ્ય રૂપથી ભેદ્ર-પ્રભેદેશના સ્થાનેનુ નિરૂપણ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જીવેાના નિવાસસ્થાનના વિચાર આવશ્યક શા માટે માનવામાં આવ્યે ? તેનુ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે જૈનદર્શનમાં આત્માને શરીર પ્રમાણ માનેલ છે, પરંતુ વ્યાપક નહી. તેથી સંસારમાં તેની અનેક ગતિ થાય છે અને તે ગતિમાં નિયત સ્થાનમાં જ શરીર ધારણ કરે છે. તેથી કયા જીવ કયાં ઉત્પન્ન થયે! છે તે જાણવા માટે સ્થાનનું વિવેચન આવશ્યક છે. તેની સાથેસાથ આ વિવેચનથી જૈનધર્મના આત્મપરિણામ પ્રમાણે ઉત્પત્તિ' ના સબંધમાં જે માન્યતા છે તે પુષ્ટ થાય છે, અન્યદર્શનામાં આત્માને સર્વવ્યાપક માનેલ છે તેથી તેઓ જીવેાના નિવાસસ્થાનને વિચાર માત્ર શરીરની દૃષ્ટિથી જ કરે છે. જીવ તે તેમની દૃષ્ટિએ હંમેશા સત્ર લેાકમાં વ્યાપ્ત છે તેથી તેમણે જીવના સ્થાનને વિચાર કર્યા નથી. અહી જીવેાના લે-પ્રભેદ સંબંધી જે સ્થાને ના વિચાર કર્યા છે. તે ઉપરોકત ત્રણ પ્રકારના સ્થાન સંબંધી છે, પરંતુ સિદ્ધના સબંધમાં તેા કેવળ સ્વસ્થાનને જ વિચાર છે. કારણ કે સિદ્ધોમાં ‘ઉપપાત' નથી. સિદ્ધોમાં ઉપપાત એટલા માટે નથી કે અન્ય સંસારી જીવની જેમ તેમને નામ-ગાત્ર કર્મના ઉદય હાતા નથી તેથી તેએ નામ ધારણ કરી નવા જન્મ લેવા માટે ગતિ કરતા નથી. તે તેા પેાતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તેને જ ‘સિદ્ધિ' કહે છે. સંસારી જીવ અન્ય સ્થાન પર જન્મ લેતી વખતે જે ગતિ કરે છે તે ગતિ આકાશપ્રદેશેાને સ્પર્શ કરીને થાય છે. તેથી તે આકાશપ્રદેશ તેમના સ્થાન છે. પરંતુ મુકત જીવામાં આ લેકમાંથી સિદ્ધશિલા સુધી જે ગતિ થાય છે તે આકાશપ્રદેશને સ્પ કરીને થતી નથી તેથી તે ગતિને અસ્પૃશ ૢ ગતિ' કહેલ છે.૧
સમુદ્દાત સ્થાન પણ સિદ્ધજીવેામાં નથી કારણકે સમુદ્દાત સક (કર્મવાળાં) જીવેામાંજ થાય છે. કર્મરહિત જીવામાં નહિ.
સામાન્યરૂપથી એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં વ્યાપ્ત અને ઉપલબ્ધ હોય છે. આનુ રહસ્ય એ છે કે ત્રણે નિવાસસ્થાન'ની અપેક્ષાએ સંપૂર્ણ એકેન્દ્રિય જાતિ લેવામાં આવે છે. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચે દ્રિય જીવાને નિવાસ સમગ્ર લેકમાં નથી પરંતુ લેકના અસ ંખ્યાતમા ભાગમાં છે. અને સિદ્ધો લેાકામે છે, તેને પણ લેાકને અસંખ્યાતમે! ભાગ કહ્યો છે. મનુષ્યમાં કેવળીસમુદ્દાતની દષ્ટિએ નિવાસસ્થાન સમગ્રલેાકમાં બતાવ્યુ છે.
અહી' પ્રશ્ન એ થાય છે કે અજીવના સ્થાનના સ ંબંધમાં વિચાર શા માટે કરવામાં આવ્યે નથી ? આનું સમાધાન એમ કરી શકાય કે જીવાના ભેદ– પ્રભેદમાં અમુક નિશ્ચિત સ્થાનની જેવી કલ્પના કરી શકાય છે તેવી પુદ્ગલના સંબંધમાં કરી શકાતી નથી. પરમાણુ તથા સ્કંધ સમગ્ર લેાકાકાશમાં છે પરંતુ તેમના સ્થાન નિશ્ચિત નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બન્ને સમગ્ર લેકવ્યાપી છે અને આકાશ લેાકાલેાકવ્યાપી છે. તેથી તેમની ચર્ચા અહીં કરવામાં આવી નથી.
ત્રીજા પઢમાં જીવ અને અજીવ તત્ત્વાના સ ંખ્યાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યા છે. ભ. મહાવીરના સમયે અને ત્યાર પછી પણ તત્ત્વાના રાખ્યાવિચાર મહત્ત્વપૂર્ણ રહ્યા છે. એક બાજુ ઉપનિષદોના મતે સંપૂર્ણ વિશ્વ એકજ તત્ત્વ (બ્રહ્મતત્ત્વ) ને વિસ્તાર અને પરિણામ છે જયારે ખીજી બાજુ સાંખ્યના મતે જીવ અનેક છે પર ંતુ અજીવ એક છે. બૌદ્ધની માન્યતા અનેક ચિત્ત અને અનેક રૂપની છે. આ ષ્ટિએ જૈનમતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તેથી તે અહીં' કરવામાં આવ્યું છે. અન્યનામાં કેવળ સંખ્યાનું નિરૂપણુ છે. જયારે પ્રસ્તુત પદમાં સંખ્યાના વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યેા છે. મુખ્યતાએ તારતમ્યનું નિરૂપણ અર્થાત્ કાણુ કાનાથી એછું કે વધુ છે તેની વિચારણા આ પદ્મમાં કરવામાં આવી છે.
૧. ક ) ભગવતી સાર પૃ. ૩૧૩.
(ખ) ઉપાધ્યાય યશે વિજ્યજીએ અસ્પૃશદ્ ગતિનામ પ્રકરણની રચના કરી છે.
આગમસાર દાહન
Jain Education internation
For Private & Personal Use Only
૨૪૭ www.jainelibrary.org