________________
પગ્ર ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરંપરાની દષ્ટિએ નિગોદની વ્યાખ્યા કરનારા કાલક અને શ્યામ આ બન્ને એક જ આચાર્યું છે કારણ કે બન્ને શબ્દ એકાઈક છે. પરંપરાની દષ્ટિએ વીરનિર્વાણ ૩૩૫ માં તેઓ યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી તેઓ જીવિત રહ્યા. જે પ્રજ્ઞાપના તે જ કાલકાચાર્યની રચના હોય તો તો આની રચના વીરનિવણ ૩૩૫ થી ૩૭૬ સુધીની મધ્યમાં થયેલી માનવી પડે. પરંતુ નિર્યુકિતમાં તે અને તેની પહેલાની રચના માની છે. નદી સૂત્રમાં જે આગમસૂચી આપી છે તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ છે. નંદી વિ સં. પર૩ વર્ષ પૂર્વેની રચના છે તેથી આ માન્યતાની સાથે પ્રજ્ઞાપનાના પૂકત સમયને વિરોધ આવતો નથી.
- પ્રજ્ઞાપનામાં સર્વપ્રથમ મહામંત્ર નમસ્કારથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વાત સ્મરણમાં રહે કે અહીં પ્રથમ અરિહંતને નહીં પરંતુ સિદ્ધને નમસ્કાર કરવામાં આવેલ છે.
પ્રથમ પદમાં જૈનદર્શન સમત મૌલિક તત્ત્વોની વ્યવસ્થા ભેદ – પ્રભેદ બતાવીને કરવામાં આવી છે. ત્યાર બાદ તે જ તનું વિશદરૂપથી નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રજ્ઞાપનાને જીવ અને અજીવ આ બે ભાગમાં વિભક્ત કરેલ છે. પ્રથમ અજીવ પ્રજ્ઞાપના છે કારણકે તેને વિષય ન્યૂન છે. ત્યાર પછી થેડા અપવાદ સિવાય જીવના સંબંધમાં વિવિધરૂપથી વિચાર કરવામાં આવ્યું છે.
અજીવન રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. રૂપીમાં પુદ્ગલ દ્રવ્ય અને અરૂપીમાં ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધાસમય (કાળ) આદિ તો છે. અરૂપી અજીવના આ ભેદોને વિશ્લેષણમાં દ્રવ્ય, તાવ અથવા ૫ નામને ઉપયોગ થયો નથી તેથી આ વાત આગમની પ્રાચીનતા સિદ્ધ કરે છે. જે રૂપી પદાર્થ છે તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા હોય છે. આ પ્રમાણે વર્ણન ૧૦૦, ગંધના ૪૬, રસના ૧૦૦, સ્પર્શના ૧૮૪ અને સંસ્થાનના ૧૦૦ ભેદ છે. બધાં મળી રૂપી અજીવ પુદગલના પ૩૦ ભેદ થાય છે.
જીવના સ સારી અને સિદ્ધ એમ બે મુખ્ય ભેદ છે. સિદ્ધોના ૧૫ ભેદ બતાવ્યાં છે, તે ભેદ સમય, લિંગ, વેશ અને પરિસ્થિતિ અનુસાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સંસારી જીના ભેદ-પ્રભેદ બતાવ્યાં છે. તે ભેદ પાડવામાં મુખ્ય આધાર ઇન્દ્રિયને છે. તેમના ભેદ-પ્રભેદમાં જેની સૂક્ષ્મતા અને થુલતા, પર્યાપ્તિ અને અપર્યાપ્તિ કારણભૂત છે. જન્મના પ્રકારોને આશ્રીને પણ ભેદ થાય છે. એ કેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધી રમૂછિમ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સંમચિઠ્ઠમ તથા નારક અને દેવમાં ઉપપત જન્મ છે. નારક અને સંમૂર્ણિમ નિયમથી નપુંસકજ હોય છે. ગર્ભ જમાં ત્રણે લિંગ હોય છે. દેવોમાં પુરુષ અને સ્ત્રી એમ બે જ લિંગ હોય છે. આ પ્રમ જીના તેવા પ્રકારના ભેદો કરવામાં આવ્યા છે. પંચેન્દ્રિય જીના જે ભેદ પાડયા છે તેના મૂળ આધારમાં ચાર ગતિ છે. સાથે સાથે ગર્ભજ અને સંમર્ણિમ એ પણ ભેદના કારણે છે. મનુષ્યના ભેદોમાં દેશભેદ, સંસ્કારભેદ, વ્યવસ્થાભેદ, જ્ઞાનાદિ શકિતભેદ વિ. છે. નારકી અને દેના ભેદ સ્થાનભેદને લીધે છે.
સિધે માં અસંસારસમાપન, અનંતરસિદ્ધ ત્યાર પછી સિદ્ધોના ૧૫ ભેદ, પરંપરાસિંધના અપ્રથમસમયસિધ વિ પ ભેદ છે. સંસારસમાપને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ પાડ્યા છે. ત્યાર પછી પૃથ્વીકાય આદિ ૫ સ્થાવર ૩ વિકેન્દ્રિય અને પછી નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રથમ પદમાં જીવના સિદ્ધ અને સંસારીના રૂપમાં વિવિધ ભેદની સૂચી આપવામાં આવી છે ત્યારે આ બીજા પદમાં તે જીવોના નિવાસસ્થાનના સંબંધમાં ચિંતન કરવામાં આવ્યું છે. નિવાસસ્થાન બે પ્રકારના બતાવ્યા છે(૧) જીવ જ્યાં જન્મ લઈને મરણપર્યન્ત રહે છે તે “સ્વસ્થાન” નિવાસસ્થાન છે અને (૨) પ્રાસંગિક નિવાસસ્થાન ઉપપાત અને સમુઘાતના રૂપમાં બે પ્રકારનું છે. જીવ જ્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને અન્ય સ્થાને જન્મ લેવા માટે જાય છે તે સમયે માર્ગમાં જે જે પ્રદેશની યાત્રા કરે છે તે સ્થાન ઉપપાત કહેવાય છે. પ્રાસંગિક હોવા છતાં પણ અનિવાર્ય છે. તેથી ઉપપાતને પ્રાસંગિક નિવાસસ્થાન કહ્યું છે. ત્રીજુ સમુદ્રઘાત સ્થાન છે. આમાં જીવન પ્રદેશનો વિસ્તાર થાય છે. સમુદઘાતના સંબંધમાં પ્રસ્તુત આગમના ૩૬ મા પદમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેથી સમુદઘાતની અપેક્ષાએ પણ નિવાસસ્થાનનો વિચાર કરવામાં આવ્યો છે.
२४६ Jain Education, International
તવદર્શન
www.jainelibrary.org
For Private & Personal Use Only