________________
'પત્ર ગુરુદેવ વિઘયો પ, શાનયજી મહારાજ જનમશતાકિદ ;
જૈન દષ્ટિએ બધા તવાને સમાવેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં કરવામાં આવ્યો છે. તેથી આચાર્ય મલયગિરિએ દ્રવ્યનો સમાવેશ પ્રથમ પદમાં, ક્ષેત્રને બીજા પદમાં, કળને ચોથા પદમાં અને ભાવને સમાવેશ બાકીના બધા પદેમાં કર્યો છે.
પાંચમાં અંગનું નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ’ છે અને તેનું વિશેષણ “ભગવતી’ છે. પ્રજ્ઞાપનાને પણ “ભગવતી’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. આવું વિશેષણે બીજા કોઈ આગમને લગાડવામાં આવ્યું નથી. આ વિશેષણ પ્રજ્ઞાપનાની વિશેષતાને સચક છે. ભગવતીમાં પ્રજ્ઞાપના સૂત્રના ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬, ૨૭ પદોમાંથી વિષયોની પ્રતિ કરવાની સૂચના છે એટલે કે આ પદનો હવાલો આપવામાં આવ્યું છે. અહીં વિશેષ સમજવાનું એ છે કે પ્રજ્ઞાપના ઉપાંગ હોવા છતાં પણ ભગવતી વિ. સૂનું સૂચન (હવાલે) તેમાં કરવામાં આવેલ નથી. તેનું મૂળકારણ એ છે કે પ્રજ્ઞાપનામાં જે જે વિષયની ચર્ચા કરવામાં આવી છે તે તે વિષયનું તેમાં સોપાંગ વર્ણન છે.
પ્રજ્ઞાપનાના મૂળ પાઠમાં કઈ પણ જગ્યાએ તેના રચયિતાના નામનો નિર્દેશ કરવામાં આવેલ નથી. તેના પ્રારંભમાં મંગલપાઠ પછી બે ગાથાઓ છે. તેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને મલયગિરિ બનેએ કરી છે પરંતુ તેઓ તે ગાથાઓને પ્રક્ષિપ્ત માને છે. તે ગાથાઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ ગ્રન્થ શ્યામાચાયૅ બનાવ્યા છે. આચાર્ય મલયગિરિએ શ્યામાચાર્ય માટે “ભગવાન” એવા વિશેષણને પ્રયોગ કર્યો છે. આર્ય શ્યામ “વાચક” વંશના હતા. તેઓ પૂર્વશ્રતમાં નિષ્ણાત હતા. તેમણે પ્રજ્ઞાપનાની રચનામાં ભારે વિશિષ્ટ કળાને ઉપયોગ કર્યો છે કે જેને લીધે અંગ અને ઉપાંગ-બનેમાં તે તે વિષયેની વિસ્તૃત જાણકારી માટે પ્રજ્ઞાપનાને હવાલે આપી જેવા સૂચન કર્યું છે.
નન્દીસૂત્રની પદાવલીમાં સુધર્માથી લઈને અનુક્રમે આચાર્ય પરંપરાના નામે આપ્યા છે. તેમાં ૧૧મું નામ વંદિમા હારિયં ચ સામર્જ' આમાં આર્ય શ્યામનું નામ આવ્યું છે અને તેમને હારિત ગોત્રના બતાવ્યા છે. પરંતુ પ્રજ્ઞાપનાની પ્રારંભિક પ્રક્ષિપ્ત ગાથામાં આર્ય શ્યામને “વાચક” વંશના બતાવ્યા છે અને તેઓ ૨૩મી પાટે આવ્યાનું પણ જણાવ્યું છે. આચાર્ય મલયગિરિએ પણ તેમને આચાર્ય પરંપરાની ૨૩મી પાટે આવ્યાનું સૂચન કર્યું છે, પરંતુ સુધર્માથી લઈને શ્યામાચાર્ય સુધીના તેમણે નામે આપ્યા નથી. પટ્ટાવલિના અધ્યયનથી એમ પરિજ્ઞાત થાય છે. કે કાલકાચાર્ય નામના ત્રણ આચાર્યો થયા છે. એક સ્વર્ગવાસ વીર નિર્વાણ ૩૭૬ માં થયો હતે. ૨ બીજા ગણિલને નષ્ટ કરનારા કાલકાચાર્ય થયા. તેમને સમય વીરનિર્વાણ ૪૫૩ છે અને ત્રીજા કાલકાચાર્ય કે જેમણે સંવત્સરી મહાપર્વની પાંચમને બદલે ચોથને દિવસે આરાધના કરી હતી તેમને સમય વીનિર્વાણ ૯૯૩ છે.
આ ત્રણ કાલકાચાર્યોમાં પ્રથમ કાલકાચાર્ય જેમને શ્યામાચાર્ય પણ કહે છે, તેમણે (પદ્દાવલિયેના અભિમતાનુસાર) પ્રજ્ઞાપનાની રચના કરી, પરંતુ પદ્દાવલિની પટ્ટપરંપરામાં ૨૩ મું સ્થાન તેમને આપવામાં આવ્યું નથી. અન્તિમ કલકાચાર્ય પ્રજ્ઞાપનાના કર્તા નથી. કારણ કે નંદીસૂત્ર કે જે વિરનિર્વાણ ૩ પહેલાં રચિત છે તેમાંની આગમસૂચીમાં પ્રજ્ઞાપનાને સ્થાન આપવામાં આવ્યું છે. તેથી હવે વિચારવાનું એ છે કે પ્રથમ અને બીજા કાલકાચાર્યમાં પ્રજ્ઞાપનાના રચયિતા કોણ છે? - ઉમાકાન્તનો અભિમત એવો છે કે જે બને કાલકાચાને એક માનવામાં આવે તે ૧૧ મી પાટ ઉપર જે શ્યામાચાર્યનો ઉલ્લેખ છે તે અને ગર્લ્ડજિટલ રાજાને નષ્ટ કરનાર કાલકાચાર્ય—અને એક સિદ્ધ થાય છે. પદ્રાવલીમાં-ત્યાં તેમને બે બતાવ્યા છે ત્યાં પણ એકની તિથિ વીર સં. ૩૭૬ વર્ષ છે તે બીજાની તિથિ ૪૫૩ છે. આમ જોઈએ તે બનેમાં ૭૭ વર્ષનું અન્તર છે. તેથી પ્રથમ અથવા બીજા ગમે તેણે પ્રજ્ઞાપના રચ્યું હોય અથવા બન્ને એક હય, તે પણ એમ નક્કી થાય છે કે વિક્રમથી પૂર્વે થનાર કાલકાચાર્ય (શ્યામાચાર્ય)ની આ રચના છે.
૧. ભગવાન આર્યશ્યામપિ ઇલ્વમેવ સૂત્ર રચયતિ (ટીકા પત્ર ૭૨)
(ખ) ભગવાન આર્યશ્યામ: પઠતિ. (ટીકા પત્ર ૪૭) (ગ) સામપિ પ્રાવનિકસૂરીણાં મતાનિ ભગવાન આર્યશ્યામ ઉપદિવાન (ટીકા. પત્ર ૩૮૫)
(ઘ) ભગવદાર્યશ્યામ પ્રતિપ. (ટીકા. પત્ર ૩૮૫) ૨. આદ્ય: પ્રજ્ઞાપનાકૃત ઇન્દ્રસ્ય ૨ાગે નિગોદ વિચારવકતા શ્યામાચાર્ય રાપરનામા. સ નું વીરાત ૩૭૬ વર્ષે જાત :
(ખ) ધર્મસાગરીય પટ્ટાવલી અનુસાર, “એક કાલકાચાર્ય જે વીર નિર્વાણ ૩૭૬માં મૃત્યુને પ્રાપ્ત થયા.
- (ખરતરગચ્છીય પટ્ટાવલી)
આગમસાર દોહન. Jain Education International
૨૪૫ www.jainelibrary.org
For Private & Personal Use Only