SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ દૃષ્ટિ-દર્શનનું જ વર્ણન હતું. સમવાયાંગમાં પણ મુખ્યપણે જીવ અજીવ આદિ તત્ત્વનું નિરૂપણ છે અને આ ઉપાંગમાં પણ તેજ તત્ત્વનું નિરૂપણ છે તેથી સમવાયાંગનું ઉપાંગ માનવામાં પણ કોઈ અડચણ નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં ૩૬ વિષયને નિર્દેશ છે, તેથી તેના ૩૬ પ્રકરણેા છે. આ પ્રકરણને 'પ' એવું સામાન્ય નામ આપ્યું છે. પ્રત્યેક પ્રકરણના અંતે પ્રતિપાદ્ય વિષયની સાથે પદ્મ' શબ્દને વ્યવહાર કરવામાં આવ્યા છે. આચા મલયિગિર્ પની વ્યાખ્યા કરતાં લખે છે ‘પદ્મ પ્રકરણમર્થાધિકાર ઈતિ પર્યાયા ૧ તેથી અહી પદના અર્થ પ્રકરણર અને અધિકાર સમજવે. આ ગ્રંથની સંપૂર્ણ રચના પ્રશ્નોત્તર રૂપે થઈ છે. પ્રારભથી લઈને સૂત્ર ૮૧ સુધી પ્રશ્નકર્તા અથવા ઉત્તરદાતા કેણુ છે તે સબંધમાં કેાઈ સૂચના આપેલ નથી. માત્ર પ્રશ્ના તથા ઉત્તર છે: તપશ્ચાત્ ૮૨માં સૂત્રમાં ભ. મહાવીર અને ગણધર ગૌતમને સંવાદ છે. ૮૩ થી ૯૨ સૂત્ર સુધી સામાન્ય પ્રòાત્તર છે. ૯૩માં ગૌતમ અને મહાવીરના પ્રશ્નોત્તર છે. ત્યાર પછી ૯૪થી ૧૪૭ સૂત્ર સુધી સામ!ન્ય પ્રશ્નોત્તર છે. સુત્ર ૧૪૮થી ૨૧૧ સુધી (અર્થાત્ સંપૂર્ણ ખીજુ પઢ) ત્રીજા પદ્મના ૨૨૫થી ૨૭૫ સુધી અને ૩૨૫, ૩૩૦થી ૩૩૩ તથા ચેાથા પદ્મથી લઇને બાકી બધા પદ્માના સૂત્રમાં ગૌતમ ગણધર અને ભ. મહાવીરના પ્રશ્તેારા આપ્યા છે. માત્ર તેમના પ્રારંભ, મધ્ય અને અંતમાં આવનારી ગાથા અને ૧૦૮૬માં પ્રશ્નાર્ નથી. પ્રારંભમાં જેમ સંપૂર્ણ ગ્રંથના અધિકારની ગથાએ આવી છે તેવીજ કેટલાય પદોના પ્રારંભમાં પણુ વિષયનિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે. જેમકે- ૩, ૧૮, ૨૦, ૨૩ મા પદેાના પ્રારંભમાં અને અન્તમાં ગાથાઓ છે. તેવીજ રીતે ૧૦ મા પદ્મના અન્તુ, ગ્રન્થની મધ્યમાં અને જયાં જરૂર જણાઈ તે જગ્યાએ પણ ગાથાએ આપવામાં આવી છે. સંપૂર્ણ આગમનુ બ્લેાકપ્રમાણ ૭૮૮૭ છે. આમાં પ્રક્ષિપ્ત ગાથાઓને છેડીને કુલ ૨૩૨ ગાથાઓ છે શેષ ગદ્ય છે. આ આગમમાં જે સંગ્રહણી ગાથાઓ છે તેના રચિયતા કાણુ છે તે કહેવુ મુશ્કેલ છે. પ્રજ્ઞાપનાના ૩૬ પદોમાં સર્વપ્રથમ પદ્યમાં જીવના બે ભેદ-સ ંસારી અને સિદ્ધ બતાવ્યાં છે. ત્યારપછી ઈન્દ્રિયાના ક્રમના આધાર લઈને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા સૌંસારી જીવાનેા સમાવેશ કરીને નિરૂપણ કર્યું છે. અહીં જીવના ભેદોનું નિયામકતત્ત્વ ઇન્દ્રિયેા છે. તેમની અનુક્રમે વૃદ્ધિ બતાવી નિરૂપણ કર્યું છે. ખીજા પદમાં જીવેાના સ્થાનભેદને લઈ વિચારણા કરી છે. તેના ક્રમ પણ પ્રથમ પદ્યની જેમ ઇન્દ્રિયપ્રધાન જ છે. જેમ ત્યાં એકેન્દ્રિયથી ક્રમ બતાવ્યે છે તેમ અહી પૃથ્વીકાય વિ. કાય શબ્દ લઇ ભેદૅશનું નિરૂપણ કર્યું છે. ત્રીજા પદ્મથી લઈને બાકીના પદામાં જીવનું વિભાજન ગતિ, ઇન્દ્રિય, કાય, ચાગ, વેદ, કષાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉપયાગ, આહાર, ભાષક, પરિ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ, અસ્તિકાય, ચરિત્ર, જીવ, ક્ષેત્ર, ખંધ આ બધી ષ્ટિથી કરવામાં આવ્યું છે અને તેમના અપબહુત્વને વિચાર કર્યા છે. અર્થાત્ પ્રજ્ઞાપનામાં તૃતીય પદ્મ પછીના પદેોમાં ઘેાડાક અપવાદને બાદ કરી સત્ર નારકીથી માંડી ૨૪ દંડકમાં વહેંચાયેલાં જીવાની વિચારણા કરવામાં આવી છે. આચાર્ય મલયગિરએ ગાથા ૨ ની વ્યાખ્યા કરતાં પ્રજ્ઞાપનામાં આવેલા વિષય વિભાગના સબંધ જીવાજીવાઢિ સાત તત્ત્વાના નિરૂપણુની સાથે આ પ્રમાણે સચેન્જના કરી છે. ૧-૨ જીવ અને અજીવ ૫૬ ૧, ૩, ૫, ૧૦ અને ૧૩ ૩ ૫ ૧૬, ૨૨ આશ્રવ અન્ય ૪ ૫૪ ૨૩ ૫-૭ સવર, નિર્જરા અને મેાક્ષ પદ્મ ૩૬ બાકીના પદામાં કાંઈક-કયાંઈક કાઇ કાઇ તત્ત્વનું નિરૂપણ છે. ૧. પ્રજ્ઞાપના ટીકા-પત્ર ૬. ૨. સૂત્રસમૂહ પ્રકરણમ્ - ન્યાયવાતિક પુ. ૧. ૩. પણવણા સુત્તું- દ્રિતીય ભાગ (પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય) ની પ્રસ્તાવના પૃ. ૧૦-૧૧. ૪. આ અપવાદ માટે જુએ પદ ૧૩–૧૮-૨૧. ૨૪૪ Jain Education International = ૫ પદ્મ = ૨ પદ્મ = ૧ પદ્મ = ૧ પદ્મ For Private Personal Use Only તત્ત્વન www.jainellbrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy