SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ગિરિવૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, મહાવીર ચરિત્ર અને ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં ભ. મડાવીરે છદ્મસ્થ અવસ્થામાં દશ મહાસ્વપ્ન જોયાના ઉલ્લેખ છે. તેમાં ત્રીજુ' સ્વપ્ન તેમણે એવું જોયું કે એક રંગબેરંગી પુસ્કેકિલ (નરકાયલ) સામે ઊભું છું. તે સ્વપ્નનું ફળ એ હતું કે તેએ વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ શ્રુતની પ્રજ્ઞાપના–પ્રરૂપણા કરશે. આમાં ‘પ્રજ્ઞાપયતિ’ અને ‘પ્રરૂપયતિ’ આ ક્રિયાએથી એમ સ્પષ્ટ થાય છે કે ભગવાનના ઉપદેશ એ પ્રજ્ઞાપના અથવા પ્રરૂપણા છે. તે ઉપદેશના આધાર લઈને પ્રસ્તુત આગમની રચના થવાથી પ્રસ્તુત આગમનુ નામ પ્રજ્ઞાપના રાખ્યુ હાય એમ જણાય છે. અગસાહિત્યમાં ઠેકઠેકાણે ‘ભગવાને આમ કહ્યું” આ પ્રમાણે ઉલ્લેખ થયે છે ત્યાં ‘ પન્નત' શબ્દને પ્રયાગ થયા છે. તેથી શ્યામાચાયે આમાં ‘પ્રજ્ઞાપના' શબ્દનું પ્રાધાન્ય હાવાથી પ્રસ્તુત આગમનુ નામ પ્રજ્ઞાપના રાખ્યુ હાય એમ પણ અની શકે. ભગવતીસૂત્રમાં આરકન્ધકના પ્રસ ંગમાં ભ. મહાવીરે પાતે કહ્યું છે ‘એવ ખલુ મએ ખંધયા ચવિહે લેએ પણુત્તે’પ આજ પ્રમાણે અચારાંગ વિ. માં પણ અનેક સ્થળેએ આવા પ્રકારના પ્રયેળ થયા છે કે જે ભગવાનના ઉપદેશ માટે પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય પ્રગટ કરે છે. ટીકાકારના મતાનુસાર પ્રસ્તુત શબ્દના પ્રયાગમાં જે ‘પ્ર’ ઉપસર્ગ છે તે મહાવીરના ઉપદેશની વિશેષતાને સૂચવે છે. જીવ અને અજીવ આફ્રિ તત્ત્વનુ' જેવુ સૂક્ષ્મ વિશ્લેષણુ ભ. મહાવીરે કર્યું છે તેવુ સુક્ષ્મ વન તે યુગના કોઈ પણ ધર્માચાર્યના ઉપદેશમાં ષ્ટિગાચર થતુ નથી. પ્રસ્તુત આગમના ભાષાપત્રમાં ‘પણ્ણવણી’ એક ભાષાને પ્રકાર બતાવ્યેા છે. તેની વ્યાખ્યા કરતાં આચા મલયગિર લખે છે, જેવા પ્રકારે વસ્તુનુ વ્યસ્થિત નિરૂપણુ થઈ શકે તેવા પ્રકારે તેનું કથન જે ભાષાવડે કરવામાં આવે તે ભાષા પ્રજ્ઞાપની’કહેવાય છે.૧ પજ્ઞાપનાને આ સામાન્ય અર્થ છે. તાત્પર્ય એ છે કે જેમાં કેાઇ ધાર્મિક વિધિ-નિષેધના પ્રશ્ન નથી પરંતુ કેવળ જેનાથી વસ્તુનું નિરૂપણુ થાય તે પ્રજ્ઞાપની ભાષા છે. ખૌદ્ધ પાણી સાહિત્યમાં ‘૫-ઝતી' નામને ગ્રન્થ છે. જેમાં વિવિધ પ્રકારના પુગલ અર્થાત્ પુરુષના અનેક ભેદોનુ નિરૂપણ છે. તેમાં પજ-શ્રુતિ એટલે પ્રજ્ઞપ્તિ અને પ્રજ્ઞાપના બન્નેને તાત્પર્યા એક સમાન મતાન્યા છે. આચાર્ય મલયગિરિએ પ્રજ્ઞાપનાને સમવાયને ઉપાંગ કર્યો છે. પરંતુ પ્રસ્તુત ઉપાંગને સંબંધ અગની સાથે કયારથી થયે તેને સ્પષ્ટ નિર્ણય વિશે કરી શકયા નથી. શ્યામાચા પાતે એમ સૂચિત કરે છે કે પ્રજ્ઞાપનાને દૃષ્ટિવાદમાંથી લીધુ છે. પરંતુ અત્યારે આપણી સામે દૃષ્ટિવાદ ઉપલબ્ધ નથી તેથી સ્પષ્ટ રૂપથી કહી શકાતુ નથી કે ‘ પૂર્વ ”માંથી કઇ સામગ્રી કયાંથી લેવામાં આવી છે? તથાપિ જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કર્મપ્રવાદની સાથે આની સામગ્રીના મેળ બેસે છે.૧૦ પ્રજ્ઞાપના અને કિંગખર ગ્રન્થ ષટ્યુંડાગમ અન્નેને વિષય લગભગ સમાન છે. ષટ્યુંડાગમની ધવલાટીકામાં ષટ્સ ડાગમનેા સબંધ આગ્રાયણી પૂર્વની સાથે જોડવામાં આવ્યેા છે. ૧૧ તેથી પ્રજ્ઞાપનાના સમધ પણ આગ્રાયણી પૂર્વની સાથે જોડી શકાય છે. આચાર્ય મલયગિરિના અભિમતાનુસાર સમવાયાંગમાં કહેલા અર્થ (વસ્તુતત્ત્વ)નું જ વર્ણન પ્રજ્ઞાપનામાં છે તેથી તેને સમવાયાંગનું ઉપાંગ બતાવેલ છે. પરંતુ સ્વયં શાસ્ત્રકારે આના સંબંધ દૃષ્ટિવાની સાથે જોડયા છે. આથી ચિત તે એમજ લાગે છે કે આના સખધ સમવાયાંગની અપેક્ષા દ્રષ્ટિવાદની સાથે વિશેષ છે. પરંતુ દ્રષ્ટિવાદમાં મુખ્યતાએ ૧. આવશ્યક મલયગિરિ પૃ. ૨૭૦ ૨. આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૭૫ ૩. મહાવીર ચરિયું ૫૧૫૫ ૪. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ૧૦-૩-૧૪૬ ૫. ભગવતી ૨-૧-૯૦ ૬. પ્રજ્ઞાપની પ્રજ્ઞાપ્યતેડડનયેતિ પ્રજ્ઞાપની-પ્રજ્ઞાપના પૂ. ૨૪૯. ૭. યથાવસ્થિતાર્થાભિધાનાદિયું ‘પ્રજ્ઞાપની.’ પ્રશાપના પત્ર ૨૪૯ ૮. ઇમેં ય સમવાયાખ્યસ્ય ચતુર્થાં ગસ્યોપાંગમ તદુકતાર્થ પ્રતિપાદનાત્ –પ્રશાપના ટીકા પત્ર ૧ ૯. અજઝયણમિણું ચિત્ત સુયરયણં દિઠિવાયણી નંદ જહુ વિણાં ભગવયા અહવિ તહુ વણઇસ્સામિ ।।ગા.૩।। ૧૦. પણવણા સુનં. પ્રસ્તાવના મુનિ પુણ્યવિજયજી પૃ. ૯ ૧૧. ટ્ ખંડાગમ પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૭૨. આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૨૪૩ www.jairiel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy