________________
= ઉપન્ય મધ દહિંવ ના નજરાડા પૂત્ર ગુરુદેવ કલિંવટપં. નાનાદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આઠમી નવવિધ જીવપ્રતિ પત્તિમાં સંસારીજીવના ૯ પ્રકાર બતાવ્યા છે- પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાઉકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ઈન્દ્રિ, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૯ પ્રકારના છની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ, અપબહુત વિ. નું વિવેચન કર્યું છે.
નવમી દસવિધ જીવ પ્રતિપત્તિમાં સંસારી જીના ૧૦ પ્રકાર બતાવ્યા છે. પ્રથમ સમય એ કેન્દ્રિયથી માંડી
| પંચેન્દ્રિય સુધીના પાંચ અને તેવી જ રીતે અપ્રથમ સમય એકેન્દ્રિયથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય જીવ સુધીના પાંચ બધાં મળી દશ પ્રકારના જીવની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ અને અલબત્વનું સમ્યક પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ પ્રસ્તુત પ્રતિપત્તિમાં જીના સિદ્ધ, અસિદ્ધ, સેન્દ્રિય, અનિન્દ્રિય, જ્ઞાની, અજ્ઞાની, આહારક, અનાહારક, ભાષક, અભાષક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, પરિરા, અપરિત, પર્યાપ્તક, અપર્યાપ્ત, સૂમ-બાહર,. સંસી–અસંસી, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકના ભેદો કહ્યાં છે, તથા યોગ, વેદ, દર્શન, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, લેશ્યા, યોનિ, ઈન્દ્રિય વિ. ની અપેક્ષાએ (દ્વાર વડે) વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે આપણે જોયું કે પ્રસ્તુત આગમમાં દ્વીપ અને સાગરોનું વિસ્તારથી વર્ણન છે. આમાં ૧૬ પ્રકારના ૨ન, અસ્ત્ર-શસ્ત્રોના નામ, ધાતુઓના નામ, કલ્પવૃક્ષ, વિવિધ પ્રકારના પાત્ર, વિવિધ આભૂષણ, ભવન, વસ્ત્ર, ગ્રામ, નગર, રાજા વિ.ના નામે બતાવ્યા છે. તહેવાર, ઉત્સવ, નટ, યાન, વિ.ના વિવિધ નામોનું વર્ણન છે. એ જ પ્રમાણે કલહ ચુદ્ધ, તથા રોગ વિ ના નામે બતાવ્યા છે. વળી ઉદ્યાન, વાવ, પુષ્કરિણી, કેળઘર, પ્રસાધનઘર વિ.નું સુંદર, સરસ અને સાહિત્યિક વર્ણન છે. કળાની દૃષ્ટિએ સાંસ્કૃતિક સામગ્રી અહીં પ્રચુર માત્રામાં નજરે પડે છે.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં જીવ અને અજીવને અભિગમ છે. સમગ્ર ગ્રંથમાં જીવનિરૂપણને કમ, જીવના જે વિવિધ ભેદે છે તેમને પ્રધાનપણે રાખી, મૂકવામાં આવ્યો છે અર્થાત પહેલાં સંસારી જીના બે ભેદથી લઈને દશ ભેદોનું વર્ણન છે. તેમાં અનુક્રમે જીવભેદોનું નિરૂપણ અને તે ભેદમાં તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબહત્વ આદિનું વર્ણન છે.
સામાન્યપણે એમ કહી શકીએ કે આ આ ગ્રંથ બે વિભાગમાં વિભકત છે–પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદનું વર્ણન છે અને બીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ-બંનેનો સમાવેશ થઈ જાય એ પ્રમાણે ભેદનું નિરૂપણ છે. આ અંગબાહ્ય સૂત્ર છે અને તે સ્થવિરકૃત છે.
૪ – પ્રજ્ઞાપના સૂત્ર
પ્રજ્ઞાપના જૈન આગમમાં ચોથું ઉપાંગ છે. પ્રસ્તુત આગમના રચયિતા શ્રી શ્યામાચાર્યો આનું નામ “અધ્યયન” આપ્યું છે. આ સામાન્ય નામ છે પરંતુ વિશેષનામ “પ્રજ્ઞાપના” છે. તેઓ કહે છે - ભ. મહાવીરે જેમ સર્વભાવની પ્રજ્ઞાપના કરી છે તેમ હું પણ કરવાને છું તેથી આનું વિશેષ નામ પ્રજ્ઞાપના છે. આ કારણે ઉત્તારાધ્યયનની જેમ પ્રસ્તુત આગમનું નામ પણ ‘પ્રજ્ઞાપનાધ્યયન” એવું પૂર્ણ નામ કરી શકાય છે.
પ્રસ્તુત આગમમાં એકજ અધ્યયન છે. જ્યારે ઉત્તરાધ્યયનમાં ૩૬ અધ્યયન છે. આ આગમના પ્રત્યેક પદની અને “પણ વણાએ ભગવઈએ' એવો પાઠ મળે છે તેથી આ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે અંગ સાહિત્યમાં જે સ્થાન ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞતિ)નું છે તે જ સ્થાન ઉપાંગમાં પ્રજ્ઞાપનાનું છે.
પ્રજ્ઞાપના એટલે શું ? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે જીવ અને અજીવના સંબંધમાં જે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. પ્રસ્તુત આગમમાં જીવ–અજીવનું નિરૂપણ હોવાથી આને પ્રજ્ઞાપના નામથી સંબોધ્યું છે. ભગવતી, આવશ્યક મલય૧. “અજઝયણમિણે ચિત્ત- પ્રજ્ઞાપના ગા. ૩ ૨. ઉવદંસિયા ભગવાયા પણaણા સવ્યભાવાણું... જહ વણ્યિ ભગવા અહમવિ તહ વણઇચ્છામિ - પ્રજ્ઞાપના ગા. ૨-૩ ૩. ભગવતી ૧૬-૬-૫૮૦
૨૪૨
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org