SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ન ગ્રહ કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબા તિia ડવિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જHશતie પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાનું નિરૂપણ છે. ભેદોનું નિરૂપણ તે પ્રથમ પદમાં હતું જ પરંતુ પ્રત્યેક ભેદની અનંત પર્યાયે હોય છે તે બતાવવી એજ આ પાંચમા પદની વિશેષતા છે. આમાં ૨૪ દંડક અને ૨૫ માં સિદ્ધની સંખ્યા અને પર્યાનો વિચાર કરવામાં આવ્યો છે. છવદ્રવ્યના નારકાદિ ભેદની પર્યાનો વિચાર અનેક પ્રકારે અનેક દૃષ્ટિથી કરવામાં આવેલ છે. આમાં જેનસમ્મત અનેકાન્ત દષ્ટિને પ્રયોગ થયેલો જોવામાં આવે છે. જીવના નારકી આદિ ભેદની જે જે પર્યાનું નિરૂપણ છે તેમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, અવગાહનાર્થતા, સ્થિતિ, કૃષ્ણાદિ વર્ણ, ગંધ રસ, સ્પર્શ, જ્ઞાન અને દર્શન આ દશ પ્રકારની દૃષ્ટિઓથી વિચારણા કરવામાં આવી છે. વિચારણને કમ આ પ્રમાણે છે પ્રશ્ન છે- નારકી અને કેટલી પયયો હોય છે ? ઉત્તરમાં કહ્યું-કે- નારકી જીવેની અનંત પય હોય છે. આમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ જુદી જુદી દષ્ટિઓની અપેક્ષાએ બતાવ્યા છે. દ્રવ્ય દષ્ટિએ નારકીઓ સંપ્રખ્યાત છે, પ્રદેશ દષ્ટિએ અસંખ્યાત પ્રદેશ (જીવના) હોવાથી અસંખ્યાતા છે, અને વર્ણ, ગંધાદિ તથા જ્ઞાન, દર્શન આદિ દષ્ટિથી તેમની પર્યાયે અનંત છે. આ પ્રમાણે બધા દડકે અને સિદ્ધોની પર્યાનું સ્પષ્ટ નિરૂપણ આ પદમાં કરવામાં આવ્યું છે. આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત દશ દષ્ટિઓનો સમાવેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-આ ચાર દષ્ટિમાં કર્યો છે. દ્રવ્યાર્થતા અને પ્રદેશાર્થતાનો દ્રવ્યમાં, અવગાહના ક્ષેત્રમાં, સ્થિતિનો કાળમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિને ભાવમાં સમાવેશ કરી દીધું છે. દ્રવ્યદષ્ટિએ વનસ્પતિ સિવાય શેષ ૨૩ દંડકના જીવ અસંખ્ય છે અને વનસ્પતિના અનંત છે. પર્યાયની દષ્ટિએ બધા ચોવીસે દંડકના જીવો અનંત છે. સિદ્ધ દ્રવ્યની દષ્ટિએ અનંત છે. પ્રથમ પદમાં અજીવના જે ભેદે કર્યા છે તે પ્રસ્તુત પદમાં પણ આપ્યા છે. તેમાં ફેર એટલે છે કે ત્યાં “પ્રજ્ઞાપનાના નામથી છે જ્યારે અહીં પર્યાયના નામથી છે. પુદ્ગલના અહીં પરમાણુ અને સ્કંધ એમ બે ભેદ કર્યા છે. અંધદેશ અને રકંધપ્રદેશ બનેનો કંધની અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવ્યું છે. રૂપી અજીવની પર્યાયે અનંત છે. તેમનું વિવેચન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિથી કરવામાં આવેલ છે પરમાણ, ઢિપ્રદેશી અંધ યાવત દશપ્રદેશી સ્કંધ તેમજ સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી & ધેની પય અનંત છે. સ્થિતિની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધ અને એક સમયથી માંડી બે સમય સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાત કાળની સ્થિતિવાળાં હોય છે. સ્વતંત્ર પરમાણુ અનંતકાળની સ્થિતિવાળે હેત નથી પરંતુ સ્કંધ અનંતકાળની સ્થિતિવાળો હોઈ શકે છે. એક પરમાણુ અન્યપરમાણુની સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય અને અધિક હોઈ શકે છે. અવગાહનાની દષ્ટિએ બે પ્રદેશથી માંડીને વાવતુ અનંત પ્રદેશી (પરમાણુઓને) સ્કંધ, આકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રને રોકી શકે છે, પરંતુ અનંતપ્રદેશના ક્ષેત્રને રેકતો નથી. કારણકે મુગલ દ્રવ્ય લોકાકાશમાં જ છે અને કાકાશના પ્રદેશે અસંખ્યાતા જ છે. અલકાકાશ અનંત પ્રદેશ છે પરંતુ ત્યાં પુદ્ગલ દ્રવ્ય કે અન્ય કેઈ દ્રવ્યનું અસ્તિત્વ હોતું નથી. પરમાણુવાદી ન્યાયશેષિક પરમાણુને નિત્ય માને છે. પરંતુ તેમના પરિણમન-પર્યાયને માનતા નથી. જ્યારે જેને પરમાણુને પણ પરિણામી નિત્ય માને છે. પરમાણુ સ્વતંત્ર હોવા છતાં પણ તેની પર્યા-(પરિણમે) થાય છે તેમ પ્રસ્તુત પદથી સ્પષ્ટ થાય છે. પરમાણુ સ્કલ્પરૂપે અને સ્કન્ધ પરમાણુરૂપે પરિણમે છે એવી પ્રક્રિયા જેનાભિમત છે. છઠું વ્યુત્કાન્તિ પદ . આમાં જવાની ગતિ અને આગતિ પર વિચાર કરવામાં આવ્યું છે. ચારે ગતિમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહર્તા ઉપપાત વિરહકાળ અને ઉદાવતના વિરહકાળ છે. તે ગતિના પ્રભેદ પર ચિતન કરતાં જણાય છે કે ઉપપાત વિરહકાળ અને ઉદ્વર્તના વિરહકાળ પ્રથમ નરકમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તન છે. સિદ્ધમાં ઉ૫પાત છે, ઉદ્વર્તના નથી. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે આગળના અન્ય સૂત્રમાં એક પણ નરકને ઉપપાત વિરહકાળ ૧૨ મુહૂર્ત નથી પણ ૨૪ મુહૂર્ત અને તેથી વધારે છે, તે પછી આ ૨૫૦ Jain Education International For Private & Personal Use Only તવદર્શન brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy