SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનાસજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ ડાંસ, મચછર યુદ્ધ, રોગ, અતિવૃષ્ટિ, લોખંડ વિ. ધાતુની ખાણે, કય-વિક્રય વિ. બધી બાબતેનો ત્યાં અભાવ બતાવ્યું છે. ત્યાર બાદ અકર્મભૂમિ જ મનુષ્યના ૩૦ પ્રકાર અને કર્મભૂમિજના ૧૫ પ્રકારનું વર્ણન છે. ચાર પ્રકારના દેવેનું વર્ણન કરતાં ભવનવાસી દેવાથી લઈને અનુત્તર વિમાનવાસી દેવે સુધીના ભેદનું નિરૂપણ કર્યું છે. ભવનવાસી દેના ભવનનું સ્થાન, દક્ષિણના અસુરકુમારોના ભવનોનું વર્ણન, અસુરેન્દ્રની ૩ પરિષદ તેમાં દે તેમજ દેવીઓની સંખ્યા, તેમની સ્થિતિ, ૩ પરિષદની ભિન્નતાનું કારણ. ઉત્તરના અસુરકુમારનું વર્ણન. એજ પ્રમાણે અસુરકુમારોની ત્રણ પરિષદનું પણ વર્ણન અને દક્ષિણ ઉત્તરના નાગકુમારેન્દ્ર અને દક્ષિણ ઉત્તરના ભવનેન્દ્ર તથા તેમની ત્રણ પરિષદ તેમજ બધા દેવ-દેવીઓનું વર્ણન છે વ્યન્તર દેવોના ભવન, ઈન્દ્ર અને પરિષદનું વર્ણન છે. યેતિક દેવાના વિમાનોના સંસ્થાન અને સૂર્ય, ચંદ્ર તિષી દેવાની ૩-૩ પરિષદનું વર્ણન છે. ત્યાર પછી દ્વીપ-સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન આદિનું વર્ણન છે. જંબુદ્વીપના ગોળાકારની ઉપમાઓ તેમજ તેના સંસ્થાનની ઉપમાઓ. જંબુદ્વીપના આયામ, વિષ્કભ, પરિધિ, જગતીની ઊંચાઈ, તેના મૂળ, મધ્ય અને ઉપર વિખંભ, તેનું સંસ્થાન, જગતીની જાળીની ઉંચાઈ તથા પહોળાઈ, પદ્મવર-વેદિકાની ઊંચાઈ, વિષ્કભ, તેમાં ઘોડા વિ. ના ચિત્ર, વનલતા આદિ લતાઓ, અક્ષય સ્વસ્તિક, વિવિધ પ્રકારના કમળો, શાશ્વત અથવા અશાવત, નિત્યતા આદિનું વર્ણન છે. જંબુદ્વીપના વનખંડના ચક્રવાલની પહોળાઈ, વિવિધ વાપિકાઓ, તેમને સોપાન તથા તોરણ, સમીપવતી પર્વત, તેમના શિલાપ, અનેક લતાગૃહ, મંડપ, શિલા પટ્ટ તેમના ઉપર દેવ-દેવીઓની કીડાએ આદિ વિષયેનું વર્ણન છે. જબૂદ્વીપના વિજ્યદ્વારનું સ્થાન, તેની ઊંચાઈ, લંબાઈ પહોળાઈ તથા ક્વાટની રચનાનું વિસ્તૃત વર્ણન છે. વિજય દેવના સામાનિક દેવેની અમહિષીઓનું, ત્રણે પરીષદના આત્મસંરક્ષક દેવેનું તેમજ ભદ્રાસન આદિનું વર્ણન છે. વિજ્યદ્વારના ઉપર ભાગનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને નામને હેતુ તેના પરિવાર તથા વિજયદ્વારનું નામ શાશ્વત છે એમ પણ બતાવવામાં આવ્યું છે. જબૂદ્વીપની વિજ્યા રાજધાનીનું સ્થાન, તેને આયામ, વિષ્કભ, પરિધિ, પ્રાકાર (કેટ)ની ઊંચાઈ તેના મૂળ, મધ્ય અને ઉપરિભાગનો વિકૅભ, તેના સંસ્થાન, કપિશિર્ષકના આયામ અને વિધ્વંભ, તેના દ્વારોની ઊંચાઈ અને વિષ્કભ, દ્વારોના દ્વાર, ચાર વનખંડ, તેમના આયામ અને વિષ્કભ, દિવ્ય પ્રાસાદ, તેમાં ચાર મહર્થિક દેવ, પરિધિ પદ્મવરદિકા–વનખંડ-પાન તથા તોરણ, પ્રાસાદાવતંસક મણિપીઠિકા, સિંહાસન, અષ્ટમંગલ, સમીપવતી પ્રાસાદની ઊંચાઈ, આયામ, વિષ્કભ, અન્ય પાર્શ્વ વતી પ્રાસાદની ઊંચાઈ, આયામ, વિર્ષોભ આદિ-આદિનું વર્ણન છે. ત્યાર પછી વિજયદેવની સુધસભા, ઊંચાઈ, આયામ, વિષ્ઠભ તેના ત્રણે દ્વારની ઊંચાઈ તથા વિષ્કલ. મુખ્ય મંડપના આયામ, વિન્કંભ અને ઊંચાઈ, પ્રેક્ષાગૃહ મંડપના આયામ, ઊંચાઈ વિષ્કભ, મણિપીઠિકાઓના આયામ, વિષ્ક અને બાહય, રૌત્વવૃક્ષોની ઊંચાઈ મહેન્દ્રધજાઓની ઊંચાઈ. સિદ્ધાયતનના આયામ, વિષ્ક આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્પાત સભાનું વર્ણન, વિજયદેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ. માનસિક સંક૯૫ આદિનું વર્ણન કર્યું છે. વિજયદેવની સ્થિતિ અને તેમના સામાનિક દેવાની સ્થિતિ. જંબુદ્વીપના વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત દ્વારેનું વર્ણન કર્યું છે. જંબુદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું અન્તર, જંબુદ્વીપથી લવસમુદ્રનું અને લવણસમુદ્રથી જંબુદ્વીપનો સ્પર્શ, જબૂદીપના અને લવણસમુદ્રના છની ઉત્પત્તિ બતાવી છે. જંબૂદીપમાં ઉત્તરકુરૂનું સ્થાન, સંસ્થાન અને વિઝંભ, જલ અને વક્ષસ્કાર પર્વતને સ્પર્શ, ધનુપૃષ્ઠની પરિધિ, ઉત્તરકુરૂ ક્ષેત્રના મનષ્યની ઊંચાઈ, પાંસળિયો, આહારેચ્છા, કાળ સ્થિતિ અને શિશુપાલન કાળનું વર્ણન છે. ઉત્તરકુરૂના બે ચમક પર્વત છે. તેમની ઊંચાઈ, ઉદ્વેષ, મૂલ, મધ્ય અને ઊપરિભાગનો આયામ, વિષ્કભ અને પરિધિ, તે પર્વત ઉપર પ્રાસાદ અને તેમની ઊંચાઈ, ચમક નામ હોવાથી બે ચમકદે છે. યમક પર્વત નિત્ય છે. યમકદની રાજધાનીનું સ્થાન વિ.નું વર્ણન છે. આગમસાર દેહન Jain Education International ૨૩૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy