________________
=
=
પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
પહેલું પ્રકરણ છવાજીવાભિગમ પ્રતિપત્તિ છે. તેમાં જીવ અને અજીવના બબ્બે ભેદ કર્યા છે. પછી ધર્મ અધર્મ આદિના રૂપમાં અજીવના ભેદ બતાવ્યા છે. ત્યારબાદ સંસારી જીવના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ કર્યા છે. સ્થાવર જીવના પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ ભેદ પ્રરૂપ્યાં છે. પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર ભેદ કરીને શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, વેશ્યા, સંજ્ઞા, ઈન્દ્રિય, સમુદ્દઘાત, સંસી, અસંજ્ઞી, પર્યાપ્તિ, દષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપગ, આહાર, ઉપપત, સ્થિતિ, સમેડિયા, અસહિયા- મરણ, ચ્યવન, ગતિ અને આગતિ–આ દ્વારે બધામાં ઘટાવ્યાં છે. બાદ વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ બતાવ્યાં છે. બાદર વનસ્પતિકાયના પ્રત્યેક તથા સાધારણ તથા પ્રત્યેક વનસ્પતિના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વ, તૃણ, વલય, હસ્તિ, ઔષધિ, જલરૂહ, કહણ વિ. અને સાધારણ શરીર વનસ્પતિકાયના અનેક પ્રકારે પ્રરૂપ્યાં છે.
ત્રસજીવના તેજરકાય, વાયુકાય અને દારિક ત્રસ એમ ત્રણ ભેદ કર્યા છે. તેજસ્કાયના અને વાયુકાયના સૂક્ષમ અને બાદર અને પછી બાદરના અનેક ભેદ બતાવ્યાં છે. હારિક ત્રસ બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય એમ ચાર પ્રકારના હોય છે. પચેન્દ્રિયના નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ભેદ પાડયાં છે. નરકના રત્નપ્રભાદિ સાત ભેદ બતાવ્યા છે. તિર્યંચના જલચર, સ્થલચર અને નભચર (ખેચર) એમ ત્રણ ભેદ કરી પછી એકેકના અનેક ભેદે કર્યા છે. મનુષ્યના સંમ૭િમ અને ગર્લોત્પન્ન એમ બે ભેદ છે અને દેવના ભવનપતિ, વાણવ્યન્તર, જોતિષી અને વૈમાનિક એમ ચાર ભેદ બતાવ્યા છે.
બીજી પ્રતિપત્તિમાં સંસારી જીવના ત્રણ પ્રકાર બતાવ્યા છે.– સ્ત્રી, પુરુષ અને નપુંસક સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે.- તિર્યંચણી, માનુષી અને દેવી. પછી તેમના અનેક ભેદે કર્યા છે, અને તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પર પ્રકાશ પાડે છે, તે રીતે પુરુષના પણ ત્રણ ભેદ કર્યા છે– તિર્યચ, મનુષ્ય અને દેવ. સ્ત્રીની જેમ પુરુષના પણ અનેક ભેદ બતાવી તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પર વિવેચન કર્યું છે. ત્યારબાદ નપુંસકના ત્રણ પ્રકાર બતાવ્યા છે. નારક, તિર્યંચ અને મનુષ્ય અને તેમના પણ અનેક પ્રકાર બતાવી તેમને જઘન્ય, ઉત્કૃષ્ટ અન્તરકાળ પણ બતાવ્યું છે. નપુંસકવેદને કોઈ મહાનગરી જેમ બળતી હોય તેની જે ઉગ્ર દાહકારી બતાવ્યું છે.
- ત્રીજી પ્રતિપત્તિમાં નરકની સાત પૃથ્વીઓનાં નામશેત્ર બતાવી પહેલી નરક રત્નપ્રભા પૃથ્વીનાં ૩ ક ડ શર્કરા પ્રભા થાવત્ તમસ્તમાં પ્રભાનો એક –એક પ્રકાર જણાવ્યા છે. સાત નરકના નરકાવાસ, સાત નરકોની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાન્તર, રત્નપ્રભા કાડનું બાહુલ્ય (વિસ્તા૨) યાવત્ તમસ્તમાનું બાહલ્ય આદિ, સાત નરક અને તેમના અવકાશાન્તરોમાં પુદગલ દ્રવ્યની વ્યાપકસ્થિતિ, સાતે નરકની ચારે દિશાઓમાં લોકાન્તરનું અત્તર, સાતે નરકના સંસ્થાન, સાતે નરકમાં સર્વ જીવોનું ઉત્પન્ન થવું ત્યાંથી નીકળવું વિ. સંબંધી પ્રશ્નોત્તર. સાતે નરકના વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ – ચારે ગતિની અપેક્ષાએ ગતિ અને આગતિ. નારકીઓના શ્વાસોચ્છવાસના પુગળ, આહારના પુદ્દગળ, શ્યાઓ, જ્ઞાન, અજ્ઞાન, વેગ, ઉપયોગ, અવધિજ્ઞાનનું પ્રમાણ, સમુદઘાત, સાતે નરકોમાં સુધા – પિપાસાદિની વેદના, શીતોષ્ણવેદના, માનવકની ઉણતાની સાથે નારકીય ઉષ્ણતાની સરખામણી નારકીઓનું અનિષ્ટ પુદગલ પરિ
મન, તિર્યંચ મેનિના જીના સંબંધમાં વિસ્તારથી લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ મરણ, સમુદ્દઘાત, ઉદ્વર્તન, કુલડિ આ ૧૧ દ્વારા વડે વર્ણન કરવામાં આવ્યું છે.
ત્યારપછી મનુષ્યનિના જીવોનું વર્ણન છે. મનુષ્યના સમૂર્ણિમ અને ગર્ભજ એમ બે ભેદ કર્યા છે. સંમચ્છિમ મનુષ્યની ઉત્પત્તિનું સ્થાન, પછી ગર્ભજ મનુષ્યના ૩ પ્રકાર-કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપજ બતાવ્યાં છે. એકરૂકદ્વીપ (અન્તરદ્વીપ)નું સ્થાન આયામ, વિષ્ઠભ અને પરિધિ, પદ્મવરદિકાની ઊંચાઈ, વિષ્કભ ભૂમિતળનું વર્ણન કરી અનેક પ્રકારના વૃક્ષ, લતાઓ, ગુલ્મ અને ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન કર્યું છે. તેમજ ત્યાંના મનુષ્યનું સર્વાગીણું વર્ણન કરતાં તેમની ઉંચાઈ, પાંસળીઓ, આહારેચ્છાને કાળ, મનુષ્યના ઉપભેગમાં આવતા પદાર્થો, ત્યાંની પૃથ્વી તેમજ ફળાના આસ્વાદનું વર્ણન કર્યું છે. તેની સાથોસાથ ગૃહ, ગ્રામ, નગર, અસિ, મષિ, કૃષિ આદિ કર્મ, હિરણ્ય, સુવર્ણ આદિ ધાતુ, રાજા અને સામાજિક વ્યવસ્થા, દાસ્યકમ વૈરભાવ, મિત્રાદિ, નાદિના નૃત્ય, વાહન, ધાન્ય,
તત્વદર્શન
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org