________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં, નાનચન્દ્રજી મહારાજ જન્ટiciાદિ મ્યુનિંગ
દરિદ્રતા મટી જશે. પરંતુ તે માન્યો નહિ. તેણે કહ્યું – આટલે દૂરથી ઉપાડી લાવેલ લોખંડને કેમ તજી દઉં? તેના બીજા સાથીઓ કે જેઓએ રત્ન લીધા હતા તે બધા શ્રીમંત બની ગયા અને તે તો એ ને એ ભિખારી અને દરિદ્ર બની રહ્યા. જ્યારે તે પોતાના સાથીઓને શ્રી સંપન્ન જુએ છે ત્યારે તેને ખૂબ પશ્ચાતાપ થાય છે કે મેં ભયંકર ભૂલ કરી. તેવી જ રીતે તું કેવળિ પ્રરૂપિત ધર્મને સ્વીકાર નહીં કરે તો તને પણ પાછળથી પસતા થશે.
- પ્રદેશીએ કેશીશ્રમણ પાસે ધર્મના મર્મને શ્રવણ કરી શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા પછી પ્રદેશી નમસ્કાર કર્યા વગર એમને એમ જવા લાગ્યા. ત્યારે કેશી શ્રમણે ત્રણ પ્રકારના આચાર્યોનું પ્રતિપાદન કરી તેમના પ્રત્યે કેવા પ્રકારને વિનય વ્યવહાર કરવો જોઈએ તે સમજાવ્યું. તેથી તે વિનયવાન બન્યા અને પછી ચાર વિભાગ કરી એક આદર્શ અને ઉદાર રાજા બન્યો. જે માણસ પહેલાં અધાર્મિક હતો, જેના હાથ સદા લોહીથી ખરડાયેલાં રહેતા હતા. તેના જીવનનો બધે નકશો બદલાઈ ગયે. કોલસાની જેવું જેનું જીવન કાળું મેસ હતું તે કેશીશ્રમણ રૂપી અગ્નિના સ્પર્શથી સુવર્ણની જેમ ચમકવા લાગ્યું. પછી તે પોતાના રાજ્ય, સેના, બળ, વાહન, ભંડાર, કે ઠાર, ગામ, નગર અને અંતેપુરથી ઉદાસીન-વિરકત બનીને પોતાની આત્મસાધનામાં લીન થઈને રહેવા લાગ્યો. રાણી સૂર્યકાન્તાએ જ્યારે રાજાની આવી ઉદાસીન વૃત્તિ જોઈ ત્યારે તેણીને રાજા પ્રદેશ પ્રત્યે અરૂચિ-અણગમે ઉત્પન્ન થ. ૨ જાને વિષ પ્રયોગથી મારીને પિતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો ઉપાય વિચારવા લાગી. અંતે એક દિવસે તેણીએ રાજાના ભોજન તથા વસ્ત્રોમાં ઝેર ભેળવી દીધું. તે ભેજન કરતાં જ અને વસ્ત્રાભૂષણે ધારણ કરતાં જ પ્રદેશી રાજાના શરીરમાં અપાર વેદના થવા લાગી.
રાજા પ્રદેશી સમજી ગયા પરંતુ રાણી પ્રત્યે તેના માનસમાં જરા જેટલો પણ રોષ પ્રગટયો નહિ. તેણે પૌષધશાળામાં જઈને પોતાના સમસ્ત કૃત્યોની આલોચના કરી અને સમાધિપૂર્વક દેહને ત્યાગ કરી ત્યાંથી સૌધર્મ સ્વર્ગમાં સૂર્યાભ નામના દેવપણે ઉત્પન્ન થયે. સૂર્યાભ દેવને આવી અતુલ અને અનુપમ સમૃદ્ધિ મળી તેનું આ જ રહસ્ય છે.
દેવકથી આવીને સર્યાભ દેવ મહાવિદેહમાં દઢપ્રતિજ્ઞ નામનો રાજકુમાર થશે અને જળકમળવત્ નિર્લેપ અને અનાસકત ભાવથી જીવનયાપન કરશે અને મોક્ષ પ્રાપ્ત કરશે.
પ્રસ્તુત આગમની અનેક વિશેષતાઓ છે. આમાં સ્થાપત્ય, સંગીત અને નાટયકળાની દષ્ટિએ અનેક તને સમાવેશ થયેલ છે. ૩૨ પ્રકારના નાટકનો ઉલ્લેખ છે કે જે સૂર્યાભદેવે ભગવાનની સન્મુખ બતાવ્યા હતા. લેખન સંબંધી સામગ્રીને પણ નિર્દેશ કરવામાં આવ્યું છે. સામ-દામ અને દંડનીતિના અનેક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરેલ છે. ૭૨ કળાઓ, ૪૪ પરીષદ, કળાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્યનું નિરૂપણ છે. પાર્શ્વનાથની પરંપરા સંબંધી અનેક વિગતેની જાણકારી પ્રાપ્ત થાય છે. કાવ્ય અને કથાઓના વિકાસ માટે વાર્તાલાપ અને સંવાદે મધુર આદર્શ અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે.
૩- જીવાભિગમ જીવાભિગમ અથવા જીવાધિગમ નામનું આ ત્રીજુ ઉપાંગ છે. પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર શૈતમના પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં જીવ અને અજીવના ભેદ અને પ્રભેદની ચર્ચા કરવામાં આવી છે આમાં ૯ પ્રકરણ પ્રતિપત્તિ) ૧ અધ્યયન, ૧૮ ઉદેશા, ૪૭૫૦ ઉપલબ્ધ લોકપ્રમાણ ૫ઠ છે. ૨૭૨ ગદ્યસૂત્ર અને ૮૧ પદ્યગાથાઓ છે. ટીકાકાર આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત આગમને સ્થાનાંગનું ઉપાંગ તરીકે લેખ્યું છે. તેમણે પિતાની વૃત્તિમાં અનેક જગ્યાએ વાચનાભેદને પણ ઉલ્લેખ કર્યો છે. પરંપરાની દષ્ટિએ પ્રસ્તુત આગમમાં ૨૦ ઉદ્દેશક હતા. અને વીસમા ઉદ્દેશકની વ્યાખ્યા શાલિભદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિએ કરી હતી. અભયદેવે પણ આના ત્રીજા પદ ઉપર સંગ્રહણી ગાથા લખી હતી.
૧. ઈહ ભૂયાન પુસ્તકષ વાચનાભેદો ગલિતનિ ચ સુત્રાણિ બહુષ પુસ્તકે
સુગમાન્યપિ વિદ્રિયને
યથાવસ્થિત વાચનાભેદ પ્રતિપસ્યર્થ ગલિતસૂત્રોચરણાર્થ શૈવ
- (જીવાજીવાભિરામ ટીકા ૩, ૩૭૬).
. આગમસાર દાહન Jain Education International
૨૩૭ www.jainelibrary.org
For Private & Personal Use Only