________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિગ્રંથ
થાકી ગયો અને તેને પ્યાસ જેરથી લાગી ત્યારે ચિત્તસારથી તેને મૃગવનમાં લઈ ગયે, જ્યાં કેશીશ્રમણ ધર્મોપદેશ આપી રહ્યા હતા. કેશીશ્રમણને જોઈ પ્રદેશી મનમાં વિચાર કરવા લાગ્યો, જડ વ્યકિતઓ જ જડની ઉપાસના કરે છે. મઢ વ્યકિતઓ જ મૂઢની આરાધના કરે છે. અજ્ઞ વ્યકિતઓ જ અજ્ઞાનિને સન્માન આપે છે. આ કણ જડ, મૂઢ તથા અનાની છે ? આનો ચહેરો તો ચમકી રહ્યો છે. આના મુખ ઉપર દિવ્ય તેજ ઝળકી રહ્યું છે. આ શું ખાતો હશે, શ પીતા હશે? આ આટલા ઉચ્ચ સ્વરથી બરાડી રહ્યો છે કે હું ઉધાનમાં સ્વચ્છન્દ્રપણે વિચરણ પણ કરી શકતું નથી. ચિત્તા સારથીએ પ્રદેશની શંકાનું સમાધાન કરતાં કહ્યું–રાજન ! આ પાશ્વપત્ય કેશીકુમાર શ્રમણ છે. ચાર જ્ઞાનના ધારક છે અને અન્નજીવી છે.
રાજા પ્રદેશી કેશીશ્રમણની પાસે જાય છે. કેશીશ્રમણ તેના મનના વિચારો કહી બતાવી તેને પ્રભાવિત કરે છે. પ્રદેશ પ્રશ્ન કરે છે- શું શ્રમણ નિર્ગસ્થ જીવ અને શરીરને જુદાં માને છે? કેશી-- હા, અમે જીવ અને શરીરને જુદાં માનીએ છીએ.
પ્રદેશી- મારા દાદા હતા, તે અધાર્મિક હતા, પ્રજાનું પાલન સારી રીતે કરતા ન હતા. તમારી દષ્ટિએ તેઓ મરીને નરકમાં ગયા હશે. તેમને મારા ઉપર અત્યંત નેહ હતે. મને જોઈને તેઓ રાજી-રાજી થઈ જતા હતા તે અત્યારે તેઓ મને આવીને કેમ કહેતા નથી કે “હું નરકમાં ઉત્પન્ન થયે છું. પાપકૃત્ય કરવાને કારણે હું ત્યાં અપરંપાર કષ્ટોનો અનુભવ કરી રહ્યો છું; તેથી તું પાપ કરીશ નહિ.” પરંતુ તેમણે હજી સુધી આવીને મને કંઈ કહ્યું નથી. તેથી મને લાગે છે કે જીવ અને શરીર એકજ છે.
કેશી– પ્રદેશી ! તમારી રાણી સાથે કોઈ લંપટ-કામી પુરૂષ વિષય સેવવાની ઈચ્છા કરે તે શું તમે તેને દંડ આપશે?
પ્રદેશી– હા, હું તેને શૂળી પર ચઢાવી દઈશ, તેના પ્રાણ લઈ લઈશ.
કેશી– જે તે માણસ તમને એમ કહે કે, જરા થોભે, હું મારા સ્વજન-કુટુંબીઓને સૂચના કરી આવું કે કામવાસનાને વશ થવાથી મને દેહાંતદંડની શિક્ષા મળી રહી છે. એટલે જો તમે પણ આ રીતે વર્તશે તો તમને પણ આવા પ્રકારનો દંડ મળશે. તે શું તમે તે માણસને પિતાના સગાં-સંબંધીઓને ખબર આપવા માટે છોડશે ખરા ?
દેશી- કદાપિ નહીં, કારણકે તે મારે અપરાધી છે.
કેશી– તે આજ પ્રમાણે તમારા દાદાનો તમારા ઉપર સનેહ હોવા છતાં અને તેમની આવવાની અને કહેવાની ઈચ્છા હોય તો પણ તેઓ નરકમાંથી અહીં આવી શકતા નથી. તેથી નકકી જાણે કે જીવ અને શરીર અને ભિન્ન છે.
પ્રદેશી-બીજું ઉદાહરણ પ્રસ્તુત કરે છે-- મારી દાદીમા ઘણુ જ ધર્માત્મા હતી. તેને પણ મારા ઉપર ઘણોજ અનરાગ હતે. તે તમારી દષ્ટિએ સ્વર્ગમાં ગઈ હશે. તેણીએ તે આવીને મને કહેવું જોઈએ કે પુણ્યને લીધે હું સ્વર્ગમાં ગઇ છે. તેથી તે પણ ધર્મ અને પુણ્ય કર. પરંતુ હજી સુધી તેણીએ આવીને મને કહ્યું નથી તેથી હું માનું છું કે જીવ અને શરીર જદાં નથી.
કેશી – કહપના કરો. તમે સ્નાન વિ. કરી સુગંધિત પદાર્થોને લઈ દર્શન માટે જઈ રહ્યા છે. તે વખતે કઈ વ્યકિત રોચાલયમાં બેઠેલે તેમને આવાહન કરે કે છેડે સમય તમે અહીં આવીને બેસે તે શું તે વખતે તમે તેની વાત માનશે?
પ્રદેશી- હું ત્યાં શૌચાલયમાં આવી સ્થિતિમાં કદી પણ જાઉં. - કેશી – સ્વર્ગમાં ઉત્પન્ન થયેલે દેવ મનુષ્ય માં આવવાનું પસંદ કરતું નથી. કારણ કે મનુષ્ય લેકની ગંધ તેને ગમતી નથી અને સ્વર્ગના ઈન્દ્ર ધનુષી રાગરંગવાળા કામને તે છોડીને આવી શકી નથી.
પ્રદેશી-એક ચોરને પકડીને કેટવાલ મારી પાસે લાવ્યું. મેં તેને કુંભમાં નાંખી ઉપરથી ઢાકણું વાસી દીધું. કઈ ઠેકાણે છિદ્ર ન રહે તેટલા માટે તેને લોખંડ અને સીસાથી ચારે બાજુથી બંધ કરી દીધું. વિશ્વાસુ રોકીદારે
૨૩૪ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.ja nelibrary.org