________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ.
ગોઠવી દીધા. થોડા વખત પછી કુંભીને બોલાવીને મેં જોયું તે તે મરેલો હતું તેથી મને સ્પષ્ટ લાગે છે કે જીવ અને શરીર બને એકજ છે.
કેશી – કઈ માણસ ફટાગા૨ શાળાના દ્વાર બંધ કરી અન્દર બેસી જોર-જોરથી નગારૂ (ભરી) વગાડે તે શ તમે બહાર બેઠાં તેનો અવાજ નહીં સાંભળે ?
પ્રદેશી- હા, સાંભળીશ.
કેશી – જેમ નિછિદ્ર-છિદ્ર વગરના મકાનમાંથી પણ અવાજ બહાર આવે છે તેવીજ રીતે જીવ પૃથ્વીશિલા અને પર્વતને ભેદીને પણ બહાર જઈ શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે જીવ અને શરીર એક નથી.
પ્રદેશી- મેં એક તસ્કરને લોઢાની કુંભમાં પૂરી તે કુંભીને ખૂબ મજબૂત બંદ કરાવી દીધી. થોડા દિવસે પછી જયારે તેને ખોલાવી જોયું તો તે મૃત કલેવરમાં કીડાઓ ખદબદતા હતા. તે લેઢાની કુંભમાં કોઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું તે પછી તેમાં કીડાં કયાંથી આવી ગયા? તેથી જણાય છે કે જીવ અને શરીર ભિન્ન-જુદાં નથી.
કેશી- તમે લેહાને અગ્નિમાં ધમધમાત જોયે છે? તે વખતે લોઢું અગ્નિમય બની જાય છે. લેઢામાં તે અગ્નિ કયાંથી પ્રવેશે? તેમાં તો કયાંય પણ છિદ્ર હોતું નથી. આ પ્રમાણે જીવ અપ્રતિહત અને અનિરૂદ્ધ ગતિવાળો હોવાથી તે કુંભીને ભેદીને અન્દર જઈ શકે છે અને બહાર નીકળી પણ શકે છે. તેથી આ કારણે જીવ અને શરીરનું એકપણું સિદ્ધ થતું નથી.
પ્રદેશી- એક વ્યકિત ધનુર્વિદ્યામાં ઘણે કુશળ છે પરંતુ તે વ્યકિત જ્યારે બાળક હતું ત્યારે એક પણ બાણ છોડી શકતો ન હતો. તેથી જ બાલ્યાવસ્થા અને યુવાવસ્થામાં જીવ એકજ હોવાથી એક સમાન શકિત હેત તે હું સમજત કે જીવ અને શરીર અને ભિન્ન છે.
કેશી- ધનુર્વિદ્યામાં નિષ્ણાત કઈ વ્યકિત નવા ધનુષ્ય-આણ વડે જેટલી કુશળતા દેખાડી શકે તેટલી કુશળતા તે જૂનાં જર્જરિત થઈ ગયેલા ધનુષ્ય બાણથી દેખાડી શકતું નથી. તાત્પર્ય એ છે કે ધનુર્વિદ્યા નિષ્ણાત વ્યકિત શક્તિશાળી તે છે પરંતુ ઉપકરણોની ઉણપને લીધે તે પોતાની શકિતનું પ્રદર્શન કરી શકતું નથી. તેવી જ રીતે મંદજ્ઞાન વાળી વ્યકિત ઉપકરણની ખામીને લીધે પિતાની શક્તિ બતાવી શકતી નથી. યુવાવસ્થામાં ઉપકરણ શકિતમાન અને ખામીરહિત હોવાથી તેની શકિત વધી જાય છે.
પ્રદેશી- કેઈ યુવક લેખંડ, સીસા અથવા જસતના ભારને સારી રીતે ઉપાડી શકે છે. પરંતુ તેજ યુવક વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થતાં ભાર વહન કરવામાં અસમર્થ બની જાય છે અને લાકડીને આધારે ચાલે છે. બંને અવસ્થામાં જીવ એક જ હોય તો આવું કેમ બને છે? તરૂણાવસ્થાની જેમ વૃદ્ધાવસ્થામાં પણ છે એટલે જ ભાર વહન કરવાનું સામ રહેતું હોત તે સમજમાં આવી શકે કે જીવ અને શરીર બંને ભિન્ન છે.
કેશી- જુઓ, દુષ્ટ-પુષ્ટ મજબુત માણસ જ ભાર વહન કરી શકે છે. તેમજ તેવા દુષ્ટ-પુષ્ટ માણસની પાસે જે નવી કાવડ હોય છે તેથી પણ વધારે ભાર તે ઊંચકીને લઈ જઈ શકે. જે જુનું-પુરાણું જર્જરીત કાવડ હોય તો તેનાથી તે ભાર ઉંચકી શકે કે વહન કરી શકે નહિ. આ જ વાત વૃદ્ધ અને તરૂણના સંબંધમાં પણ લાગુ પડે છે.
પ્રદેરી- ડીક ત્યારે એક બીજો પ્રશ્ન છે. કેઈ તસ્કરને આપણે પહેલાં જીવિત અવસ્થામાં ખીએ પછી તેને મારીને ખીએ તે બંને અવસ્થાઓમાં ચેરના વજનમાં કંઈ અંતર પડતું નથી. આથી જીવ અને શરીરની અભિન્નતા જ સિદ્ધ થાય છે.
કેશી- જેવી રીતે ખાલી મશક અને હવાથી ભરેલી મશકના વજનમાં વિશેષ કશું અંતર પડતું નથી. તેવી જ રીતે જીવિત પુરૂષ અને મૃત પુરૂષના વજનમાં કશું અંતર પડતું નથી. જીવ અમૂર્ત છે તેથી તેનું પોતાનું કંઈ પણ વજન હોતું નથી, તેથી શરીરમાંથી જીવ નીકળી જવા છતાં પણ મૃતકનું વજન ન્યૂન થતું નથી.
પ્રદેશી- મેં એકવાર એક તસ્કરના શરીરનું પરીક્ષણ કર્યું પરંતુ તેમાં મને કઈ જીવ જેવું દેખાયું નહિ. તેના
આગમસાર દેહન Jain Education International
૨૩૫ www.jainelibrary.org
For Private & Personal Use Only