________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મૃગવન નામનુ એક ઉદ્યાન હતુ. તે નગરીનેા રાજા કુશાગ્ર બુધ્ધિવાળા પ્રદેશી નામે હતેા. તે અધાર્મિક, પ્રચંડ તથા ક્રષી હતા, અત્યન્ત માયાવી હતેા. ગુરૂજનાના તે કદી પણ સત્કાર-સન્માન કરતા ન હતેા. શ્રમણ તથા બ્રાહ્મણા પર તે કદી વિશ્વાસ કરઞા ન હતા. તેની રાણીનુ નામ સૂર્યકાંતા અને પુત્રનુ નામ સૂર્યકાન્ત હતું. તે સૂર્યકાન્ત પ્રદેશીના રાજ્ય, રાષ્ટ્ર, ખળ, વાહન, કાજ, કાષ્ઠાગાર-અન્ન ભંડાર તેમજ અંતેપુરની દેખભાળ કરતા રહેતા હતા.
રાજા પ્રદેશીને એક ચિત્ત નામનેા સારથી હતેા.ર તે સામ, દામ, દેંડ અને ભેદ નીતિમાં અત્યન્ત કુશળ હતા. મહાન પ્રતિભાવાળા હાવાને કારણે રાજા પ્રદેશી વખતે-વખત તેની સલાહ પશુ લેતે હતા.
કુણાલા જનપદમાં શ્રાવસ્તી નામની એક નગરી હતી. ત્યાંના રાજા જિતશત્રુ રાજા પ્રદેશીનેા આજ્ઞાકારી સામંત હતા. એક વાર રાજા પ્રદેશીએ પેાતાના ચિત્ત સારથીને મેલાવીને કહ્યું કે આ ભેટછુ' લઇને તમે શ્રાવસ્તી જાવ અને થોડા વખત રાજા જિતશત્રુની સાથે રહીને ત્યાંના શાસનની દેખરેખ રાખો. તે પ્રમાણે ચિત્ત સારથી ત્યાં જાય છે અને રાજાને ઉપહાર પ્રદાન કરીને તે ત્યાં રહે છે. તે વખતે ચતુર્દેશ પૂર્વધારી પાર્શ્વપત્ય કેશીકુમાર શ્રમણ ત્યાં પધારે છે. તેમના આગમનના સમાચાર સાંભળી હજારાની જનમેદની દર્શનાર્થે ઉમટે છે. જેને જોઈ ચિત્તસારથીને કચુકી પુરૂષ (ચાકીદાર) ને મેલાવીને પૂછ્યું કે આજે કયે! મહેાત્સવ છે કે જેને લીધે આટલી દોડધામ અને ઉછરંગ દેખાય છે. કંચુકીએ કેશીશ્રમણુના આગમનની વાત કહી. ચિત્ત સારથી કેશીભ્રમણની સેવામાં પહોંચ્યા. કેશીશ્રમણે સ પ્રાણાતિપાત વિરમણુ, સમૃષાવાદ વિરમણુ, સર્વ અદત્તાદાન વિરમણુ અને સબહિદ્ધાદાન વિરમણને
ધર્મોપદેશ આપ્યા.
ચિત્તસારથી કેશીકુમારના પાવન પ્રવચનને સાંભળી અત્યન્ત આહલાદિત થયા અને કહેવા લાગ્યું– હું અનગાર ધર્મને ગ્રતુણુ કરવામાં અસમર્થ છું તેથી મને શ્રાવકધર્મ અંગીકાર કરાવેા. શ્રાવકધર્મ સ્વીકારી તે ચિન્તસારથી નિન્થ પ્રવચનમાં શ્રદ્ધાશીલ બન્યા. ચતુર્દશી, અષ્ટમી, અમાવસ અને પૂર્ણિમાના દિવસે પૌષધાપવાસ કરતા થકે નિગ્રંથ મુનિએને નિર્દોષ અશન - પાન - આસન-શય્યા આદિ વડે નિમંત્રિત કરતે થકે આત્મચિન્તનમાં લીન રહેવા લાગ્યા.
રાજા જિતશત્રુ પાસેથી મળેલ ઉપહાર લઇને ચિસારથી સેયવિયા (શ્વેતાંબિકા) તરફે પ્રસ્થાન કરતાં પૂર્વે કેશીશ્રમણને સેવિયા પધારવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ કેશીશ્રમણે તેની પ્રાર્થના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ. જ્યારે તેણે તેનુ કારણ પૂછ્યું ત્યારે કેશીશ્રમણે કહ્યું તમારે! રાજા પ્રદેશી અધાર્મિક છે તેથી અમારાથી ત્યાં કેવી રીતે આવી શકાય ? ચિત્તસારથીએ નિવેદન કરતા કહ્યું – ‘આપ ત્યાં નિઃસકેચપણે પધારે, આપને ત્યાં કાઇપણ પ્રકારનું કષ્ટ નહિ પડે.' ચિત્તસારથી આ પ્રમાણે વિનંતી કરી ત્યાંથી સેવિયા પહેચ્ચેા, અને મૃગવનના ઉદ્યાનપાલકને સૂચના આપી કે કેશશ્રમણુ જ્યારે અહીં પધારે તે તેમને બધા પ્રકારની સગવડતા કરી આપવી. ત્યારપછી તેથે રાજા પ્રદેશીને ભેંટણું આવ્યું. થાડા સમય બાદ કેશીશ્રમણ સેવિયા પધાર્યા. ચિત્તસારથી તેમને વંદન કરવા પહેાંચ્યા. તેણે કૈશીશ્રમણને નિવેદન કર્યું. ભતે! રાજા પ્રદેશી ઘણાજ અના અને અધાર્મિક છે. તેને તમે ઉપદેશ આપે। જેથી તેનુ પણ કલ્યાણ થાય અને સાથેસાથ ખીજાતું પણ. કેશીશ્રમણે કહ્યું કે જ્યાં સુધી તે અહીં આવે નહિં, અને પેાતાની શંકાઓનું સમાધાન મેળવે નહિ ત્યાંસુધી તે ધર્મશ્રણ કરી શકે નહિ અને પેાતાનું કે ખીજાનું કલ્યાણ કરી શકે નહિ.
ખીજે દિવસે ચિત્તસારથીએ રાજા પ્રદેશીને નિવેન કર્યું – કખેજથી જે ચાર ઉત્તમ જાતિના ઘેાડા ઉપહાર ભેટમાં મળ્યા છે તેની આજે આપણે પરીક્ષા કરીએ. રાજા ઘેાડાના રથ ઉપર આરૂઢ થઇ આમ તેમ ફરવા લાગ્યા. જ્યારે તે ૧. દીઘનિકાયના પાયાસ્સિસુત્તમાં રાજા પાયાસિના પ્રશ્નોત્તર છે, કે જે આ પ્રશ્નોની સાથે મળતા આવે છે. તે જગ્યાએ પાયાસિને કોશલના
રાજા પસેદના વંશધર બતાવ્યો છે.
૨. દીઘનિકાયમાં ચિત્તને સ્થાને ખત્તેના શબ્દ પ્રયોગ થયો છે. ખત્તેનો પર્યાયવાચી સંસ્કૃતમાં ક્ષતક્ષતા બને છે, જેનો અર્થ છે ‘સારિથ’, જુઓ. રાયપસેણય સુત્તનો સાર પૃ. ૯, પં. બેચરદાસ દોશી
૩. સ્થાનાંગ વૃત્તિ રૃ. ૨૦૨માં બહિદ્રાનો અર્થ ‘મૈથુન’ અને આદાનના અર્થ ‘પરિગ્રહ’ કર્યો છે.
આગમસાર દાહન
Jain Education International
For Private & Personal Use Only
૨૩૩ www.jainellbrary.org