________________
વિવટ પ, નાનયજી મહારાજ જન્મશતાદિ
“રાયપાસેણીએ” એવું નામ બતાવ્યું છે, તેઓ તેનું સંસ્કૃતરૂપ રાજપ્રશ્નયં- “રાજેમનેષુ ભવં કરે છે, સિદ્ધસેનગણીએ તવાર્થવૃત્તિમાં “રાજપનાકીય” લખ્યું છે ત્યારે મુનિચંદ્રસૂરિએ “રાજપ્રસેનજિત” બતાવ્યું છે,
આચાર્ય મલયગિરિએ રાયપણુઇયને સૂત્રકૃતાંગનું ઉપાંગ સિદ્ધ કરતાં લખ્યું છે કે સૂત્રકૃતાંગ સત્રમાં જે ક્રિયાવાદી, અક્રિયાવાદી વિગેરે પાખંડીઓના ભેદની પરિગણના કરી છે તેમાંથી અક્રિયાવાદીઓના મતનું આલંબન લઈને રાજા પ્રદેશીએ કેશીશ્રમણ સાથે પ્રશ્નોત્તર કર્યા છે તેથી આ રાયપાસેણઈય સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. ડે. વિન્ટરનીઝ એવો અભિપ્રાય છે કે પ્રસ્તુત આગમમાં પહેલાં રાજા પ્રસેનજિતની કથા હતી પરંતુ ત્યારબાદ પ્રસેનજિતની જગ્યાએ પએસ’ શબ્દ લગાડી પ્રદેશની સાથે એનો સંબંધ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યે છે.
પ્રસ્તુત આગમ બે વિભાગોમાં વિભકત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભ નામનો દેવ ભગવાન મહાવીરની સમક્ષ ઉપસ્થિત થઈને નૃત્ય કરે છે અને વિવિધ નાટકની રચના કરે છે. બીજા વિભાગમાં રાજા પ્રદેશનો કેશીકુમાર શ્રમણની સાથે જીવના અસ્તિત્વ અને નાસ્તિત્વના વિષયને લઈને સંવાદ છે.
પ્રસ્તુત આગમનો પ્રારંભ આમલક૫ નગરીના વર્ણનથી થાય છે. તે નગરી ચંપાનગરીની જેમ જ અત્યંત સુંદર હતી. તેની ઉત્તરપૂર્વમાં આમ્રસાલ નામનું રૌત્ય હતું. તે રીત્ય વનખંડથી ઘેરાયેલું હતું. ત્યાં રાજા સેય હતો અને તેની રાણીનું નામ ધારિણી હતું. ભગવાન મહાવીર તે નગરીમાં પધાર્યા અને આમ્રસાલ વનમાં બિરાજ્યા. રાજા -રાણી ભગવાનને ઉપદેશ સાંભળવા ગયા. ઉપદેશ શ્રવણ કરી પરીષદના લેકે અત્યંત પ્રસન્નભાવથી કહેવા લાગ્યા કે નિગ્રંથ પ્રવચનનું જેનું સુંદર પ્રતિપાદન આપે કર્યું છે તેવું અન્ય કોઈ શ્રમણ અથવા બ્રાહ્મણ કરી શકતો નથી.
તે સમયે સૌધર્મસ્વર્ગના સૂર્યાભ નામના દેવે પિતાના દિવ્યજ્ઞાનથી જોયું કે શ્રમણ ભગવાન મહાવીર અત્યારે આમસાલવનમાં બિરાજી રહ્યા છે. તેણે ત્યાંથી જ ભગવાનને વંદન કર્યા અને પોતાના આભિગિક દેને આદેશ આપે
આ શીધ્રાતિશીધ્ર ભ મહાવીરની સેવામાં પહોંચી જાય અને ત્યાંની જમીન વિ. સાફ (રજરહિત) બનાવી સુગંધિત જળને છંટકાવ કરે, વિવિધ સુગંધિત પુષ્પની વૃષ્ટિ કરીને તેમજ સુગંધિત દ્રવ્યથી આખું વન મઘમઘાયમાનસુગંધિત બનાવી દે. તદનુસાર કરવામાં આવ્યું.
સૂર્યાભદેવે પોતાના સેનાપતિને બોલાવીને સુધર્મા સભામાં લટકાવેલા ઘંટને જોરજોરથી વગડાવીને પિતાને આધીન રહેલા દેને તૈયાર કર્યો. અત્યન્ત સુન્દર કલાત્મક વિમાનની રચના કરી. તેમાં બેસીને ભગવાનની સેવામાં આવ્યે. તેણે ભગવાનને પ્રશ્નો પૂછયા. ભગવાને જવાબ આપ્યા. ત્યાર બાદ ગેંૌતમ આદિ નિન્ય શ્રમણની સમક્ષ ૩૨ પ્રકારની નાટયકળા પ્રદર્શિત કરવાની ભાવના વ્યકત કરી અને પ્રેક્ષામંડપ આદિની રચના કરી. અનેક પ્રકારના વાદ્યોમાંથી સંગીત રેલાવ્યું. જેનું ઐતિહાસિક દ્રષ્ટિથી ઘણું મહત્વ છે. તત્પશ્ચાત્ તેણે વિવેલા દેવકુમાર તથા દેવકુમારિ એ ૩૨ પ્રકારના નાટક કર્યો. ૩૨ મા નાટકમાં ભગવાન મહાવીરના વન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, વનાવસ્થા, ગૃહસ્થાવાસ, મહાભિનિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનપ્રાપ્તિ, તીર્થપ્રવર્તન અને પરિનિર્વાણ સંબંધી ઘટનાઓને અભિનય કર્યો. અભિનય સમાપ્ત થયા પછી સૂર્યાભ દેવ પ્રભુને નમસ્કાર કરી વિમાનમાં બેસી સ્વસ્થાનકે પાછો ગયે.
ત્યાર બાદ સૂર્યાભદેવના વિમાન સંબંધી ગૌતમે પ્રશ્નો કર્યા. ભ. મહાવીરે વિસ્તારથી સૂર્યાભદેવના વિમાન પર પ્રકાશ પાડે. ગૌતમે બીજો પ્રશ્ન કર્યો કે આ મહાન ઋધ્ધિ સૂર્યાભદેવને કયા શુભ કર્મોને લીધે મળી છે? ભગવાને આ પ્રશ્નનો જે ઉત્તર આપે તે આ આગમનો બીજો વિભાગ છે અને તે આ પ્રમાણે છે.
કેકય નામના અર્ધ જનપદમાં સેવિયા (વેતાંબિકા) નામની એક સુન્દર નગરી હતી. તેના ઉત્તર પૂર્વમાં
૧. બૌદ્ધ સાહિત્યમાં “અલ્લકપ્પા” નામ આવે છે. આ સ્થાન શાહાબાદ જિલ્લામાં મસાર અને વૈશાલીની વચ્ચે આવેલું છે. ૨. જૈન સાહિત્યમાં ૨પા આર્યક્ષેત્રની પરિગણના કરવામાં આવી છે. તે ક્ષેત્રોમાં કામણ સુખપૂર્વક વિહાર કરી શકતા હતા. કેક દેશ શ્રાવતીની ઉત્તર-પૂર્વમાં આવેલ નેપાલની તળેટીમાં હતું. બૌદ્ધ સાહિત્યમાં સેવિયાને સેતવ્યા લખ્યું છે. ભ. મહાવીર ત્યાં પધાર્યા હતા. આ રસ્થાન શ્રાવતી (સહેટ મહેટ)થી ૧૭ માઇલ અને બલરામપુરથી ૬ માઇલના અંતરે રિથત હતું.
૨૩૨
તવદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only